________________
૨૨ ૦ •शेषेन्द्रियाणां प्राप्तविषयग्राहित्वम
तत्त्वार्थाधिगमसूत्रम् १/१९ भाष्य- चर्भिरिन्द्रियैः शेषैर्भवतीत्यर्थः।
अथामूर्तत्वान्न दह्यत इति, तदप्ययुक्तम्, आर्हतस्य हि पुद्गलात्मकत्वात् मूर्तता मनस्यसिध्यत्, शरीरस्थं वा मनो विपयं निश्चिनोति, यथा हि स्पर्शनं करणमगत्वेति न वा शरीरात् तस्य निःसरणं, सपर्शनं हि करणं सन्न निस्सरदृष्टम्, अतो मनश्चिन्त्यमानैर्वस्तुभिः सह न श्लिप्यतीति व्यञ्जनावग्रहाभाव आख्यायते। .
चतुभिरिति चक्षुर्मनोव्यतिरिक्तानि चत्वार्येवेति, अन्यथा सांख्याभिमतानि निरस्यति-चतुर्भिरेव नातो व्यतिरिक्तैरिन्द्रियैरिति, स्पर्शन-रसन-घ्राण-श्रोत्रैः शेषैरति, उपर्युक्तवर्जः भवति, व्यञ्जनावग्रहः सम्भवतीति यावत् । किमिति यदि एतानि चत्वार्यप्युपकरणेन्द्रियेण सह श्लिप्टं स्पर्शादिकं विषयमवच्छिन्दते नान्यथेति अतः प्राप्तविषयग्राहित्वादेषां सम्भवति व्यञ्जनावग्रह इति । एवमेतदिति
- હેમગિરા - ભાષ્યાર્થ - શેષ ચારઈન્દ્રિયો વડે (વ્યંજનાવગ્રહ) થાય છે.
* મન પુદગલાત્મક મૂર્ત છે ? નૈયાયિક :- મન તો અમૂર્ત છે. એનું દહનાદિ કઈ રીતે થાય ?
શાસ્ત્રકાર :- તમારી વાત બરાબર નથી. કારણ કે જૈનદર્શનમાં મન એ પુદ્ગલાત્મક હોવાથી તેમાં મૂર્તિપણું સિદ્ધ છે. (તેથી જો પ્રાપ્યકારી માનીએ તો, દાહ થઈ શકે). અથવા શરીરમાં રહ્યું છતું જ મન વિષયને જાણી લે છે. તેથી દાહને કોઈ સ્થાન નથી. જેમ સ્પર્શનઈન્દ્રિય સ્વસ્થાનથી દૂર થયા વિના આવેલા સ્પર્શાત્મક વિષયને જાણી લે છે. (તે જ રીતે મન પણ શરીરથી છૂટુ પડ્યા વિના પદાર્થોને ચિંતવી લે છે.) અથવા આ સ્પર્શેન્દ્રિય (કે અન્ય ઈન્દ્રિયો) દેહમાંથી બહાર નીકળતી નથી. કારણ કે વિષયના ગ્રહણ માટે ઈન્દ્રિયનું શરીરથી છૂટુ પડવાનું કોઈના ય જોવામાં નથી આવ્યું. (જો કે સ્પર્શન વગેરે ઈન્દ્રિયોને તો વિષયોનું સામેથી આવીને અડકવું જરૂરી છે. પણ મન અને ચક્ષુને તો એ પણ નથી. તેથી જ આ બંનેને વ્યંજનાવગ્રહનો નિષેધ છે.) આંખ અને મનથી વ્યતિરિક્ત શેષ સ્પર્શન, રસન, પ્રાણ અને શ્રોત્રેન્દ્રિય આ ચાર વડે જ વ્યંજનાવગ્રહ સંભવે છે.
આ વાત કરી ભાષ્યકારશ્રીએ સાંખ્યમતને અભિમત અન્ય હસ્તાદિ કર્મેન્દ્રિયોનો નિષેધ કર્યો છે. અર્થાત્ શેષ ચારમાં જ વ્યંજનાવગ્રહ છે. તે સિવાયની કોઈ ઇન્દ્રિયો જ નથી કે જેમાં વ્યંજનાવગ્રહ હોય. સ્પર્શનાદિ ચારે ઈન્દ્રિયો ઉપકરણઈન્દ્રિય સાથે સંશ્લિષ્ટ થએલા જ સ્પર્ધાદિ વિષયોને જાણે છે, બીજી રીતે નહિ. આમ આ ચાર પ્રાપ્તવિષયગ્રાહી હોવાથી ચારેમાં વ્યંજનાવગ્રહ સંભવે છે. આ પ્રમાણે અત્યાર સુધીમાં લક્ષણ અને વિધાન વડે જે મતિજ્ઞાનનું નિરૂપણ કરાયું. તે મતિજ્ઞાનના ભેદોને એકઠાં કરી દિવિઘ ઇત્યાદિ પદો વડે ફરીથી દર્શાવે છે
૨. મેવતા મુ.TA.ત્તિ (ઉં,મ) 1 ૨. મૈનચર્ય: રાALI