________________
२२०
• श्रुतज्ञानस्य वैविध्ये हेतूपदर्शनम् • तत्त्वार्थाधिगमसूत्रम् १/२० ___ भाष्य- अत्रोच्यते- वक्तृविशेषाद् द्वैविध्यम् । यद् भगवद्भिः सर्वज्ञः सर्वदर्शिभिः परमर्षिभिरहद्भिस्तत्स्वाभाव्यात् परमशुभस्य च प्रवचनप्रतिष्ठापनफलस्य *तीर्थकरनामकर्मणोऽनुभावादुक्तं भगवच्छिष्यैरतिशयवद्भिरुत्तमातिशयवाग्बुद्धिसम्पन्नैर्गणधरैर्दृब्धं तदङ्गप्रविष्टम्।। इति ? सर्वं तद्रव्यश्रुतं भावश्रुतस्य निमित्तमिति शक्यं वक्तुम् । एवमुक्ते सूरिराह- वक्तृविशेषादित्यादिना। वक्तारः तस्य ग्रन्थराशेर्निबन्धकास्तेषां विशेषः भेदस्तस्माद् द्वैविध्यं द्विविधत्वं द्विभेदताऽनुमातव्या । यद्भगवद्भिरित्यादि । अयं पिण्डार्थः-तीर्थकृद्भिरर्थः कथितः स गणधरैर्गणधरशिष्यादिभिश्च रचित इति गणधरास्तद्वंशवर्तिनश्च द्वये वक्तारस्त दाद् द्विविधमिति ।
एतदाह- यद् उक्तं तैर्भगवद्भिरैश्वर्यादिगुणान्वितैः, सर्वद्रव्य-पर्यायान् जानानैर्विशेषतःसर्वज्ञः, तानेव सामान्यतः पश्यद्भिः सर्वदर्शिभिरिति । सामान्यकेवलिनो हि प्रधानभावं बिभ्रति ऋषयः, प्रधानतरास्तीर्थकरा:=परमर्षिभिः इत्याह, पूजां त्रिदशादीनामर्हद्भिरित्यतोऽर्हद्भिः (सम्बन्धका.७)। किमर्थं कृतकृत्या अर्हन्तो गणधरेभ्यः कथयन्त्यर्थमिति?। उच्यते तत्स्वाभाव्यादिति ।
– હેમગિરા – ભાષ્યાર્થ - જવાબ :- વક્તા વિશેષની અપેક્ષાએ શ્રુતના બે ભેદ છે. પરમર્ષિ, સર્વદર્શી, સર્વજ્ઞ એવા અરિહંત ભગવંતો વડે પોતાના સ્વભાવથી અને પ્રવચનની પ્રતિષ્ઠા (જંગમતીર્થની સ્થાપના)ના ફળવાળા, પરમશુભ એવા તીર્થકર નામ કર્મના પ્રભાવ (ઉદય)થી જે કહેવાયું. તેને ઉત્તમ અતિશયયુક્ત વાણી અને બુદ્ધિથી સંપન્ન, અતિશયવંતા = ભંગવાનના શિષ્યો એવા ગણધરોએ સૂત્રરૂપે જે ગૂંચ્યું તે અંગપ્રવિષ્ટ' કહેવાય. પ્રકારે કહીને તે દ્રવ્ય શ્રત એ ભાવથુતનું નિમિત્ત બને છે.એમ ટૂંકમાં કહેવું પણ શક્ય છે ?
સૂરિજીનું સમાધાન :- પ્રવક્તા અર્થાત્ ગ્રંથ રાશિના જે રચયિતા તે રચયિતાની અપેક્ષાએ શ્રુતના બે ભેદ પડે છે. તે આ પ્રમાણે કે તીર્થકરો વડે જે અર્થથી તત્ત્વો કહેવાયા, તેને ગણધરોએ અને તેમના વંશજ શિષ્યોએ સૂત્રાદિરૂપે ગૂંથ્યાં.. આ ગણધર અને તેમની વંશ પરંપરા આમ બે વક્તા (રચયિતા) થયાં. આ બેની અપેક્ષાએ મૃત દ્વિવિધ છે.
તીર્થકર પ્રભુના પાંચ વિશેષણો * માર્મિ: શ્રુત અર્થથી કહેનારા તીર્થકરને આદિ વિશેષણો સાથે જણાવે છે. (૧) ઐશ્વર્યાદિ ગુણયુક્ત છે માટે ભગવાન (૨) સર્વ દ્રવ્યપર્યાયને વિશેષથી જાણનારા છે માટે સર્વજ્ઞ (૩) સર્વ દ્રવ્યપર્યાયોને સામાન્યથી જાણે છે તેથી સર્વદર્શી (૪) સામાન્ય કેવળી એ પ્રધાન હોવાથી ઋષિ કહેવાય પણ તીર્થકર કેવળી એ પ્રધાનતર હોવાથી પરમર્ષિ કહેવાય છે. (૫) નરેન્દ્ર અને દેવેન્દ્રોથી પૂજય છે માટે અહનું અને તેથી પૂર્વે ૭મી સંબંધકારિકા (તસ્માતિ પૂના...)માં કહ્યું હતું કે“કૃતકૃત્ય” થયેલા પણ અરિહંત પ્રભુ જીવમાત્રને અર્થનો ઉપદેશ આપતા હોવાથી પૂજયોથી પણ * જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૩૫-૩૬ 9. નાનતિ મુ. (ઉં,માં,રાAB) | T. ર૬ ટિ.૨૬