________________
३०५
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• સાઋત-સમfમસ્જમીષદ: • भाष्य- तेष्वेवं साम्प्रतेषु नामादीनामन्यतमग्राहिषु प्रसिद्धपूर्वकेषु घटेषु सम्प्रत्ययः साम्प्रतः शब्दः।। तेषामेव साम्प्रतानामध्यवसायासक्रमो वितर्कध्यानवत् समभिरूढः ।।
अधुना साम्प्रताभिप्रायं निरूपयति- तेष्वेवेत्यादि । ऋजुसूत्राभिप्रेतेषु वर्तमानकालावधिकेषु नाम-स्थापना-द्रव्य-भावघटानां ये वाचकाः शब्दास्ते चान्यतमग्राहिणः यस्माद् यस्य शब्दस्य नम्यमानः पदार्थो वाच्यो न तस्य स्थापना, यस्य वा स्थापना न तस्य द्रव्यं, यस्य द्रव्यं न तस्यभावः इत्यतो नामादीनां घटानां ये शब्दाः अन्यतमं नाम-स्थापनादिकं गृह्णन्ति तेऽन्यतमग्राहिणस्तेषु शब्देषु उच्चारितेष्वन्यतमग्राहिषु यद् विज्ञानं स साम्प्रतः, ते च शब्दा यदि प्रसिद्धाः पूर्वं भवन्ति निर्ज्ञाताभिधेयसम्बन्धाः अस्येदं वाच्यमित्यनेन रूपेण, तथा गमका इत्येतदाह- प्रसिद्धपूर्वकेषु, प्रसिद्धः पूर्वो येषां प्रथमः सङ्केतस्ते प्रसिद्धपूर्वकास्तेषु नामादीनामन्यतमवाचकेषु सम्प्रत्यय इति ।।
- હેમગિરા - ભાષ્યાર્થ - તે ઋજુસૂત્રનય-અભિમત વર્તમાનકાલીન, વિદ્યમાન (= સતુ) પદાર્થોમાં જ પૂર્વ પ્રસિદ્ધ એવા નામાદિમાંથી કોઈપણ એકના ગ્રાહક એવા ઘટ શબ્દને વિશે થનાર જ્ઞાન તે સાંપ્રત = શબ્દ નય કહેવાય. વળી તે જ સાંપ્રતનયના અધ્યવસાયનું વિતર્ક ધ્યાનની જેમ અસંક્રમ ને સમભિરૂઢનય કહેવાય છે. અધ્યવસાય તે ઋજુસૂત્ર નય છે. આ નય અતીત, અનાગત કાલીન અને પરકીય વસ્તુને અસત્ માને છે. વર્તમાનકાલીન અને સ્વકીય વસ્તુને જ સત્ રૂપ માને છે. સાંપ્રત નયના અભિપ્રાયનું નિરૂપણ કરે છે.
* સાંપ્રત નયના અધ્યવસાયની સમજ ૪ સાંપ્રત (શબ્દ) નયના મત મુજબ ઋજુસૂત્રને અભિપ્રેત વર્તમાનકાળની અવધિવાળા એવા નામ ઘટ, સ્થાપના ઘટ, દ્રવ્ય ઘટ, ભાવ ઘટાદિના જે વાચક ઘટ શબ્દો છે તે શબ્દો આ નામાદિ ચારમાંથી કોઈ એકના જ ગ્રાહક બને છે. કારણ કે જે “ઘટ’ શબ્દથી નામ કરાતો પદાર્થ વાચ્ય બિને તે શબ્દથી સ્થાપના રુપ પદાર્થ (સ્થાપના ઘટ) વાચ્ય નથી. અથવા તો જે શબ્દથી સ્થાપના (ઘટ) પદાર્થ વાચ્ય છે તે શબ્દથી દ્રવ્યરૂપ પદાર્થ વાચ્ય નથી, અને જે શબ્દથી દ્રવ્ય વાચ્ય છે. તે શબ્દથી ભાવ પદાર્થ વાચ્ય નથી. આ રીતે જે શબ્દો નામઘટ, સ્થાપનાઇટ આદિ ચારમાંથી કોઈ એકનું ગ્રહણ કરે તેવા અન્યતમગ્રાહી શબ્દોનો ઉચ્ચાર કરતા જે “વિજ્ઞાન થાય તે સામ્પત શબ્દ ન કહેવાય. સાથે એ પણ જાણવું કે આ શબ્દો પૂર્વે પ્રસિદ્ધ થયેલા હોવા જોઈએ. અર્થાત્ વાચ્ય-વાચક સંબંધના નિશ્ચયવાળા હોવા જોઈએ. ભાવાર્થ એ છે કે આ ઘટાદિ વાચક શબ્દથી આ ઘટાદિ પદાર્થો વાચ્ય છે એવો સંકેત પૂર્વે પ્રસિદ્ધ થઈ ગયો છે જેનામાં તેવા નામાદિ ચાર ઘટાદિમાંથી કોઈપણ એકનો વાચક જે ઘટાદિ શબ્દ તે વિશે થતો જે સમ્રત્યય વિજ્ઞાન તે સામ્પ્રત નય કહેવાય છે.
9. તેવેવ સત્સ સ" તો.. ૨. તે શા મુસં (ઉં,મ) રૂ. પ્રથમ મુ. (,રા) I