________________
२१८
• मतिश्रुतयोर्भेदप्रतिपादनम् तत्त्वार्थाधिगमसूत्रम् १/२० भाष्य- अत्राह मतिज्ञानश्रुतज्ञानयोः कः प्रतिविशेष इति?। अत्रोच्यते- उत्पन्नाविनष्टार्थग्राहक साम्प्रतकालविषयं मतिज्ञानम्, श्रुतज्ञानं तु त्रिकालविषयम्, उत्पन्नविनष्टानुत्पन्नार्थग्राहकमिति ।। उपासकैः श्रावकैरेवं स्थातव्यमिति येष्वध्ययनेषु दशसु वर्ण्यते ता उपासकदशा: । अन्तकृतः सिद्धास्ते यत्र ख्याप्यन्ते वर्धमानस्वामिनस्तीर्थ एतावन्त इत्येवं सर्वतीर्थकृतान्ताः अन्तकृद्दशा:। अनुत्तरोपपादिका देवा येपु ख्याप्यन्ते ताः अनुत्तरोपपादिकदशाः। प्रश्नितस्य जीवादेर्यत्र प्रतिवचनं भगवता दत्तं तत् प्रश्नव्याकरणम् । विपाकः कर्मणामनुभवस्तं सूत्रयति दर्शयति तद् विपाकसूत्रम् । दृष्टीनाम् अज्ञानिकादीनां यत्र प्ररूपणा कृता स दृष्टिवादः, तासां वा तत्र पातः ।
अत्रावसरे नोदक आह- उक्तं लक्षणं विधानं च श्रुतस्य, किन्तु यथाऽयं विपयं निरूपयिप्यते तथा न कश्चिद् भेदोऽस्तीति पृच्छति मतिश्रुतयोः को भेद इति ?।
भण्यते- उत्पन्नेत्यादिना । उत्पन्न: स्वेन रूपेण जातः स्पर्शादिरों घटादिगतः, स चोत्पन्नो यदि तेन रूपेण सन्तिप्ठते न तु कपालाद्यवस्थां प्राप्तस्तदा स्पर्शनमतिज्ञानमेवं परिच्छिनत्ति,
- હેમગિરા - ભાષ્યાર્થ - પ્રશ્ન :- મતિ અને શ્રુતજ્ઞાનમાં શું અંતર છે? જવાબ :- ઉત્પન્ન અને અવિનષ્ટ અર્થનું ગ્રાહક તથા વર્તમાન કાળના વિષયવાળું જ્ઞાન મતિજ્ઞાન છે. શ્રુતજ્ઞાન તો ત્રિકાળ વિષયવાળું છે. અર્થાત્ ઉત્પન્ન, વિનષ્ટ અને અનુત્પન્ન વિષયનું ગ્રાહક છે. •
૭. ઉપાસક એટલે શ્રાવક. શ્રાવકોએ કઈ રીતે રહેવું જોઈએ એનું વર્ણન જ્યાં દશ અધ્યયનોમાં વર્ણવ્યું છે, તે ઉપાસકદશાંગ કહેવાય. ૮. જેમાં વર્ધમાન સ્વામીના તીર્થમાં કેટલા જીવો સિદ્ધ થયા છે, તે અંગેની જાણકારી આપી છે. આ પ્રમાણે સર્વ તીર્થકરોના કાળમાં થયેલ સિદ્ધોનું પણ વિધાન જેમાં કરાયું છે. તે અત્તકૃદશાંગ છે. ૯. અનુત્તરવિમાનમાં ઉપપાત (ઉત્પન્ન) થનાર દેવોનું જેમાં વર્ણન છે તે અનુત્તરોપપાતિકદશાંગ છે. ૧૦. પૂછાયેલા જીવાદિ તત્ત્વ અંગેનું સમાધાન જેમાં તીર્થકર વડે અપાયું છે તે પ્રશ્નવ્યાકરણાંગ. ૧૧. કર્મોના અનુભવ(વિપાક)ને દર્શાવતું સૂત્ર તે વિપાકસૂત્ર. ૧૨. અજ્ઞાનિક આદિ દષ્ટિઓની જેમાં પ્રરૂપણા છે તે દૃષ્ટિવાદ, અથવા આ દષ્ટિઓનો તે (અધ્યયન)માં પાત (નિરૂપણ) હોવાથી દષ્ટિપાત પણ કહેવાય.
* મતિશ્રુતનો વિષય વિભાગ ૪ પ્રશ્ન :- શ્રુતનું નિરૂપણ લક્ષણ અને વિધાનથી કર્યું છે, પરંતુ જે પ્રમાણે આ મતિધૃતના વિષયનું નિરૂપણ આગળ થવાનું છે તે જોતાં તો આ મતિ-શ્રુતમાં કોઈ ભેદ નથી જણાતો. એથી અહીં (પ્રશ્નકાર) પૂછે છે કે આ મતિશ્રત વચ્ચે કોઈ ભેદ છે ?
જવાબ :- સ્વરૂપે ઉત્પન્ન થયેલા સ્પર્ધાદિ અર્થો જે ઘટાદિમાં છે, તે આ ઉત્પન્ન થયેલ સ્પર્ધાદિઅર્થવાળો ઘટ તરૂપે જ હોય પણ કપાલાદિ અવસ્થાને પ્રાપ્ત ન થયો હોય ત્યારે (ઉત્પન્ન અવિનષ્ટ
૨. પ્રાઇવમ્ TA.સિં...