________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
• ભૂમિકા છે
૩૧ રૂત્યર્થ ” લખી યથોક્તનિમિત્તનો અર્થ “ક્ષયોપશમ નિમિત્ત” કર્યું છે. પણ યથોક્ત શબ્દનો ક્ષયોપશમ અર્થ કોઈ રીતે નથી નીકળતો. યથોક્તનો સર્વસામાન્ય અર્થ થાય છે- “જે રીતે કહેવાયું” | પણ, પૂર્વ કયાંય સૂત્રમાં ક્ષયોપશમનિમિત્તના નામે કોઈ અવધિજ્ઞાનનો ભેદ જ નથી કહ્યો તથા “ક્ષયોપશમ' શબ્દનો પ્રયોગ પણ નથી કર્યો કે જેથી યથોક્તની સાથે એની અનુવૃત્તિ લઈ શકાય. તેથી ક્ષયોપશમ નિમિત્તના અર્થમાં યથોક્તનિમિત્તનો પ્રયોગ અસંગત છે. તેમજ ૨૧માં સૂત્ર “દ્વિવિદ્યોગવધિઃ” નાં ભાષ્યમાં લખ્યું કે “મવપ્રત્યયઃ ક્ષય નિમિત્તશ્ય” અવધિજ્ઞાનના બે પ્રકારના નામ યથાક્રમ છે- (૧) ભવપ્રત્યય (૨) ક્ષયોપશમનિમિત્ત. સૂત્ર ૨૨માં “ભવપ્રત્યયનારવાના”માં અવધિજ્ઞાનના પ્રથમ ભેદનો નિર્દેશ ભાષ્યનિર્દિષ્ટ નામથી કર્યો એજ રીતે ૨૩માં સૂત્રમાં બીજા ભેદનું વર્ણન પણ ભાષ્યનિર્દિષ્ટ નામથી જ હોવું જોઈએ અને તેમ થતાં સૂત્રનો આકાર “
ક્ષ નિમિત્ત દ્વિવત્પપાનાં” આવું થાત જે સર્વાર્થસિદ્ધમાન્ય સૂત્રપાઠમાં છે. સમીક્ષા * 1. ભાષ્યકારશ્રીએ યથોક્તનિમિત્તનો તાત્પર્યાર્થ ક્ષયોપશમરુપ નિમિત્ત કર્યું છે. જ્યારે મુખ્તારજી યથોક્ત
શબ્દનો અર્થ ક્ષયોપશમ કરે છે. તેથી આ અસંગતિ ઉભી થઈ. ભાષ્યકારશ્રીએ યથોક્તશબ્દનો અર્થ ક્ષયોપશમ નિમિત્ત નથી કર્યો, પણ માત્ર નિમિત્ત શબ્દનો અર્થ ક્ષયોપશમરુપ નિમિત્ત કર્યો છે. અને યંથોક્તશબ્દનો અર્થ “આગમોત” છે. યથોક્તનિમિત્ત શબ્દનો સંપૂર્ણ અર્થ એ કે
આગમમાં જેવી તપ સાધના બતાડી તેવી સાધનાથી પ્રાપ્ત થનારું અર્થાત્ સાધનાજન્ય અવધિજ્ઞાન. 2. શ્રીમદ્ ઉમાસ્વાતીજી મહારાજ આગમિક પરંપરાના છે, એથી એમની દૃષ્ટિએ “યથોક્ત' શબ્દનો
અર્થ છે- “આગમોક્ત' છે પણ જેઓની પરંપરામાં આગમ છે જ નહિં તેઓને સૂત્ર પ્રયુક્ત યથોક્ત શબ્દનો અર્થ ક્યાંથી સમજાય. અને એથી ભાષ્યના આધારે મૂલમાં (સર્વાર્થસિદ્ધિ માન્ય સૂત્રમાં) પાઠ બદલી નાંખ્યાં. અવધિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ તો ભવપ્રત્યય અવધિજ્ઞાનમાં પણ હોય છે. એથી વાચકશ્રીએ ક્ષયોપશમ શબ્દને મૂલમાં ન રાખતાં ભાષ્યમાં રાખી દીધો જેથી અહિ કોઈને હવે ભ્રાન્તિ નહિ થાય કે “ભવપ્રત્યય અવધિજ્ઞાન ક્ષયોપશમનિમિત્ત વિના જ થાય છે.” ક્ષયોપશમ તો બંને અવધિજ્ઞાનમાં છે. પણ મૂલ અને ભાષ્ય બન્નેમાં સંગતિનો પરિચાયક મહત્ત્વપૂર્ણ શબ્દ અગર કોઈ હોય તો તે “નિમિત્ત” છે. અહિ નિમિત્ત' શબ્દનો અર્થ પ્રયત્ન કે તપસાધના તરીકે વિવક્ષિત છે એથી “યથોક્તનિમિત્ત”નો તાત્પર્ય અર્થ એ થયો કે “ક્ષયોપશમ
માટે કરેલી આગમોક્ત તપ-સાધના જન્ય.” 5.
ભવપ્રત્યય અને ગુણપ્રત્યય બંને અવધિજ્ઞાન થાય તો છે અવધિ જ્ઞાનાવરણના ક્ષયોપશમથી જ. પણ પ્રથમ પ્રકારના અવધિજ્ઞાનની ઉપલબ્ધિમાં કોઈ પ્રયત્ન-સાધના નથી કરવી પડતીતે જન્મતાની સાથે મળી જાય છે જ્યારે બીજા પ્રકારના અવધિજ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રયત્ન
સાધના કરવી પડે, આ અપેક્ષાએ પ્રથમ વિપાકજન્ય છે અને બીજો સાધનાજન્ય. 6: સર્વાર્થસિદ્ધિકારે ભાષ્યના આધારે મૂલ પાઠને સંશોધિત કર્યો છે. કેમકે ભાષ્યમાં નિમિત્ત'નો
અર્થ ક્ષયોપશમનિમિત્ત હતો. એથી એમણે (સર્વાર્થસિદ્ધિકારે) “યથોક્ત”, જેનો તાત્પર્યાર્થ આગમોક્ત