________________
२७८ • નૈમિન પણT •
तत्त्वार्थाधिगमसूत्रम् १/३४ अत्यन्तं विशेषेभ्योऽन्यत्वरूपेण सत्तामात्रेण, तथा विशेषेणापि विशेषबुद्धिहेतुना विशेषवचनहेतुना च अत्यन्तं सामान्यादन्यत्वरूपेण व्यवहरति परमाणुनिष्ठितेन, तथा सामान्यविशेषेणापि गवादिना सर्वगोपिण्डेष्वनुवृत्त्यात्मकेन अश्वादिव्यावृत्त्यात्मकेन च व्यवहरति, यथा लोको व्यवहरति तथाऽनेन व्यवहर्तव्यमिति, लोकश्चोपदिष्टैः प्रकारैः समस्तैर्व्यवहरति । प्रवचने च वसति-प्रस्थकनिदर्शनद्वयेन विभावितः, काणभुजराद्धान्तहेतुरवगन्तव्यः।
अभेदेन सङ्ग्रहणात् सर्वस्य सङ्ग्रह्णाति इति सङ्ग्रहः। यदि भवनाभिसम्बद्धस्यैव भावस्य भावत्वमभ्युपगम्यते ततः परिसमापितात्मस्वरूपत्वाद् भावस्य भ्रान्तिसमुपनिबन्धनघटादिविकल्प
- હેમગિરા - આ નૈગમનય સામાન્ય બુદ્ધિમાં હેતુ અને સામાન્ય વચનમાં હેતુ એવા માત્ર સત્તા રુપ સામાન્ય વડે પણ વ્યવહાર કરે છે. પણ આ સામાન્યને વિશેષથી અત્યંત ભિન્ન માને છે. તેમજ સામાન્યથી અત્યંત ભિન્ન સ્વરૂપવાળો એવું જે વિશેષ છે કે જે ઘટાદિ વિશેષ બુદ્ધિમાં તથા વિશેષવચનમાં હેતુ રુપ છે, તે વિશેષ વડે પણ આ નૈગમનય વ્યવહાર કરે છે. તેમજ સર્વ ગાયોમાં અનુવૃત્તિ આત્મક (સામાન્ય “ગોત્વ') તથા અશ્વાદિની વ્યાવૃત્તિ આત્મક (વિશેષ ગાય) એવા સામાન્ય-વિશેષ (ગોત્વ જાતિ/ગાય વ્યક્તિ) ઉભયરૂપ વડે પણ વ્યવહાર કરે છે. આશય એ કે નૈગમન સામાન્ય, વિશેષ અને ઉભય સામાન્ય-વિશેષ આ ત્રણેનો સ્વીકાર કરે છે, પણ સામાન્ય અને વિશેષને એક બીજાથી અત્યંત ભિન્ન રૂપે સ્વીકારે છે. લોકો જે રીતે વ્યવહાર કરતાં હોય છે તે રીતે આ નૈગમ નય વ્યવહાર કરે છે અને આ લોક તો ઉપદિષ્ટ (જેટલા પ્રકાર એક વસ્તુને આશ્રયી થતા હોય તેટલા) સમસ્ત પ્રકારો વડે વ્યવહાર કરે છે. શાસ્ત્રોમાં વસતિ અને પ્રસ્તક એ બે દષ્ટાન્ત વડે આ નયોને સમજાવવામાં આવ્યા છે. આ નૈગમને આશ્રયી ચાલનાર કાણભુજ = વૈશેષિક મત છે તેમના સિદ્ધાંતો આ નયથી નિર્માણ થયેલા છે. અર્થાત્ કાણભુજના સિંદ્ધાતોમાં આ નય હેતુ છે.
# વિકલ્પ બ્રાતિમૂલક- સંગ્રહનચ & સંગ્રહ નય :- સામાન્યથી અભેદ વડે સર્વ વસ્તુઓનો સંગ્રહ કરે તે સંગ્રહ નય. આ નય વસ્તુમાત્રને “સત્તા'રૂપ જ માને છે. ‘મૂ' ધાતુ સત્તા અર્થમાં છે. “ભવન” શબ્દ ‘મૂ' ધાતુ પરથી બનેલ છે ભવન એટલે સત્તા. એથી આ નય સત્તાથી યુક્ત ભાવને = પદાર્થને ભાવ (સત) તરીકે સ્વીકારે છે. હવે આ નય પોતાની વાતને પુષ્ટ કરતા કહે છે કે જો સત્તાથી અન્વિત થયેલા જ અર્થાત્ સત્તાની પ્રધાનતાને લઈને જ ઘટાદિ ભાવોનું ભાવત્વ હોય અર્થાત્ પદાર્થોને ભાવ (સ) તરીકે સ્વીકારવામાં આવે તો પછી આવા ઘટાદિ ભાવોનું સ્વતંત્ર ઘટ-વ્યક્તિ તરીકેનું કોઈ સ્વરૂપ તો માનવાનું રહ્યું જ નથી એથી સત્તા સિવાયનું અન્ય સ્વરૂપ તો સમાપ્ત (નષ્ટ) થયેલું જ ગણાય. અને તેમ હોવાથી ભાવ (= પદાર્થ)ના ઘટ, પટ આદિ વિકલ્પો કરવા એ ભ્રાંતિ રુપ જ ગણાય. અર્થાત્ એવા ભ્રાંતિજન્ય ઘટ-પટાદિ વિકલ્પો સત્તામાં જ અંતર્ગત હોવાથી તેની ભિન્ન કલ્પના અનર્થરૂપ છે. અહીં ઘટાદિ વિકલ્પોને ભ્રાંતિ રુપ કેમ કહ્યાં? તેનું કારણ જણાવતાં આ સંગ્રહ નયની દૃષ્ટિને આશ્રયીને રહેલાં જે અદ્વૈત વાદીઓ છે તેઓ કહે છે કે + ૨. મેગ્યો" મુ..(મ.ઈ.). ૨. “નિશ્વિતે રજA.I રૂ. 1. ર. ટ.રૂદ્ ા ૪. “હાત્ મુ.(મ.T.) ૬. “પત્ય મુ(મ.)!