SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ २६४ • केवलज्ञानेनाभिभूतानि शेषज्ञानानि • तत्त्वार्थाधिगमसूत्रम् १/३१ भा० किन्तु तदभिभूतत्वादकिञ्चित्कराणि भवन्तीन्द्रियवद् । यथा वा व्यभ्रे नभसि आदित्य उदिते भूरितेजस्त्वादादित्येनाभिभूतान्यन्यतेजांसि ज्वलन-मणि-चन्द्र-नक्षत्रप्रभृतिनी प्रकाशनं प्रति अकिञ्चित्कराणि भवन्ति तद्वदिति। स्वमर्थं न प्रकाशयन्ति ? उच्यते- अभिभवात्, तदाह- किन्त्वभिभूतत्वात्-तिरस्कृतत्वात् हतप्रभावत्वात्, अकिञ्चित्कराणि=न किञ्चिदपि कर्तुं प्रकाशनं प्रभवन्ति। तत्र दृष्टान्तमाह- इन्द्रियवत् यथा हि केवलिनः सदपि चक्षुरादीन्द्रियं न व्याप्रियते विषयग्रहणं प्रति, प्रकाशितत्वात् केवलज्ञानेन, एवं मत्यादिचतुष्टयमपि अकिञ्चित्करं, तदीयस्य ज्ञेयस्य केवलभास्वता प्रकाशितत्वात्। ___ अथैतदपि सन्दिह्यते भगवतः केवलिनो यन्नेत्रं तद् विषयग्रहणं प्रति, अकिञ्चित्करमिति, एवं सति असन्देहरूपं दृष्टान्तं दर्शयामः- यथा वा व्यभ्र इत्यादि, येन वा प्रकारेणैतत् स्थितं लोके, विगतान्यभ्राणि यत्र तत् व्यभ्रं तस्मिन् व्यभ्रे नभसि वियति आदित्ये=किरणमालिनि उदिते प्रकटीभूते - હેમગિરા – ભાષ્યાર્થ :- પણ કેવળજ્ઞાનના પ્રભાવે અભિભૂત થઈ ગયા હોવાથી, ઈન્દ્રિયોની જેમ આ ચારે જ્ઞાનો અકિંચિકર છે. અથવા તો જેમ વાદળ વિનાના ખુલ્લા આકાશમાં સૂર્યનો ઉદય થતાં તેના પ્રબળ તેજથી ઝાંખા પડી ગયેલા તેજવાળા અન્ય અગ્નિ, મણિ, ચન્દ્ર, નક્ષત્ર આદિ પ્રકાશ પાથરવા માટે અકિંચિકર-અસમર્થ બની જાય છે. તેમ કેવળજ્ઞાનના ઉદયથી બાકીના ચાર જ્ઞાનો હતપ્રભાવવાળા થઈ જાય છે. કેવલજ્ઞાનમાં મતિ આદિ જ્ઞાનો તિરોભૂત # જવાબ :- કેવળજ્ઞાનથી ઢંકાઈ જવાથી ચારે જ્ઞાન નષ્ટ થયેલા પ્રભાવવાળા અકિંચિકર છે. અર્થાત્ અલ્પ પણ પ્રકાશ કરવા સમર્થ નથી. આ વાતને દૃષ્ટાંતથી સમજીએ કે જેમ કેવળી વિદ્યમાન પણ પોતાની ચક્ષુ આદિ ઈન્દ્રિયોનો વ્યાપાર વિષયના ગ્રહણ (જ્ઞાન) માટે કરતાં નથી. તેઓને કેવળજ્ઞાનથી બધુ સ્પષ્ટ હોવાથી ઈન્દ્રિયના વ્યાપારની કોઈ જરૂર નથી હોતી, તે રીતે મતિ આદિ ચાર જ્ઞાન પણ કેવળી માટે અકિંચિત્કર હોય છે. શેય માત્રને તેઓ કેવળજ્ઞાનના પ્રકાશ વડે જાણે છે. ઉપરોક્ત દષ્ટાંતમાં એક શંકા થઈ શકે કે “કેવળીઓને જે નેત્ર છે તે તો વિષય ગ્રહણમાં બિસ્કુલ નકામા જ છે તો પછી આ દૃષ્ટાંત પ્રસ્તુતમાં કોઈ ઉપયોગી નથી !” તેથી અસંદેહરૂપ અન્ય દૃષ્ટાંતને જણાવતા કહે છે કે અથવા તો જેમ લોકમાં વાદળા વિનાના ઉઘાડા આકાશમાં સૂર્યનો ઉદય થયેલ હોય, ત્યારે પેટાવેલો અગ્નિ, સૂર્યકાંતાદિ મણિ, ચંદ્રમા, અશ્વિની વગેરે નક્ષત્ર આદિનું સામર્થ્ય સૂર્યની હાજરીમાં તિરોહિત થઈ જાય છે. અર્થાત્ આ બધાના પ્રકાશથી કોઈ જ અર્થ સરતો નથી. સૂર્ય પોતે જ સર્વ અંધકારને દૂર કરી તેજ પાથરે છે. સૂર્યના તેજથી નષ્ટ થયું છે તેજ જેનું એવા હતપ્રભાવાળા અગ્નિ આદિ બહાર રહેલ ભીંત, ઘટ આદિ વસ્તુઓને પ્રકાશવામાં જેમ અસમર્થ બને ૨. “તિરસ્કૃત–ા' પાટો મુકતો ન ટૂટ: (ઉં, માં) ૨. “ન્દ્રિયવત' પાટો મુ. ગત ન હૃદ: (ઉં,માં) રૂ. યેન પ્રવી* મુ.(હું માં)!
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy