________________
• ભૂમિકા •
તત્ત્વાર્થાધિગમસૂત્ર શ્રી કુંદકુંદાચાર્યના એક જ ગ્રંથમાં સ્થાવરના ભેદમાં જે ૩ અને ૫ ની બંન્ને સંખ્યા એક જ ઠેકાણે ઉપલબ્ધ થાય છે તેથી શું એમ માનશો કે પંચાસ્તિકાય બે ભિન્નાચાર્યોની રચના છે અથવા માત્ર એક સંકલિત ગ્રન્થ છે.
આ વર્ગીકરણની બંને શૈલીમાં કોઈ સૈદ્ધાન્તિક વિરોધ પણ નથી. જ્યારે ષડૂજીવનિકાયનું એકેન્દ્રિય અને બેઇન્દ્રિયાદિની અપેક્ષાએ વર્ગીકરણ કરવાનુ હોય ત્યારે પૃથ્વી આદિ પાંચને એક વર્ગમાં અને ત્રસને બીજા વર્ગમાં રાખે છે. પણ જ્યારે ગતિશીલતાની અપેક્ષાએ વર્ગીકરણ કરાય છે ત્યારે પૃથ્વી આદિ ત્રણને સ્થાવર તથા અગ્નિ અને વાયુને ત્રસ કહેવાય છે. અથવા “સ્થળનશીનાઃ સ્થાવરા” આ વ્યુત્પત્તિથી “સ્વભાવથી સ્થિર જ રહે” એનુ નામ સ્થાવર. પૃથ્વી, અપુ, વનસ્પતિ સ્થિર રહેવાવાળા છે એથી આ ત્રણેને જ સ્થાવર કહેવું અનુચિત નથી.
૨૨
જો કે નદી આદિના પ્રવાહાદિ દેખાય છે તેથી અપ્કાયને સ્થાવર કઈ રીતે કહેવાય? એવી શંકા થશે. પણ એ શંકા બરાબર નથી કારણ કે સ્થળના નીચાપણાના કારણથી જલનું ગમન છે, નહિ કે સ્વભાવથી. આ રીતે આમાં બીજાની સહાયથી ગમન થાય છે પણ અગ્નિ, વાયુની જેમ સ્વતઃ ગમન નથી તેથી અપ્લાયને સ્થાવર કહેવાય છે. અગ્નિ અને વાયુ તો સ્વભાવથી જ ગમન કરે છે એથી એમને ત્રસ માનવામાં કોઈ બાધા નથી.
સુખ-દુઃખની ઇચ્છાથી હલન-ચલન કરે એને જ ત્રસ કહેવાય બીજાને નહિં જ. એવું એકાંતે ન કહી શકાય, કારણ કે લોકમાં કહેવાતી ‘ત્રસરેણું' (બારી આદિમાંથી આવતા તડકાના કિરણોમાં ઉડતા દેખાતા ધૂળ જેવા કણીયા) જડ પદાર્થમાં છે કે જે સ્વભાવથી સ્થિર છતાં વાયુ આદિના કારણે પૂર્વાદિ દિશામાં ઉડે છે. પરપ્રેરિત તે સૂક્ષ્મ ધૂલના કણો' વ્યવહા૨થી જેવી રીતે ‘ત્રસરેણુ’ તરીકે કહી શકાય તેવી જ રીતે ‘સ્વાભાવિક ગમનના સ્વભાવવાળા' = ગમન્નશીલ એવી વ્યુત્પત્તિના આધારે વાયુ અને અગ્નિને પણ ત્રસ કહી શકાય છે. અલબત્ત એમને સ્વાભાવિક ગતિના કારણે ત્રસ કહીશું, પણ તેઓમાં સુખ-દુ:ખહેતુક હલન-ચલન ન હોવાથી લબ્ધિથી સ્થાવર કહીશું.
ધવલા ટીકામાં સ્થાવરનામકર્મના ઉદયથી અગ્નિ અને વાયુને સ્થાવર કહ્યા છે તથા શ્રી કુન્દકુન્દ્રાચાર્યની પંચાસ્તિકાયની ટીકામાં શ્રી જયસેનાચાર્યજીએ પૃથ્વી-અપ્-વનસ્પતિ - એ ત્રણને સ્થાવર નામકર્મના ઉદયથી સ્થાવર કહ્યા છે પણ વાયુ-અગ્નિને પાંચ સ્થાવરમાં વર્ગીકૃત કરવા છતાં પણ ચલનક્રિયા દેખાતી હોવાથી વ્યવહારથી ત્રસ કહેવાય છે. આ પ્રમાણે દિગંબર ગ્રંથોમાં પણ સ્થાવરનામકર્મનો ઉદય અથવા નિશ્ચય અને વ્યવહારની અપેક્ષાએ એકેન્દ્રિયમાં ત્રસ-સ્થાવર બંનેનો સમન્વય સાધ્યો છે. એથી આ વ્યાખ્યાની ભિન્ન શૈલીની અપેક્ષાએ પ્રશમરતિકાર અને ભાષ્યકાર જુદા છે એમ ન કહી શકાય. ૪. પં. શ્રી નાથુરામ પ્રેમીજી લખે છે કે “દિગંબરીય પટ્ટાવલીઓમાં, શિલાલેખોમાં પરસ્પર વિરોધો દેખાય છે એકવાક્યતા નથી. માટે એ પટ્ટાવલી વગેરેની પ્રામાણિકતા સંદિગ્ધ છે. અને આ જ દશા શ્વેતામ્બરીય પટ્ટાવલીયોની પણ છે એથી શ્રી ઉમાસ્વાતિજી યાપનીય સંપ્રદાયના હશે એવી સંભાવના કરાય છે.”
-
સમીક્ષા A. જિનસેનનું હરિવંશ પુરાણ પણ એ જ પુન્નાટસંઘનો ગ્રંથ છે કે જે યાપનીયોના ""પુન્નાગવૃક્ષમૂલગણ" માંથી આવ્યો છે. તેમાં વી. સં. ૬૮૩ ની પછીના પોતાની પરમ્પરાના આચાર્યોની એક લાંબી સૂચી આપેલી છે. જેમાં અનેક યાપનીય આચાર્યો છે છતાં એ સૂચીમાં શ્રી ઉમાસ્વાતિજીનું