________________
२९४
तत्त्वार्थाधिगमसूत्रम् १/३५
♦શન્દ્ર-સામ્પ્રતનક્ષમ્
भाष्य- यथार्थाभिधानं शब्दः । । नामादिषु प्रसिद्धपूर्वाच्छब्दादर्थे प्रत्यय: साम्प्रतः । ।
शब्दनयस्य त्रिभेदस्य लक्षणप्रचिकाशयिषया आह- यथेति ।
येन प्रकारेण भावरूपेण नाम-स्थापना - द्रव्यवियुतेनार्थो घटादियथार्थः तस्याभिधानं शब्दः यथार्थाभिधानं, तदाश्रयी योऽध्यवसायः स शब्दनं योऽभिधीयते । वर्तमानमात्मीयं विद्यमानं भावघटमेवाश्रयति નૈતરાનિતિ।।
इदानीमस्य शब्दनयस्य यत् पुरस्तात् त्रैविध्यं दर्शितं 'शब्दस्त्रिभेदः साम्प्रतः, समभिरूढ, एवम्भूत' इति, अस्याद्यभेद - लक्षणोद्विभावयिषया आह- नामेत्यादि । नाम-स्थापना-द्रव्य-भावेषु नम्यमाने वस्तुनि घटादौ स्थाप्यामाने वाऽऽकारात्मना द्रव्ये च गुणसन्द्रावात्मके भावे च प्रतिविशिष्टपर्यायरूपे → હેમગિરા
ભાષ્યાર્થ :- યથાર્થ નામ તે શબ્દ. નામાદિમાં પૂર્વ પ્રસિદ્ધ એવા શબ્દથી અર્થ વિશે થતો જે પ્રત્યય (બોધ) તે સાંપ્રત કહેવાય.
* શબ્દનયના ત્રણ ભેદ
ત્રણ ભેદવાળા શબ્દ નયના લક્ષણને પ્રકટ કરતા પ્રથમ શબ્દના લક્ષણને કહે છે.
નામ, સ્થાપના અને દ્રવ્યથી રહિત માત્ર ભાવરૂપ પ્રકાર (ભાવ નિક્ષેપ) દ્વારા જણાતાં ઘટાદિ અર્થ યથાર્થ ગણાય, એવા યથાર્થ ભાવોનો જે વાચક શબ્દ તે યથાર્થ અભિધાન કહેવાય. આ યથાર્થ અભિધાનને આશ્રયી જે અધ્યવસાય વર્તે છે તેને ‘શબ્દનય’ કહેવાય. આ નય વર્તમાનકાલીન, આત્મીય અને વિદ્યમાન ભાવ ઘટનો જ આશ્રય કરે છે. ઇતર એવા નામાદિ ઘટનો નહીં.
આ નયના જે પૂર્વે ત્રણ ભેદ દેખાડ્યાં હતાં કે- ‘‘શબ્દનય સાંપ્રત, સમભિરૂઢ અને એવંભૂત એમ ત્રણ ભેદે છે.’ તેમાંથી પ્રથમ ભેદના લક્ષણને ઉદ્ભાવન કરવાની ઈચ્છાથી કહે છે * સામ્પ્રતનયને જાણીએ
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ રૂપ ઘટાદિમાં અર્થાત્ ‘ઘટ’ એવા નામકરણ રૂપ નામઘટમાં તથા ઘટાદિના આકારાત્મક રૂપ સ્થાપના-ઘટમાં તથા ઘટના ગુણને પામવા યોગ્ય દ્રવ્ય ઘટમાં, તેમજ એક વિશિષ્ટ કક્ષાના (જલાહરણ ક્રિયામાં સમર્થ એવા) પર્યાય રૂપ ભાવ ઘટ વિશે સંજ્ઞાસંશી સંબંધના ગ્રહણ કાળમાં તે નામાદિ ઘટના વાચક તરીકે પ્રસિદ્ધ થયેલ અભિધાન રૂપ જે ઘટ’ આદિ શબ્દ છે, તે શબ્દો ઘટાદિના નામ, સ્થાપના, દ્રવ્ય તેમજ ભાવના વાચક છે. આશય એ છે કે ઘટ' શબ્દ આ ચારે પ્રતિવિશિષ્ટ પર્યાયનો વાચક છે. આ પ્રમાણે “આ (ઘટાદિ) નામ આ (ઘટાદ) અર્થના જ વાચક છે” એવા પૂર્વપ્રસિદ્ધ અને વાચ્ય-વાચકરૂપ સંબંધથી સૂચિત અથવા યોગ્યતા લક્ષણ સંબંધથી જણાએલ અભિધાન=શબ્દથી થતી ઘટાદિ અર્થના પ્રતીતિ રૂપ જે વિજ્ઞાન કે અધ્યવસાય તે સામ્પ્રત નયનું લક્ષણ છે
છુ. વારબેન મુ. (માં.) ૨. નયતયામિધી સું.મુ.(માં.) રૂ. ક્ષાવિ રાA