________________
३०६
• મધ્યવસાયસિં: સમfમક્ટ: • तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ समभिरूढमतोद्विभावयिषया आह- तेषामेव घटानां सतां विद्यमानानां वर्तमानकालावधिकानां सम्बन्धी योऽध्यवसायासङ्क्रमः स समभिरूढः, अध्यवसायो विज्ञानं तस्य विज्ञानस्योत्पादकत्वाभिधानमप्यध्यवसायस्तस्यासक्रमः अन्यत्र वाच्येष्वप्रवृत्तिः, नहि घट इत्यस्याभिधानस्य कुटो वाच्यः, कुटो इत्यस्य वा घट इति । अध्यवसायासक्रमं च दृष्टान्तेन भावयति- वितर्कध्यानवदिति । अन्यतमैकयोगानामेकत्वं वितर्कमिति वक्ष्यति नवमेऽध्याये (सू.४१), वितर्कः श्रुतं, वितर्कप्रधानं ध्यानं वितर्कध्यानं तद्वत् ।।
नन्वाद्येऽपि शुक्लभेदे वितर्कप्रधानता समस्ति ? नैवम्, तत्र सङ्क्रमाभ्युपगमात् ‘अविचारं द्वितीयम्' (अ.९, सू.४४) इति वचनात् एकत्ववितर्कपरिग्रह इति ।।
- હેમગિરા - # સમભિરૂટનરના અધ્યવસાયનો પરિચય # હવે સમભિરુઢનયની માન્યતાને જણાવતાં કહે છે કે વર્તમાનકાલીન અને સત્ = વિદ્યમાન જે ઘટાદિ પદાર્થો છે, તે સંબંધી અધ્યવસાયનું જે અસંક્રમ = પદાર્થાન્તરમાં અપ્રવૃત્તિ. તે સમભિરૂઢ નય કહેવાય છે. આ નય મુજબ અધ્યવસાય (= વિજ્ઞાન)નું ઉત્પાદક જે નામ (‘ઘટ’ શબ્દ) તે પણ અધ્યવસાય કહેવાય છે, એવા આ અધ્યવસાયની બીજા કોઈ વાચ્ય અર્થોમાં પ્રવૃત્તિ ન થઈ શકે કારણ કે ઘટ’ એવા નામ થકી “કુટ' પદાર્થ વાચ્ય ન બની શકે. “ઘટ’ નામ એ ઘટ પદાર્થનો જ અધ્યવસાય કરાવવા સુધી સીમિત છે. એ જ રીતે ‘કુટ’ શબ્દ પણ કુટને જ જણાવે ઘટને ના જણાવે. (આશય એ છે કે એક શબ્દથી થતો અધ્યવસાય અન્ય શબ્દ (અર્થ)માં સંક્રમણ ન કરે)
અધ્યવસાયના અસંક્રમને દષ્ટાંતથી સમજાવતા કહે છે કે સૂત્ર ૯૪૧માં દર્શાવેલ એકત્વવિતર્કવિચાર નામનો શુકલધ્યાનનો બીજો ભેદ તે જેમ મન આદિ યોગોમાંથી કોઈ એક યોગમાં જ પ્રવર્તે છે. તેમ આ સમભિરૂઢ નયમાં પણ એક શબ્દ એક પદાર્થના જ અધ્યવસાયમાં વર્તે. બીજા અધ્યવસાયમાં સંક્રમ ન પામે. સૂત્ર ૯૪૧માં શુક્લ ધ્યાનના જે ભેદ કહ્યા છે, તેમાં પ્રથમ પૃથકત્વવિતર્ક છે અને બીજો ભેદ એકત્વ વિતર્ક છે. આ બન્ને ભેદો વિતર્ક એટલે શ્રુતની પ્રધાનતાવાળા હોય છે. પ્રસ્તુતમાં બીજા ભેદને દષ્ટાંત તરીકે ગ્રહણ કરેલ છે.
શંકા - શુક્લ ધ્યાનનો પ્રથમ ભેદ (પૃથકત્વ વિતર્ક) પણ વિતર્કની પ્રધાનતાવાળો જ છે. ! તો તેનું દષ્ટાંત કેમ ન લઈ શકાય ?
સમાધાન - વિતર્કની પ્રધાનતા ભલે હોય પણ પ્રથમ ભેદમાં સંક્રમનો સ્વીકાર કરેલ છે, એથી એનું ગ્રહણ ન કરી શકાય પરંતુ સૂત્ર ૯૪૪માં “એકત્વવિતર્ક નામનો બીજો ભેદ ‘વિચારરહિત હોય છે” એમ કહી આ બીજા ભેદમાં અર્થ અને વ્યંજનનું તેમજ મનાદિ યોગનું એકમાંથી બીજામાં સંચરણ સ્વરૂપ સંક્રમણનો નિષેધ કર્યો છે. આથી જ અહીં એકત્વવિતર્ક નામક બીજા શુક્લધ્યાનના ભેદનું જ દષ્ટાંતરૂપે ગ્રહણ કર્યું છે.
૧. વીચ પ્રવૃત્તિ: ઉં.