________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
• ભૂમિકા •
૩૩ લોકાંતિક દેવ અને દસ પ્રાયશ્ચિત્તોનું વર્ણન છે. માટે આગમ અને તત્ત્વાર્થસૂત્રમાં વિરોધ હોવાથી તત્ત્વાર્થસૂત્ર (આગમોને માન્ય રાખનાર) શ્વેતામ્બરીય પરમ્પરાનું નથી પણ દિગંબરોનું છે કારણ કે આ સૂત્ર G. કુન્દકુન્દ્રાચાર્યના ગ્રંથોના આધારે બન્યું છે.
સમીક્ષા :- A. સૂત્રકારને અહિ બને એટલું સંક્ષેપમાં વાત કરવાની ઇચ્છા છે. કારણકે તત્ત્વાર્થ એ સૂત્રશૈલીનો ગ્રંથ છે. એમાં અનાવશ્યક વિસ્તારથી યથાસમ્ભવ બચવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શ્રીમદ્ ઉમાસ્વાતિજી મહારાજ સમાસ શૈલીના ગ્રંથકાર હતા, વ્યાસ શૈલીના નહિ.
જો કે ઉત્તરાધ્યયનની ૨૮/૨, ૩, ૩પમી અને મરણવિભક્તિની ૧૨૬મી ગાથામાં ચતુર્વિધ મોક્ષમાર્ગનું વિધાન છે તો સ્થાનાંગસૂત્રની ૩/૪/૧૯૮ની ગાથામાં ત્રિવિધ મોક્ષમાર્ગનો વળી ચન્દ્રવેધ્યક પ્રકીર્ણની ૭૩મી ગાથામાં દ્વિવિધ મોક્ષમાર્ગનો પણ ઉલ્લેખ છે. વળી શ્રી કુન્દકુન્દ્રાચાર્યના ગ્રંથો તેમજ દિગંબર પરમ્પરાના અન્ય પણ ગ્રંથોમાં ઉત્તરાધ્યયની જેમ ચતુર્વિધ મોક્ષમાર્ગનું વર્ણન છે. તથા પંચવિધ મોક્ષમાર્ગનો ઉલ્લેખ પણ શ્રી કુન્દકુન્દાચાર્યજીના સીલપાહુડ ગ્રંથની ૩જી ગાથામાં કર્યો છે.
B. શ્રી ઉમાસ્વાતિજી મહારાજે રામ: પુચ અને પશુમા પાચ આ બે સૂત્રોથી પુણ્ય અને પાપને દેખાડ્યા તો છે જ અને આગળ "
સત્ત્વચિરતિપુરુષવેશુમાયુર્નામત્રાણિ પુષ્ય” કહી પુણ્યના ફલ અને અર્થપત્તિથી શેષ પાપના ફલ એમ કહી એ બંન્નેના સ્વતંત્ર ફલ પણ કહ્યાં. માત્ર આશ્રવાદિમાં એ બેનો અંતર્ભાવ કરી એને સ્વતંત્ર તત્ત્વ તરીકે નથી દર્શાવ્યા. જેમ ઠાણાંગ, પન્નવણા, અનુયોગ દ્વારાદિમાં સામાન્યથી જીવ અને અજીવ એ બંન્નેને જ તત્ત્વ તરીકે દર્શાવ્યા છે, બીજા આશ્રવાદિનો એમાં જ સમાવેશ કરી લીધો છે. તેમ અહિ પણ સમજી લેવું. - શ્રી કુંદકુંદાચાર્યજીના ભાવપ્રાભૃતની ગાથા-૯૫માં તથા દર્શનપ્રાભૃતમાં દ્રવ્ય, ૯ પદાર્થ, ૫ અસ્તિકાય અને ૭ તત્ત્વનો ઉલ્લેખ મળે છે. આ દ્રવ્ય-પદાર્થ-તત્ત્વ વગેરે શબ્દોમાં કોઈ અર્થભેદ નથી માત્ર વિવક્ષા ભેદ જ છે. શું ૭ તત્ત્વોમાં પુણ્ય-પાપ જોડાવાથી એ પદાર્થ બની જાય છે? (અર્થાત્ પુણ્ય-પાપમાં શું એવી શક્તિ છે કે તેમના સદ્ભાવમાં (વિવક્ષામાં) ૭ તત્ત્વ પદાર્થ બની જાય અને તેમના અભાવમાં (અવિવક્ષામાં) ૭ તત્ત્વ પદાર્થ તરીકે મટી જાય.) ઉત્તરાધ્યયનમાં તો એઓને જ ૯. તત્ત્વ તરીકે કહ્યાં છે.
C. અનુયોગદ્વારસૂત્રમાં નૈગમનયની અપેક્ષાએ ૯ અનુયોગદ્વારથી વિચારણા કરી છે અને સંગ્રહનયની અપેક્ષાએ ૮ અનુયોગદ્વારથી વિચારણા કરી છે. આગામોમાં વિભિન્ન નયોની અપેક્ષાઓથી વિસ્તારથી વિચારણા કરવામાં આવી છે. તત્ત્વાર્થસૂત્ર' સૂત્રાત્મક શૈલીનો ગ્રંથ હોવાથી, અનાવશ્યક વિસ્તારથી બચી સંક્ષેપમાં પદાર્થનું પ્રતિપાદન કરે છે. - અનુયોગદ્વારસૂત્રમાં ૯ અનુયોગદ્વારોથી દ્રવ્યની વિચારણા કરી છે. તત્ત્વાર્થમાં ૮ અનુયોગદ્વારોથી સમ્યગ્દર્શનની વિચારણા કરવામાં આવી છે. દ્રવ્ય બીજા દ્રવ્યના ભાગવિશેષમાં રહી શકે છે માટે
ભાગ' દ્વારની વિચારણા કરતા ૯ અનુયોગદ્વારો કહ્યા છે. પરંતુ સમ્યગ્દર્શન જીવના કોઈ ભાગ વિશેષમાં નથી રહેતું એથી એમાં ભાગદ્વારથી વિચારણા નથી કરાઈ. પ્રસંગાનુસાર અનુયોગદ્વારની સંખ્યામાં ભિન્નતા હોવાથી તત્ત્વાર્થનો આગમ સાથે વિરોધ ન માની શકાય.
Nખડાગમમાં આઠ અનુયોગદ્વારોથી વિચારણા કરાઈ છે, એટલા માત્રથી તત્ત્વાર્થસૂત્ર દિગમ્બર પરમ્પરાનું નથી બની જતું. વળી તે ખખડાગમમાં જ ૧૧-૧૭ આદિ દ્વારોથી પણ ચર્ચા કરાઈ છે, એનું શું? ૧, સીલપાહુડ ગા.૧૧, દર્શનપાહુડ ગા.૩૦-૩૨ ૨. અંગપ્રશસ્તિ ગા.૭૬.