________________
૧૩
તત્ત્વાર્થાધિગમસૂત્ર
• ભૂમિકા છે ૭. અહિ કોઈને એવી શંકા થઈ શકે કે શ્વેતામ્બરાચાર્ય રચિત આપ્તપરીક્ષા ગ્રંથ દિગંબરો પાસે આવ્યો
ક્યાંથી? તો તેનું સમાધાન અમે આગળ વિસ્તારથી કરવાના છીએ, છતાં અહિં ટૂંકમાં કહીએ - છીએ. કે યાપનીયો (કે જેઓ આગમાદિ તેમજ સ્ત્રીમુક્તિ આદિ માનતાં હતાં તેઓ) ની પરંપરા
જ્યારે વિચ્છિન્ન થવા લાગી ત્યારે યાપનીયો પાસે રહેલા પખંડાગમાદિ ગ્રંથો (આગમ તથા પૂર્વમાંથી બનેલા) દિગંબરોએ પોતાના કરી સ્વીકારી લીધા. પણ જે જે ગ્રંથોમાં તેમને સ્વમતથી વિરોધ જણાયો, તે તે ગ્રંથો જલશરણ કરી દીધા. અને જેમાં પોતાના મત સાથે વિશેષ કોઈ વિરોધ
ન હતો તેને પોતાના બનાવી લીધા. ૮. વળી દિગંબરોમાં શ્રી સામન્તભદ્રાચાર્ય માટે પટ્ટાવલી આદિમાં કોઈ વિશેષ ઉલ્લેખ નથી. સાહિત્યમાં
એમના માટે જે બે શ્લોકોનો સામાન્ય ઉલ્લેખ મળે છે, તેનાથી પણ તેઓ શ્વેતામ્બર સાબિત
થાય છે. માટે શ્રી સામંતભદ્રાચાર્ય શ્વેતાંબર ન હતા, એમ કહેવા કોઈ ઠોસ પુરાવા નથી. ૯. શ્રી સામતભદ્રાચાર્યકૃત ગંધહસ્તિ મહાભાષ્યના સમયની અપેક્ષાએ પ૨૯માંથી ૩૦૦ વર્ષના
આંતરકાળનો હજુ સંક્ષેપ-સંકોચ કરી શકાય છે. કારણ કે શ્રી સામતભદ્રાચાર્યનો સમય વિક્રમની બીજી સદીનો છે. એટલે, વાચક શ્રી ઉમાસ્વાતિજી બીજી સદીની પૂર્વે પ્રથમ સદીમાં થયા હશે. એથી એમ કહી શકાય છે કે વીર સં.૪૭૧ વર્ષે ઉચ્ચનાગરી શાખા નિકળી. અને વીર સં. ૭૦૦માં સામંતભદ્ર થયા. ૪૭૧ અને ૭૦૦ એ બે વચ્ચે ૨૨૯ વર્ષનું આંતરૂં છે. એ ૨૨૯
વર્ષના આંતરકાળમાં વાચક શ્રી થયા હશે. એમ ફલિત થાય છે. ૧. ૨૨૯ વર્ષના આ આંતરકાળનો હજુ વધારે સંકોચ કરી શકાય છે. તે આ રીતે કે છેલ્લામાં છેલ્લા
દસપૂર્વી આર્યવજસ્વામી જૈયા. ત્યાર પછી ૧૦ પૂર્વના જ્ઞાનનો ઉચ્છેદ થઈ ગયો. આર્યવજસ્વામિનું ૧. જૈન સાહિત્યમાં તેમના માટે ૨ લોકો મળે છે, જે નીચે પ્રમાણે છે.
