________________
• न केवलज्ञानात् परं ज्ञानमस्ति •
तत्त्वार्थाधिगमसूत्रम् १/३०
भा० तद्धि सर्वभावग्राहकं सम्भिन्नलोकालोकविषयम् । नातः परंज्ञानमस्ति । न च केवलज्ञानविषयात् परं किञ्चिदन्यज्ज्ञेयमस्ति । ।
२५८
त्वाकाशे तौ धर्माधर्मो न स्तः सोऽलोकः लोकश्चालोकश्च लोकालोको सम्भिन्नौ च तौ लोकालोकौ च सम्भिन्नलोकालोकौ विषयो = गोचरो यस्य तत् सम्भिन्नलोकालोकविषयम् । एतदुक्तं भवति-यदिह लोके अलोके वाऽस्ति किञ्चिज्ज्ञेयं तद् यथा बहिः पश्यत्येवमन्तः, एवं सम्भिन्नलोकालोकविषयं, सम्भिन्नमिति सम्पूर्णम्, अथवा सर्वैः पर्यायैरथवा यथात्मानं तथा परम्, अथवा स्वपर्यायैः परपर्यायैश्च ।
अथ किमेतस्माज्ज्ञानात् प्रकृष्टतरमन्यत् किंञ्चिज्ज्ञानमस्तीति ? । उच्यते - नातः परं ज्ञानमस्ति अस्मात्=केवलात् परं=प्रधानतरं ज्ञानं ज्ञेयपरिच्छेदि नास्ति किञ्चित् । एतस्माद् यद्यपि ज्ञानं न प्रधानतरमस्ति विषयस्तर्हि अप्रकाशितोऽस्ति तेन केवलज्ञानेनेति तन्न यतः न च केवलेत्यादि केवलज्ञानस्य विषयः सर्वद्रव्याणि सर्वपर्यायाश्च, एतस्माद् विषयात् परमन्यत् किञ्चिज्ज्ञेयं नास्ति यदप्रकाशितं केवलेनेति । ।
→ હેમગિરા
ભાષ્યાર્થ :- આ જ્ઞાન સમ્પૂર્ણ લોક અને અલોકના વિષયવાળુ અને સર્વ ભાવોનું ગ્રાહક છે. આના કરતાં કોઈ મોટું જ્ઞાન નથી, કેવળજ્ઞાનના વિષયથી અન્ય કોઈ જ્ઞેય-વિષય જ નથી.
અલોક :- જે આકાશમાં ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાય બન્ને નથી. .(ઉપલક્ષણથી ધર્મ, અધર્મથી ગતિ કે અતિ પામનારા જીવ, પુદ્ગલ પણ નથી)
સંભિન્ન :- સંપૂર્ણ એવા આ લોકાલોક જે જ્ઞાનના વિષય બને છે, તે કેવળજ્ઞાન છે. આશય એ છે કે લોક કે અલોકમાં જે કોઈ જ્ઞેય પદાર્થો છે, તે પદાર્થની બાહ્ય અવસ્થા અને આંતરિક અવસ્થા બન્નેને કેવળી જુએ, અર્થાત્ તે પદાર્થોને જે રીતે બહારથી જુએ છે એ જ રીતે અંદરથી પણ જુએ છે. અથવા કેવળી સર્વ પર્યાયો વડે જે રીતે પોતાને જુએ તે રીતે બીજાને પણ સંપૂર્ણપર્યાય પૂર્વક જુએ, અથવા વસ્તુમાત્રને સ્વપર્યાયથી અને પરપર્યાયથી જુએ અને જાણે.
* કેવલજ્ઞાનની સર્વવ્યાપકતા
પ્રશ્ન :- આ જ્ઞાન કરતાં પ્રકૃષ્ટતર અન્ય કોઈ જ્ઞાન છે ?
જવાબ :- આ કેવળજ્ઞાન કરતાં પ્રધાનતર કક્ષાવાળુ વસ્તુગ્રાહક જ્ઞાન કોઈ નથી. શંકા :- જો આ જ્ઞાન થકી કોઈ પ્રધાનતર જ્ઞાન નથી તો પછી બાકી રહેલા વિષય આ કેવળજ્ઞાન જ્ઞાન વડે અપ્રકાશિત રહેશે
સમાધાન :- ના, એવું નથી. કારણ કે કેવળજ્ઞાનના વિષયો સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયો હોય છે. કેવળજ્ઞાનથી જ્ઞાત વિષયો પછી હવે કોઈ એવું શેષ રહ્યું જ નથી કે જે કેવળજ્ઞાનથી અપ્રકાશિત રહે. આ રીતે કેવળજ્ઞાનની વિષય-વ્યાખ્યા કરીને આના પર્યાયવાચી શબ્દોને જણાવે છે.
૨. ચાસ્તિ TA. ૨. જ્ઞાનં વિગ્વિસ્તિ ? હું.મા./