________________
२५७
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• सर्वद्रव्यपर्यायविषयककेवलज्ञानम् । • સૂત્રમ્- સર્વદ્રવ્ય-પર્યાપુ વનસ્ય -૨૦માં __ भाष्य- सर्वद्रव्येषु सर्वपर्यायेषु च केवलज्ञानस्य विषयनिबन्धो भवति । ___ सम्प्रति केवलज्ञानस्य विषयमाचष्टे-सर्वेद्रव्येत्यादि । सर्वद्रव्येषु धर्मादिषु सर्वपर्यायेषु उत्पादादिषु, धर्मादीनां च त्रयाणां परत उत्पादविगमौ, पुद्गलानां जीवानां च स्वतः परतश्च, यथा शुक्लतया विगच्छन्नीलतयोपजायमानः पुद्गल इत्यवतिष्ठते, जीवोऽपि सुरतयोत्पद्यते मनुष्यतया विगच्छति जीवत्वेन च सदावस्थित इति, अतः सर्वषु पर्यायेष्वेवमात्मकेषु केवलज्ञानस्य विषयनिबन्धो गोचरो भवति। कथं पुनः केवलस्य सर्वाणि द्रव्याणि सर्वे पर्यायाश्च गोचरीभवन्ति ?। उच्यते- तत् केवलज्ञानं यस्मात् सर्वभावग्राहकं सर्वेषां भावनां ग्राहक द्रव्य-क्षेत्र-काल-भावविशिष्टानां तत् परिच्छेदकम् अवभासकम्, अत एव सम्भिन्नलोकालोकविषयं लोको धर्माधर्मद्रव्यद्वर्यावच्छिन्नमाकाशं, यत्र
- હેમગિરા - સુત્રાર્થ :- સર્વ દ્રવ્ય અને પર્યાયોમાં કેવળજ્ઞાનના વિષયનો નિબંધ (=વ્યાપાર) છે.ll૧-૩૦ ભાષ્યાર્થ :- સર્વ દ્રવ્યોમાં અને સર્વપર્યાયોમાં કેવળજ્ઞાનનો વિષય વ્યાપાર હોય છે.
હવે કેવળજ્ઞાનના વિષયને કહે છે કે ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યો વિશે તથા ઉત્પાદાદિ સર્વ પર્યાયો વિશે કેવળ જ્ઞાનનો વિષય હોય છે. અર્થાત્ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણમાં પરતઃ (જીવ-અજીવ આદિની અપેક્ષાએ) ઉત્પન્ન થતા ઉત્પાદ અને વિગમ પર્યાયો વિશે તેમજ પુદ્ગલ અને જીવોમાં સ્વતઃ અને પરતઃ ઉભય રીતે જે પર્યાયો ઉત્પન્ન થાય છે તે વિશે કેવળજ્ઞાનનો વિષય વ્યાપાર છે.
* ઉત્પાદ, વ્યય, ધવ્યની ઓળખ દા.ત. એક પુદ્ગલ શુક્લરૂપે વિનાશ પામે અને નીલ રૂપે ઉત્પન્ન થાય પણ પુદ્ગલ દ્રવ્ય તરીકે અવસ્થિત રહે છે. એ જ રીતે જીવ પણ દેવ તરીકે ઉત્પન્ન થાય અને મનુષ્ય તરીકે નાશ પામે પરંતુ જીવ તરીકે સદા અવસ્થિત રહે છે. આવા સર્વ પ્રકારના ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય રુપ સર્વપર્યાયોમાં કેવળીનો વિષય વ્યાપાર હોય છે. (ધર્માસ્તિકાયાદિ ત્રણમાં પુદ્ગલ કે જીવની જેમ સ્વતઃ કોઈ પરાવર્તન થતું નથી પરંતુ પર એવા પુદ્ગલ અથવા જીવને આશ્રયીને જ આ ત્રણમાં પર્યાયની વિવક્ષા શક્ય છે માટે પરતઃ પર્યાયનો જ ઉલ્લેખ ટીકામાં કર્યો છે)
શંકા - સર્વ દ્રવ્યો અને પર્યાયો કેવળજ્ઞાનના વિષય કઈ રીતે બને છે?
સમાધાન - તે કેવળજ્ઞાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી વિશિષ્ટ સર્વ ભાવોનું ગ્રાહક = પરિચ્છેદક છે અને તેથી સંભિન્નલોક અને અલોકના વિષયોને જાણી શકે છે. તેથી સર્વ દ્રવ્ય, પર્યાયો કેવળજ્ઞાનના વિષય બને છે.
લોક :- ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આ બન્ને દ્રવ્યોથી યુક્ત આકાશ. ૨. “વિચ્છિ મુ.TTA (ઉં, બr) I