________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• अनुमानादीनां प्रामाण्यम् •
भाष्य- अतश्च प्रत्यक्षानुमानोपमानाप्तवचनानामपि प्रामाण्यमभ्यनुज्ञायत इति । ।
जीवापि य णं अक्खरस्स अणंतो भागो निच्चुघाडितओ” ( जति पुण सो विआविज्जा तेण जीवो अजीवत्तं पावेज्जा ) ( नन्दी. सू. ७५), अतः सर्वे सम्यग्दृष्टयः सर्वे च ज्ञानिनः, अतो विपर्ययो नास्ति मत्यज्ञान-श्रुताज्ञान- विभङ्गज्ञानरूप इति, अतः = अभावादेव विपर्ययान् = मत्यज्ञानादीन् नाश्रयते यतश्च छद्मस्थज्ञानानि सर्वाण्येवश्रुतेऽन्तर्भवन्ति, अतो यत् 'प्रत्यक्षमन्यत्' (अ.१,सू.१२) इत्यस्मिन् सूत्रे प्रतिज्ञातं नयवादान्तरेण तु यथा मति श्रुतविकल्पजानि भवन्ति तथा पुरस्ताद् वक्ष्याम इति तदुपपन्नम्, अस्मिंश्चोपपन्ने सर्वप्राणिनां सम्यग्दृष्टित्वात् ज्ञानित्वाच्च सर्वज्ञानानां प्रामाण्यम्, तदाहअतश्च प्रत्यक्षानुमानोपमानाप्तवचनानामपि प्रामाण्यमभ्युपगतं भवति । उक्तं चैपां प्राक् स्वरूपं હેમગિરા
ભાષ્યાર્થ અને આથી જ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ પણ પ્રમાણ તરીકે
-
સ્વીકાર્ય છે.
३२९
વિષયોના પરિચ્છેદમાં પ્રવર્તે ત્યારે તે સ્પર્શ, રસ વગેરેને તે તે સ્વરૂપે અનુભવે જ છે. તેમજ અજ્ઞાની જીવ પણ કોઈ નથી. અર્થાત્ જેમાં જરાક પણ જ્ઞાન વિદ્યમાન ન હોય તેવો કોઈ પણ જીવ આ નયના મતે નથી. કારણ કે આગમ (નંદીસૂત્ર-૪૨)માં કહ્યું છે કે સર્વે જીવોમાં અક્ષરનો અનંતમો ભાગ નિત્ય ઉઘાડો હોય છે. જો તે ભાગ પણ આવિરત થઈ જાય તો જીવ અજીવ બની જાય. આથી સર્વ જીવો સમ્યગ્દષ્ટિ અને જ્ઞાની છે. અને આથી જ મતિ અજ્ઞાન, શ્રુતઅજ્ઞાન કે વિભંગ જ્ઞાનરૂપ વિપર્યય નથી. તે આ પ્રમાણે અભાવ હોવાથી મતિ-અજ્ઞાનાદિનો આશ્રય શબ્દનય નથી કરતો. હવે જ્ઞાનો વિશે જણાવતા કહે છે જેથી કે બધા છદ્મસ્થ જ્ઞાનોનો શ્રુતજ્ઞાનમાં ૭ imp થઈ જાય છે. તેથી જ ‘ઋક્ષમ ' (અ.૧-સુ-૧૨)માં જે પ્રતિજ્ઞા કરેલી કે જુદા નયના ભેદે મતિ, શ્રુતના વિકલ્પો જે રીતે થાય છે તે રીતે આગળ ઉપર કહીશું.” તે વાત પણ (આ નયવાદાંતર(=શબ્દનય)ની દૃષ્ટિએ બે જ્ઞાનને વિચારતા) ઉપપન્ન (પૂર્ણ) થઈ. * ...તો અનુમાનાદિ પ્રમાણ પણ જ્ઞાન કહેવાય
66
જુદા
આ પ્રમાણે ઉપપન્ન થવાથી સર્વ પ્રાણીમાં સમ્યગ્દષ્ટિત્વ અને જ્ઞાનીપણું નિશ્ચિત થવાથી સર્વ જ્ઞાનોની પ્રમાણતા પણ સિદ્ધ થઈ, તે જણાવવા ભાષ્યમાં કહ્યું કે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આપ્તવચન (આગમ)ની પ્રમાણતા પણ માન્ય છે. પેલા (૧૨માં સૂત્રની ભાષ્ય-ટીકામાં) પૂર્વપક્ષીએ પ્રશ્ન ઉઠાવેલા કે “જો મિથ્યાદૃષ્ટિના મતિ આદિ અજ્ઞાન રુપ છે તો આ મિથ્યાર્દષ્ટિ એ માનેલા અનુમાનાદિ પ્રમાણેનો અંતર્ભાવ મતિ-શ્રુતમાં કઈ રીતે કરી શકાશે ? આના જવાબમાં ત્યાં કહેલું કે ‘‘નયવાદાન્તર'થી આ અંતર્ભાવ થઈ શકશે. પ્રસ્તુતમાં એ હકીકતની નયવાદથી સંગતિ કરી અંતમાં ઉપસંહાર કરતા વાચક પ્રવરે કહ્યું કે ‘‘તેથી પ્રત્યક્ષાદિ ચારે પ્રમાણ તરીકે સ્વીકાર્ય છે, સત્ય છે, પ્રમાણ રૂપ છે.” આ પ્રત્યક્ષાદિ સર્વેનું સ્વરૂપ પૂર્વે કહેવાઈ ગયું છે.