________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •કુ-મનસીક યકૃતીનુપ્રદોષપાતામાવ:
२०९ नास्ति, एतदाह- व्यञ्जनस्यावग्रहो न भवति । एतदुक्तं भवति- 'ये ते दृश्यमानाश्चिन्त्यमाना वा वस्तुविशेषाः न ते चक्षुरिन्द्रियेणोपकरणरूपेण नोइन्द्रियेण च सह संश्लेषमिताः परिच्छिद्यन्ते, यतो योग्यदेशावस्थितं वस्तु चक्षुः शरीरस्थमेव सत् परिच्छिनत्ति, न गत्वा विपयपरिच्छेदे व्याप्रियते, न वा विषयमागतं धान्यमसूरकाकृतिके इन्द्रियदेशेऽवगच्छति, अतश्च लोचनमप्राप्तविषयग्राहि, न खलु ग्राह्येण तस्यानुग्रहोपघातानुभवो दृष्टः, स्वान्तस्येव, नापि धान्यमसूराकृतीन्द्रियदेशवर्तिविषयपरिच्छेदि विलोचनं, यदि स्यात् ततस्तद्गतमञ्जनादि परिच्छिन्द्यात्, न च परिच्छिनत्ति, अतो निश्चीयतेऽनागतं विषयमवबुध्यते तत्, न वा गत्वा विषयदेशमित्यतो न व्यञ्जनावग्रहस्तस्य ।
मनसोऽप्येवमेव, न चिन्त्यमानं विषयं प्राप्य मनः चिन्तयति, न वा आगतं स्वात्मन्यवस्थितं विपयं मनः पर्यालोचयति, यदि च संश्लिष्य विषयं परिच्छिन्द्यात् मनस्ततो ज्ञेयकृतमनुग्रह विक्लेदादिरूपमनुभवेद् उपघातं वा दाहादिरूपमिति ।।
હેમગિરા - થયો કે
નયન અને મનની અપ્રાપ્યકારિતા જે દેખાતાં અને વિચારતાં પદાર્થ વિશેષ છે તે ક્રમશઃ ઉપકરણ-ઈન્દ્રિય રૂપ ચક્ષુ સાથે અને નોઈન્દ્રિય સાથે સંશ્લિષ્ટ થએલા જણાતા નથી. કારણ કે યોગ્યદેશમાં રહેલા તે તે પદાર્થોને ચક્ષુ શરીરમાં રહીને જ જાણે છે. પણ બહાર જઈને તે તે વિષયનું જ્ઞાન મેળવવામાં વ્યાપાર કરતી નથી. અથવા તો મસૂર ધાન્યની આકૃતિવાળા ઉપકરણ ઈન્દ્રિયરૂપ ચક્ષુના દેશમાં આવેલા વિષયને જાણે છે તેવું પણ નથી અને તેથી લોચન = ચક્ષુ અપ્રાપ્ત વિષયગ્રાહી = અપ્રાપ્યકારી છે. કારણ કે ગ્રહણ કરાતા વિષયો વડે આંખને કોઈ ઉપઘાત કે અનુગ્રહ નથી થતા. જેમ વિચારાતા પદાર્થોથી વ્યક્તિને પોતાના મન ઉપર અનુગ્રહ કે ઉપઘાત નથી થતા તેમ ચક્ષુ ઈન્દ્રિયમાં પણ સમજવું. વળી મસૂરની આકૃતિરૂપ ઉપકરણ ઈન્દ્રિય ચક્ષુનો દેશ છે, તે દેશમાં અવગાહીને રહેલ વિષયને પણ આંખ પોતે જાણી શકતી નથી. અગર જો જાણી શકતી હોત તો તે આંખે અંજાતા (આંખને સ્પર્શેલા)અંજનને પણ જાણી શકત, પણ જાણતી તો નથી.
આથી નિશ્ચિત થાય છે કે અપ્રાપ્ત (આંખ પાસે ન આવેલા) વિષયને જ આંખ જાણી લે છે. અથવા તો આંખ સ્વ-ગ્રાહ્ય વિષય પાસે જઈને તેને જાણે છે એવું પણ નથી પણ ગયા વિના જાણે છે એથી ચક્ષુનો વ્યંજનાવગ્રહ નથી. મનની બાબતમાં પણ આ રીતે સમજવું કે- મન પણ ચિંતન કરાતાં ઘટાદિ વિષયની પાસે જઈને તેને નથી વિચારતું અથવા પોતાની પાસે આવેલા વિષયને પણ નથી વિચારતું. જો મન વસ્તુની સાથે જોડાઈને જ તે અંગે વિચાર કરતું હોય તો ચિંતન કરાતા પાણી આદિ વિષયોથી ભીંજાવું વિગેરે અનુગ્રહનો અનુભવ જીવને થવો જોઈએ અથવા અગ્નિના ચિંતનથી દાહાદિરૂપ ઉપઘાતનો અનુભવ થવો જોઈએ. પણ એવું તો કાંઈ બનતું જ નથી. ૨. વેડત્ર દૃશ્ય" .A,B. ૨. “માનાન્ન વસ્તુ મુ.TA.(ઉં, માં) [ રૂ. “સુર” TA.