________________
२७६
• अवसरप्राप्तचारित्रानभिधाने हेतुपदर्शनम् • तत्त्वार्थाधिगमसूत्रम् १/३३ भाष्य- उक्तं ज्ञानम्। चारित्रं नवमेऽध्याये वक्ष्यामः । प्रमाणे चोक्ते। नयान वक्ष्यामः ।.
सम्प्रति दार्टान्तिके योजयति-तद्वन्मिथ्यादर्शनेनोपहतेन्द्रिय-मनस्कस्य मति-श्रुतावधयस्त्रयोऽप्यज्ञानमेव भवन्ति, एकनयमतसमाश्रयणे तु न सर्ववस्तुपरिच्छेदः, न च तावन्मात्रं तद् वस्तु, नयमतान्तरेणान्यथापि परिच्छेदात्, अतः अज्ञानता त्रयाणाम्, सर्वनयसामग्रीप्रत्ययेनैकैकनयावलम्बी प्रत्ययो निवर्त्यत इति विद्यते हि सर्वनयसामग्रीप्रत्ययो बाधक इति । ।३३ ।।
प्रकृतपरिसमाप्ति सूचयति- उक्तं ज्ञानम्, सम्यग्दर्शन-ज्ञान-चारित्राणीत्युपक्षिप्तं त्रयमिति, सम्प्रत्यवसरप्राप्त चारित्रं, तच्चेह लब्धावकाशमपि नाभिधीयते, यत इहाभिधायापि पुनः संवरप्रस्तावे ‘आश्रवनिरोधः
– હેમગિરા ૦ ભાષાર્થ :- જ્ઞાનની પ્રરૂપણા થઈ ચારિત્રપદને નવમાં અધ્યાયમાં કહીશું તેમજ બે પ્રમાણ (પ્રત્યક્ષ-પરોક્ષ') પણ કહેવાયા. નયોને હવે કહીશું. સોનું અને સોનાને ઢેફ કહેતો વિપરીત અર્થનો ગ્રાહી છે. તેથી તેનું કુત્સિત્ એવું જ્ઞાન અજ્ઞાન જ છે. પણ એ ઉન્મત્તનું આ (સાચુપણ) જ્ઞાન મિથ્થારૂપ જ છે કારણ કે ઢેફાને સોના તરિકે, સોનાને ઢેફા તરિકે અવિશેષપણે સમ્મતિ આપે છે અર્થાત્ વિપરીત અધ્યવસાયગ્રસિત જ્ઞાન છે. તેથી એમનું સત્યપણ) જ્ઞાન અજ્ઞાનરૂપ છે. આ દૃષ્ટાંત ને ભાષ્યકાર હવે પ્રસ્તુત દાર્રાન્તિકમાં ઘટાડતાં કહે છે કે- ઉન્મત્ત માણસની જેમ મિથ્યાદર્શનથી હણાએલી ઈન્દ્રિય અને બુદ્ધિ = મનવાળાના મતિ શ્રુત અને અવધિ એ ત્રણે અજ્ઞાન જ હોય છે.
* સર્વનરાશ્રિત જ્ઞાન એકનયાવલંબી જ્ઞાનમાં બાધક | મિથ્યાષ્ટિ ક્યારે પણ એક નયને આશ્રયી વિચારે છે અને એક નયને આશ્રયી તો સર્વ વસ્તુઓનો પરિચ્છેદ ન થઈ શકે. વસ્તુનું સ્વરૂપ એટલું સીમિત નથી કે એક નયથી જાણી શકાય. બીજા-બીજા નયોથી વસ્તુનો વધુ સ્પષ્ટ-સ્વચ્છ અને વિસ્તૃત બોધ થાય છે. આથી એક જ નયને આશ્રયી વિચાર કરનારાઓના મતિ-આદિ ત્રણે અજ્ઞાન રુપ બને છે. પણ જ્યારે સમસ્ત નયરૂપ (સ્યાદ્વાદ)સામગ્રીથી વાસ્તવિકતાની પ્રતીતિ થાય ત્યારે એક એક નયને અવલંબીને રહેલું જ્ઞાન નિવૃત્ત (ખંડિત) થઈ જાય છે. ૩૩
'' એ પ્રસ્તુતમાં જે (જ્ઞાન)નું વિવરણ ચાલતું હતું તેના “પરિસમાપ્તિ'નું સૂચક પદ છે. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, આ ત્રણના વિવરણનો પ્રારંભ આ પ્રથમ અધ્યાયમાં કરેલ છે. તેમાં સમ્યગ્દર્શન અને સમ્યગ્રજ્ઞાનનું વિવેચન પુરું થયું. હવે સમ્યગ્રચારિત્રનો અવસર છે. છતાંય અત્યારે એની પ્રરૂપણા નથી કરતા કારણ કે આગળ “સંવર'ના પ્રસ્તાવમાં આશ્રવનો નિરોધ એ સંવર છે + સૂ. ૯-૧ તથા “તે સંવર ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહજય અને ૧. પૂર્વપક્ષીએ ૩૨મા સૂત્રની ટીકામાં - મિથ્યાષ્ટિના સ્પર્શાદિ જ્ઞાનો તે અજ્ઞાનરૂપ નથી એ વાતને પુષ્ટ કરતાં કહ્યું હતું. કે છીપમાં રજત બુદ્ધિ થઈ તે ‘મિથ્યા જ છે' તેવો નિર્ણય એનાથી વિપરીત “શુક્તિ'નું જ્ઞાન આવે તો થાય. જો કોઈ બાધકશાન ત્યાં ન થાય તો થયેલું રજત જ્ઞાન સત્ય ઠરે, એને મિથ્યા ન કહેવાય. એ જ રીતે વર્તમાનમાં થતાં સ્પર્ધાદિ જ્ઞાનોએ અજ્ઞાનૈરૂપ છે, એ કયા બાધક જ્ઞાનના બળે કહેવાય ? તેનું સચોટ સમાધાન આપતાં અત્યારે ગ્રંથકારશ્રી કહે છે કે જ્યારે સર્વ નાલંબી જ્ઞાન હાજંર થાય ત્યારે એક નયને આશ્રયી થતું જ્ઞાન નિવર્તન પામે છે. સર્વ નવાવલંબી જ્ઞાન એક નયાંવલંબી જ્ઞાનમાં બાધકરૂપ બને છે. તેથી એક નયાવલંબી જ્ઞાન બાધિત થઈ મિથ્યા ઠરે અને તેથી અજ્ઞાનરૂપ છે તે સિદ્ધ થાય છે. ૩૩ી.