________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
• ભૂમિકા છે
૧૫
કરી હશે તેવું જણાય છે અન્યથા વી.સં.૧૧૧૫ માં થયેલા યુગપ્રધાન. આચાર્ય ઉમાસ્વાતિ માટે
પણ તેવી સંભાવના કરી શકત. અથવા પટ્ટાવલીકારોની સંભાવના મુજબ એકવાર માની લઈએ * કે તત્ત્વાર્થસૂત્રના રચેતા આચાર્યસ્વાતિજી છે તો પણ એમને ૧૦ પૂર્વધર માનવામાં કોઈ બાધ
નથી. ૫. દિગંબરો તો શ્રી ઉમાસ્વાતીજીને આચાર્ય કુંદકુંદના જ શિષ્ય તરીકે સિદ્ધ કરવા વી. સં. ૭૭૦૨
માં થયા હોવાનું સ્વીકારે છે પણ દિગંબરીય પટ્ટાવલી માં અને શિલાલેખોમાં તે અંગે અનેક વિવાદ છે સ્વયં દિગંબર વિદ્વાન પં. નાથુરામજી પ્રેમી જેવા એ પણ એ પટ્ટાવલીઓને પ્રમાણિક નથી માની, “મર્કરાના તામ્રપત્રો' કે જેને આધાર બનાવી વિદ્વાનો કુન્દકુન્દને ૧-૩ શતાબ્દીની મધ્યમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો તે પણ હવે અપ્રમાણિક (જાલી) સિદ્ધ થઈ ચૂક્યો છે.
તેમજ શ્રી સામન્તભદ્રાચાર્ય અંગે પણ આવી જ પરિસ્થિતિ છે. ૬. દિગંબરો પણ શ્રી ઉમાસ્વાતિજીને શ્રુતકેવલી દેશીય(= સદશ) માને છે. શ્રુતકેવળી સદશ સામાન્ય
પૂર્વધરને નહિં પણ ઓછામાં ઓછા ૧૦ પૂર્વધરને જ માની શકાય. અષ્ટસહસીની લઘુસામન્તભદ્રકૃત ૧. આ૦ જિનભદ્રગણી ક્ષમાશ્રમણ પછી યુગપ્રધાન ઉમાસ્વાતિ થયા છે, જેમનો યુગપ્રધાન કાળ વીર સં. ૧૧૧૫થી ૧૧૯૦
છે. એટલે કે તેઓ વિક્રમની આઠમી સદીના પહેલા ત્રણ ચરણના યુગપ્રધાન છે. એ સમયે પૂર્વો અને જૈન પંચાંગ વિચ્છેદ પામ્યા હોવાથી જૈનેત્તરપંચાંગનો સ્વીકાર કર્યો અને તેમાં આવતાં પર્વતિથિના ક્ષય-વૃદ્ધિના સંસ્કાર કરવા માટે ક્ષો પૂર્વે તિથિઃ ઋા નો પ્રઘોષ પણ તેઓશ્રીએ આપ્યો હતો. કારણ કે વાચકશ્રી ઉમાસ્વાતિજી મહારાજા વખતે તો ૧૦ પૂર્વ વિદ્યમાન હતા અને જૈન પંચાંગ પણ વિદ્યમાન હતું. અને જૈન પંચાંગ પ્રમાણે કોઈ પણ તિથિની ક્ષય-વૃદ્ધિ આવતી ન હતી. (જૈન
પરમ્પરાનો ઈતિહાસ પૃ.૩૬૩ તથા યુગપ્રધાન પટ્ટાવલી અને પટ્ટાવલી સમુચ્ચયાદિ ગ્રન્થમાંથી આ અંગે વિશેષ જાણી શકાશે.) ૨. દિગમ્બર સાહિત્ય (વિદ્ધજ્જનબોધક)માં તેનો સમય વીર સં. ૭૭૦ એટલે વિ. સં. ૩૬૦ બતાવેલ છે. લખ્યું છે કે- વર્ષે
सप्तशते चैव, सप्ततत्या च विस्मृतौ । उमास्वातिमुनिर्जातः, कुन्दकुन्दस्तथैव च ।।१।। ' એટલે કે આ૦ ઉમાસ્વાતિ અને આ૦ કુન્દકુન્દ ૭૭૦માં થયા છે. ૩. દિગંબરીય પટ્ટાવલીઓ ૧. શિલાલેખ પટ્ટાવલી- શ્રવણબેલગોલ (કર્નાટક પ્રાંતમાં), ચંદ્રગિરિ પહાડી ઉપરના શીલાલેખમાં આ બંને (શ્રી ઉમાસ્વાતિજી
અને શ્રી આચાર્ય સામન્તભદ્રજી)ના નામ જ નથી. ૨. કુંદકુંદ પટ્ટાવલી- આમાં ૪૨ નં. માં કોન્ડકુન્ડ (કુન્દકુન્દ્રાચાર્ય) ૪૩. ઉમાસ્વાતિ ૪૪. ગૃદ્ધપિચ્છ ૪૫. સામન્તભદ્ર
૪૬. શિવકોટિ આમાં શ્રીઉમાસ્વાતિજીના શિષ્ય તરીકે ચૂદ્ધપિચ્છને અને વૃદ્ધપિચ્છના શિષ્ય તરીકે સામન્તભદ્રને સ્વીકાર્યા છે. ૩. સેનસંઘ પુષ્કરગચ્છ પઢાવલી- આમાં ૪૬. નં. માં સિદ્ધસેન ૪૭. સામન્તભદ્ર ૪૮. શિવકોટી આમાં સિદ્ધસેનના શિષ્ય
તરીકે શ્રી સામન્તભદ્રને સ્વીકાર્યા છે. ૪. દિગંબર પટ્ટાવલી- આમાં ૩૪. નં. માં કુન્દકુન્દ્રાચાર્ય ૩૫. શ્રી ઉમાસ્વાતિજી આ પટ્ટાવલીમાં સામન્તભદ્ર છે જ નહિ.
જેન સાહિત્ય અને ઇતિહાસ - પૃ. ૨૪૯. ૪. Aspects of Jainology. Vol. III, P-190. પ. જુઓ પટ્ટાવલી પરાગ સંગ્રહ પૃષ્ઠ-૧૦૪ ६. 'तत्त्वार्थसूत्रकर्तारमुमास्वातिमुनीश्वरम् । श्रुतकेवलीदेशीयं वन्देऽहं गुणमन्दिरम्” ।।
(મૈસૂરપ્રાન્ત અંતર્ગત નાગરપ્રાન્તના શીલાલેખ નં.૪૫)
-