________________
२७२
• आद्यत्रयज्ञानेषु विपर्ययसंभवः • तत्त्वार्थाधिगमसूत्रम् १/३२ भाष्य- अत्राह- उक्तं भवता सम्यग्दर्शनपरिगृहीतं मत्यादि ज्ञानं भवत्यन्यथाऽज्ञानमेवेति। मिथ्यादृष्टयोऽपि च भव्याश्चाभव्याश्चेन्द्रियनिमित्तानविपरीतान् स्पर्शादीनुपलभन्ते, उपदिशन्ति च स्पर्श स्पर्श इति रसं रस इति, एवं शेषान, तत् कथमेतदिति ?। एतदाह- मिथ्यादर्शनेत्यादि । मिथ्यादर्शनेन तत्वार्थाश्रद्धानरूपेण परिग्रहो यदा मत्यादित्रयस्य तदा विपरीतग्राहकत्वं अयथार्थवस्तुपरिच्छेदित्वम् एतेषामिति मति-श्रुतावधीनां तस्मात् कारणात् अज्ञानानि= कुत्सितान्ययथार्थपरिच्छेदीनि भवन्ति मत्यादीनि । मिथ्यादृष्टिपरिगृहीता मतिर्मत्यज्ञानं, मिथ्यादृष्टिपरिगृहीतं श्रुतं श्रुताज्ञानं, मिथ्यादृष्टिपरिगृहीतोऽवधिर्विभङ्ग इति । विभङ्ग इत्यस्य चार्थ प्रकाशयतिअवधिर्भवक्षयोपशमनिमित्तो विपरीतः=अन्यथावस्तुपरिच्छेदी विभङ्ग इति, यथावस्थितवस्तुपरिच्छेदि च प्रमाणमिष्टं न चैतत् तथेत्यतः अप्रामाण्यं मिथ्यादृष्टिपरिगृहीतानामिति । अत्राप्रामाण्ये ख्यापिते मिथ्यादृष्टिपरिगृहीतस्य मत्यादित्रयस्य नोदक आह- उक्तं भवता प्रतिपादितं त्वया सम्यग्दर्शनेन
હેમગિરા - ભાષ્યાર્થ - પ્રશ્ન :- તમે કહ્યું કે સમ્યગ્દર્શન પરિગૃહીત જે મતિઆદિ છે તે જ જ્ઞાન રુપ હોય છે. અન્યથા અજ્ઞાન જ છે. પણ મિથ્યાષ્ટિ એવા ભવ્ય-અભવ્ય જીવો પણ ઈન્દ્રિય નિમિત્તે થનારા સ્પર્ધાદિ અર્થોને અવિપરીત (યથાર્થ) પણે મેળવે જ છે. અને સ્પર્શનું સ્પર્શ તરિકે, રસનું રસ તરિકે તથા શેષ ગંધાદિનું પણ તે તે રુપે કથન કરે જ છે. તો પછી મિથ્યાષ્ટિથી ગૃહીત જ્ઞાનને અજ્ઞાન શા માટે કહ્યું? છે અને મિથ્યાષ્ટિને થતો બોધ તે અજ્ઞાન છે. આજ વસ્તુને આગળ કહીએ છીએ.
તત્ત્વની અશ્રદ્ધારૂપ મિથ્યાદર્શન વડે આ મતિ, શ્રત અને અવધિમાં અયથાર્થ વસ્તુ પરિચ્છેદકતા અર્થાત વિપરીત ગ્રાહકતા રહી છે અને તેમ થવાથી આ ત્રણે મતિ આદિ જ્ઞાનો અયથાર્થનાં ગ્રાહક અજ્ઞાન કહેવાય છે. મિથ્યાદષ્ટિથી પરિગૃહીત મતિ તે મતિ અજ્ઞાન. મિથ્યાદૃષ્ટિથી પરિગ્રહીત શ્રુત તે શ્રુત અજ્ઞાન.
# મિથ્યાષ્ટિથી પરિગૃહીત અવધિ તે વિભંગ ક ‘વિભંગ' શબ્દના અર્થને સ્પષ્ટ કરતા કહે છેઃ- ભવના નિમિત્તે અને ક્ષયોપશમના નિમિત્તે ઉત્પન્ન થતું અવધિજ્ઞાન જયારે વિપરીત (અન્યથા) વસ્તુનો પરિચ્છેદ કરે ત્યારે વિભંગ કહેવાય. જે યથાર્થ વસ્તુનું પરિચ્છેદી છે તેજ પ્રમાણ તરીકે ઈષ્ટ છે, મિથ્યાદષ્ટિ પરિગૃહીત મતિ આદિ આવા નથી તેથી પ્રમાણાભાસ છે. મિથ્યાષ્ટિ પરિગૃહીત મતિ આદિ ત્રણ અપ્રમાણ છે એમ સાંભળી શકાકાર પ્રશ્ન કરે છે.
# મિથ્યાષ્ટિના જ્ઞાનનું સ્વરૂપ * પૂર્વપક્ષ :- તમે પ્રતિપાદન કર્યું કે જીવ, અજીવાદિ તત્ત્વોની શ્રદ્ધા રુપ જે સમ્યગ્દર્શન છે. ૨. યથાવ વ મ સં.1