काञ्च्यां नग्नाटकोऽहं मलमलिनतनुर्लाम्बुशे पाण्डुपिण्डः, पुंडोद्रे शाक्यभिक्षुर्दशपुरनगरे मृष्टभोजी परिव्राट् । वाराणस्यामभूवं शशिधरधवलः पाण्डुरङ्गस्तपस्वी, राजन्! यस्यास्ति शक्तिः स वदतु पुरतो जैननिर्ग्रन्थवादी ।।१।। पूर्वे पाटलिपुत्रमध्यनगरे भेरी मया ताडिता, पश्चात् मालव-सिन्धु-ठक्कविषये काञ्चीपुरे वैदिशे। प्राप्तोऽर्ह करहाटकं बहुभटं विद्योत्कटं संकटं, वादार्थी विचराम्यहं नरपते! शार्दूलविक्रीडितम् ।।२।। આ૦ સામન્તભદ્રસૂરિજી દિગંબર મુનિ, શ્વેતપિંડ બૌદ્ધભિક્ષુ, પરિવ્રાજક શૈવભિક્ષુ અને તપસ્વી થયા પછી જૈનનિગ્રંથ મુનિ બન્યા છે. આ૦ સામન્તભદ્રસૂરિએ પટણા, માળવો, સિંધ, ઠક્ક, કાંચી, વિદિશા અને કરાડમાં શાસ્ત્રાર્થ કરી વિજય મેળવ્યો હતો. પ્રથમ શ્લોકમાં -નનાટોડાં થી હું દિગંબર સાધુ અને નૈનિર્બન્ધવાવેિ થી હું જૈનનિગ્રંથ સાધુ અર્થ વિવલિત છે – આ ઉપરથી એમ અનુમાન થાય છે કે આ૦ સામન્તભદ્રસૂરિ પ્રથમ દિગમ્બર મુનિ બન્યા હતા અને ઘણા કાળ સુધી જુદા જુદા વેષપલટાઓ કરી અંતે આ૦ ચંદ્રસૂરિજી પાસે દીક્ષા લઈ તેમના પટ્ટધર બન્યા હતા અને તેમની પાટે આ૦ વૃદ્ધદેવસૂરિજી આવ્યા છે. આ આચાર્યશ્રીએ ક્યાં ક્યાં વિહાર કર્યો, તે ઉપરના બીજા શ્લોકથી સમજી શકાય છે. તથા પટ્ટાવલી ગ્રંથોમાં લખ્યું છે કે એમને વિહાર કરતાં કરતાં કોટા તીર્થમાં જઈ ઉપાધ્યાય દેવચંદ્રજીને દીક્ષા આપી, પોતાની
પાટે સ્થાપી, શત્રુંજયતીર્થ ઉપર પધારી અણસણ સ્વીકાર્યું હતું. २. अन्तिमाश्च चतुर्दशपूर्वधराः श्री स्थूलभद्राः, प्रान्तिमा दशपूर्वधराः श्री वज्रस्वामिनः, सार्धनवपूर्वधराः श्री आर्यरक्षितसूरयोऽन्त्याश्चैकपूर्वविदः
श्री देवर्द्धिक्षमाश्रमणः । श्री वीरनिर्वाणात् वर्षसहस्रे व्यतीते पूर्वविच्छेद इति भगवत्यां (श.२ उ.८ सू.६७८) निर्देशः । स चायम्"जंबुद्दीवेणं भंते! दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए देवाणुप्पियाणं केवतियं कालं पुव्वगए अणुसज्जिस्संति?। गोयमा! णं दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए ममं एगं वाससहस्सं पुव्वगए अणुसज्जिस्संति । (भगवत्यां श.२/ उ.८/ सू.६७८) "वोलीणमि सहस्से, वरिसाणं वीरमोक्खगमणाउ । उत्तरवायगवसमे, पुव्वगयस्यभवे छेदो ।। वरिससहस्से पुव्वे, तित्थोगालिएँ वद्धमाणस्स । नासि ही पुव्वगतं, अणुपरिवाडिएँ जं तस्स ।। श्री वीरात् वर्षसहस्र गते सत्यमित्रे “पूर्वविच्छेदे” (उपाध्यायरविवर्धनगणिकृतपट्टावलीसारोद्धार)