________________
૩૦ • ભૂમિકા છે
તત્ત્વાર્થાધિગમસૂત્ર " F. ૪/૩ સૂત્રમાં નિર્દિષ્ટ ૧૨ દેવલોકનું જ વર્ણન ભાષ્યમાં છે, જે દિગંબરોને માન્ય નથી. કારણ કે કે તેઓ ૧૯ દેવલોક માને છે.
G. ઉપરોક્ત કારણોસર દિગંબરો સૂત્ર સ્વીકારવા છતાં સ્વોપજ્ઞ ભાષ્યને નથી સ્વીકારતાં. જો તેઓ ભાષ્યને સ્વીકારે તો I. સામાયિક પૌષધાદિ પ્રતિપાદક ૭/૧૯ સૂત્રના ભાષ્યમાં પૌષધના અતિચારને વિશે વર્ણવતાં સંથારા અને તેની પ્રમાર્જનાદિનો પણ સ્વીકાર કરવાની આપત્તિ આવે.
II. દાનપ્રતિપાદક ૭/૩૩ સૂત્રના ભાષ્યમાં દર્શાવેલ વસ્ત્રદાનનું પણ ગ્રહણ થઈ જાય.
I. આદાનનિક્ષેપસમિતિ, પ્રરૂપક ૭/૨૯ સૂત્રના ભાષ્યમાં કથિત રજોહરણ, પાત્રા, કપડાદિનું તેમ . જ પીઠફલકાદિનું પણ ગ્રહણ થઈ જાય છે. એ સ્વીકારતાં સંયમ ઉપકરણ રાખવા જોઈએ એમ સિદ્ધ થઈ જાય છે. તેનાથી દિગંબરોનું સવસ્ત્રમુક્તિ, સ્ત્રીમુક્તિ નિષેધક મતનું ખંડન થઈ જાય છે.
v (૧/૨૦) સૂત્રના ભાષ્યને સ્વીકારતાં તેમાં નિર્દિષ્ટ વર્તમાનકાલમાં વિદ્યમાન એવા દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, કલ્પવ્યવહાર, દશાશ્રુતસ્કંધ, નિશિથ, ઋષિભાષિતાદિ આગમો પણ સ્વીકારવા જરૂરી થઈ જાય. તે સ્વીકારે તો તે આગમોમાં ઠેર ઠેર સવસ્ત્રમુક્તિ, સ્ત્રીમુક્તિ, કેવલિભક્તિ આદિની પ્રરૂપણા ' છે. તેથી તેમને દિગંબરપંથથી સંન્યાસ લઈ લેવો પડે. | v. જિનનામકર્મના બંધના હેતુઓના પ્રતિપાદક (૭/૨૩) સૂત્રના ભાગમાં અને VI. સાધુ વૈયાવચ્ચના કથક (૨૪) સૂત્રના ભાષ્યમાં બાહ્ય ઉપધિના સંગ્રહ, ઉપગ્રહ, અનુગ્રહ અંગે વિચારણા કરી છે, તથા કાર્યોત્સર્ગ-તપ નિરૂપક (૮/૨૯) સૂત્રના ભાષ્યમાં ૧૨ પ્રકારની બાહ્યઉપધિનું વર્ણન છે. આ . બધી ભાષ્યની વાતો દિગંબરોની અવસ્ત્રમુક્તિની માન્યતાનું ખંડન અને શ્વેતાંબરોની સવસ્ત્રમુક્તિ માન્યતાનું મંડન કરે છે. આ પ્રમાણે સ્વસિદ્ધાંત ભંગના ભયથી દિગંબર ભાષ્યને સ્વોપંજ્ઞ માનવા તૈયાર નથી થતા.
૨૫. જેમ આગમોમાં સ્થાને સ્થાને સવસ્ત્રમુક્તિની વાતો આવતી હતી, તે આગમોમાં અમુક ફેરફાર કરી દેવાથી ચાલે તેમ હતું નહિ. તેથી તેઓએ “તે આગમ લુપ્ત થઈ ગયા છે' એમ કહી છોડી દીધા. તેમ તત્ત્વાર્થ ભાષ્યમાં બે-ચાર ઠેકાણે વિરોધ હોય તો ફેરફાર કરી શકે પણ સ્થાને સ્થાને એમના મતથી વિરૂદ્ધ વાતો આવતી હોવાથી, તેઓએ ભાષ્ય સ્વપજ્ઞ નથી એમ કહી ફગાવી દીધું. અને સૂત્રોમાં જ બે-ચાર ઠેકાણે વિરોધ આવતો હતો ત્યાં ફેરફાર કરી સૂત્રો સ્વકીય બનાવી લીધા.
જ્યાં ભાષ્યને સ્વીકાર્યા વિના ચાલે તેમ ન હતું ત્યાં ભાષ્યના તે પદોને મૂલસૂત્ર રૂપે બનાવી લીધા. દા.ત. ૫ મહાવ્રતની ભાવના જે ભાષ્યમાં હતી તે મૂલસૂત્ર રુપે સ્વીકારી લીધી. એથી જ સૂત્રસંખ્યામાં પણ ભેદ છે. શ્વેતાંબર માન્ય સૂત્રપાઠોની સંખ્યા ૩૪૪ અને દિગંબર માન્ય સૂત્રપાઠોની સંખ્યા ૩૬૭ છે.
દિગંબરો તત્ત્વાર્થસૂત્રને સ્વીકારે છે પણ એના બીજભૂત આગમોને સ્વીકાર નથી કરતા. ખરેખર તો આગમસૂત્રોના સ્વીકાર વિના તત્ત્વાર્થસૂત્રનો સ્વીકાર આકાશપુષ્પના સ્વીકારની જેમ અસંભવ છે. मूलं नास्ति कुतः शाखा ।
૧. પં. ફૂલચન્દ્રજી તથા . જુગલકિશોરજી મુખ્તારજી, ડૉ. નેમિચન્દ્રજી શાસ્ત્રી, પં. કૈલાશચંદ્રજી, આદિ તત્ત્વાર્થસૂત્રનો ચાર-પાંચ સ્થાને આગમ અને ભાષ્ય સાથે વિરોધ દર્શાવીને એ સિદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે કે તત્ત્વાર્થસૂત્ર શ્વેતામ્બર પરંપરાનું નથી, તથા સૂત્ર અને ભાષ્યના કર્તા ભિન્ન છે?
(૧) ૫. જુગલકિશોરજી મુખ્તાર લખે છે કે “યથોનિમિત્તઃ પવિન્ય: શાળા” આ સૂત્રમાં અવધિજ્ઞાનનો બીજો પ્રકાર “થોmનિમિત્ત:” દર્શાવ્યો છે અને ભાષ્યમાં “થોmનિમિત્તઃ ક્ષયોપશમનિમિત્ત