________________
२५४
• अवधिज्ञानस्य विषयनिबन्धावेदनम् •
સૂત્રમ્- રૂપિવવષેઃ ।।૮।।
=
भाष्य- अत्रोच्यते मतिज्ञानश्रुत - ज्ञानयोर्विषयनिबन्धो भवति सर्वद्रव्येष्वसर्वपर्यायेषु । ताभ्यां हि सर्वाणि द्रव्याणि जानीते, न तु सर्वैः पयार्यैः । । २७ ।। रूपिष्वेव द्रव्येष्ववधिज्ञानस्य विषयनिबन्धो भवति, धर्माकाश-पुद्गल-जीवास्तिकायाख्येषु । असर्वपर्यायेष्विति सर्वे निरवशेषा उत्पादादयः पर्याया येषां तानि सर्वपर्यायाणि, न सर्वपर्यायाण्यसर्वपर्यायाणि तेषु । एतदेव भावयति - ताभ्यां हीत्यादि, हि यस्मात् ताभ्यां=मतिश्रुताभ्यां सर्वाणि द्रव्याणि धर्मादीनि जानाति, न तु तेषां सर्वान् पर्यायानुत्पादादीनिति । कथं पुनस्ताभ्यां सर्वद्रव्यविषयोऽवबोध: ? । मतिज्ञानी तावत् श्रुतज्ञानेनोपलब्धेष्वर्थेषु यदाऽक्षरपरिपाटीमन्तरेण स्वभ्यस्तविद्यो द्रव्याणि ध्यायति तदा मतिज्ञानविषयः सर्वद्रव्याणि, न तु सर्वान् पर्यायान्, अल्पकालत्वान्मनसश्चाशक्तेरिति, तथा श्रुतग्रन्थानुसारेण सर्वाणि धर्मादीनि जानाति, न तु तेषां सर्वपर्यायानिति । । २७ ।।
सम्प्रत्यवधिज्ञानस्यनं विषयनिबन्धनं कथयति -रूपिष्ववधेरिति । रूपिष्वेव = पुद्गलद्रव्येष्वेव अवधेः = → હેમગિરા સુત્રાર્થ :- અવધિનો વિષય વ્યાપાર રૂપી પદાર્થોમાં હોય. I૧-૨૮ ॥
ભાષ્યાર્થ :- જવાબ ઃ- મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો વિષય વ્યાપાર સર્વ દ્રવ્યમાં અને કેટલાક (અસર્વ) પર્યાયોમાં હોય છે. કારણ કે આ બન્ને જ્ઞાનોથી સર્વ દ્રવ્યો જણાય પણ આ દ્રવ્યો સર્વપર્યાયોપૂર્વક નથી જણાતાં. ૫૧-૨૭।। અસર્વપર્યાયવાળા સર્વ રૂપીદ્રવ્યોમાં અવધિજ્ઞાનનો વિષય વ્યાપાર હોય છે.
तत्त्वार्थाधिगमसूत्रम् १/२८
જીવ સર્વ દ્રવ્યોને જ જાણી શકે પણ તે દ્રવ્યોના ઉત્પાદ-વ્યય આદિ સર્વપર્યાયોને ન જાણી શકે. * સર્વદ્રવ્યો મતિશ્રુતના વિષય બને
પ્રશ્ન :- મતિ તથા શ્રુતજ્ઞાન વડે કઈ રીતે સર્વ દ્રવ્ય-વિષયક બોધ થાય ?
જવાબ :- સુંદર રીતે અભ્યસ્ત વિદ્યાવાળો મતિજ્ઞાની, શ્રુતજ્ઞાન થકી ઉપલબ્ધ થયેલ પદાર્થો વિશે જ્યારે કોઈ પણ અક્ષરની પરિપાટી અર્થાત્ ક્રમ વિના જ દ્રવ્યોનું ધ્યાન (અનુપ્રેક્ષા) કરે (ચૌદપૂર્વી અર્થાત્ શ્રુતકેવળી જ્યારે શ્રુત પરિકર્મિતમતિથી અક્ષરનો આશ્રય લીધા વિના જ દ્રવ્યોનું ચિંતન કરે ત્યારે સર્વ દ્રવ્યને જાણે છે) ત્યારે તે સર્વદ્રવ્યો મતિજ્ઞાનના વિષય બને છે. આ મતિજ્ઞાનીના પણ સર્વપર્યાયો વિષય ન બની શકે. કારણ કે આવી વિશિષ્ટ કોટિની ધ્યાનઅવસ્થા ખૂબજ અલ્પ કાળ માટેની હોય છે. તેમજ મનની શક્તિ પણ આટલી ન પહોંચે કે જેથી સર્વપર્યાયો જાણી શકે. તથા શ્રુત ગ્રંથોના અનુસારે સર્વ ધર્માદિ દ્રવ્યોને જાણી શકે છે પણ સર્વપર્યાયોને ન જાણી શકે. ||૨૭ || હવે અવધિજ્ઞાનના વિષય નિબંધનને કહે છે.
અતીન્દ્રિય એવા અવધિજ્ઞાનનો રૂપી પુદ્ગલ દ્રવ્યોને વિશે જ વિષય વ્યાપાર હોય છે. રૂપી દ્રવ્યોમાંય અસર્વ પર્યાયો અંગેનો જ વ્યાપાર હોય.