________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • अङ्गोपाङ्गनानत्वे हेतूपदर्शनम् •
२२५ भाष्य- तस्य च महाविषयत्वात् तांस्तानानधिकृत्य प्रकरणसमाप्त्यपेक्षमङ्गोपाङ्गनानात्वम् । किंचान्यत् । सुखग्रहण-धारणा-विज्ञानापोह-प्रयोगार्थं च। शक्तोऽनन्तान् श्रुतज्ञानानुसारेण पदार्थान्, किञ्च आनन्त्याज्ज्ञेयस्य, अनन्तं हि ज्ञेयमनेन निरूपयितुं शक्यते सामान्यतः, न तु मत्या सम्प्रतितनार्थग्राहिकया, अतः श्रुतज्ञानं ग्रन्थानुसारि मतिज्ञानादिन्द्रियसमुत्थात् महाविषयं अनेकार्थपरिच्छेदीत्यर्थः, तस्य श्रुतज्ञानस्य महाविषयत्वा=बह्वर्थविपयत्वात् ताँस्तान् जीवादीनर्यमाणानाश्रित्य ।
एतदुक्तं भवति- तत्र ग्रन्थे गणिपिटके ये विप्रकीर्णा अर्थास्तान् संकुलतया स्थितान् पश्यद्भिस्तैर्गणधरैस्तच्छिप्यादिभिश्च कथन्त्विदमेतावति ग्रन्थे परिसमाप्यत इति मन्यमानैरिदमङ्गमाचारादीदं च तदुपाङ्गमिति स्थापितम्, एतदाह- प्रकरणेत्यादि । प्रकरणं यत्र विवक्षित आचार इत्यादिरूपोऽर्थो निष्ठां याति तद् भण्यते तस्य समाप्तिः तामपेक्षते यत् तत् प्रकरणपरिसमाप्त्यपेक्षम्, किं तद् ? अङ्गोपाङ्गनानात्वमिति । किञ्चान्यत् इतश्च कारणादङ्गोपाङ्गनानात्वमिति। सुखग्रहणेत्यादि ।
– હેમગિરા – ભાષ્યાર્થ - આ શ્રુતની મહાવિષયતા છે તેથી જ તો તે તે વિવિધ અર્થોને આશ્રયી પ્રકરણ સમાપ્તિની અપેક્ષાએ વિવિધ અંગોપાંગ રચાયાં. વળી બીજું એ કે જીવોને સુખપૂર્વક શ્રતનું ગ્રહણ, ધારણા, વિજ્ઞાન, અપોહ અને પ્રયોગ આદિ થઈ શકે તે માટે પણ વિવિધ અંગોપાંગ રચાયા. પરંતુ વર્તમાન અર્થગ્રાહિકા મતિ વડે આ શક્ય નથી. તેથી શ્રુતજ્ઞાન અર્થાત ગ્રંથાનુસારિ બોધ એ ઈન્દ્રિયજન્ય મતિજ્ઞાન કરતાં મહાવિષયવાળું અને અનેક અર્થનું પરિચ્છેદક છે. શ્રુતજ્ઞાનની આ મહાવિષયતા તે તે જીવાદિ પદાર્થોને આશ્રયીને છે. - ભાવના આ પ્રમાણે જાણવી + ત્યાં ગ્રન્થરુપ ગણિપિટકમાં રહેલા જે વિપ્રકીર્ણ = વિભિન્ન છુટા છવાયાં પદાર્થો છે. તેને એક સંકુલ (સામુહિક અર્થ) રૂપે જોનારા એવા ગણધરો વડે તથા તેમના શિષ્યાદિ વડે (આ સંકુલિત અર્થરચનામાં) અમુક પદાર્થોની કયા કયા ઠેકાણે સમાપ્તિ અર્થાતુ અમુક એક ગ્રંથમાં આટલો મર્યાદિત વિષય કઈ રીતે સમાપ્તિને પામે ? (જેથી અભ્યાસીને અધ્યયનમાં સુગમતા રહે) તે ધ્યાનમાં લઈ આચારાદિ અંગો તેમજ તેના ઉપાંગો બનાવ્યાં. આ જે વાતને સમજાવતાં ભાષ્યમાં કહ્યું કે- પ્રકરણ એટલે જ્યાં વિવાક્ષિત આચાર આદિ સંબન્ધી અર્થો નિષ્ઠા(સંપૂર્ણતા)ને પામે છે. આ પ્રકરણપૂર્વકની સમાપ્તિની અપેક્ષા જેમાં રહી છે તેને પ્રકરણ સમાપ્તિની અપેક્ષાવાળા કહેવાય. આ અપેક્ષાએ જ વિવિધ અંગોપાંગો રચાયા છે. વળી આ અંગોપાંગની રચનાના કારણો જણાવતાં કહે છે ?
* સૂત્ર રચનાના ૫ લાભો * . (i) ભવિષ્યમાં શિષ્યો અનાયાસે સુખપૂર્વક આ અંગ અને અનંગ (અંગબાહ્ય)ના પદાર્થોને ૨. સચ મદા'- પુ. (જે). ૨. “વિજ્ઞાન મુ () રૂ. માર્ગ (ઉં,માં) ૪. ‘અતઃ' રિ પાઠો મુકતો જ વૃદ:(મો).