SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ २०७ स्वोपजभाष्य-टीकालङ्कृतम् • અવગ્રહસ્ય ઉમે છે - भाष्य- एवं द्विविधोऽवग्रहो व्यञ्जनस्यार्थस्य च। ईहादयस्त्वर्थस्यैव । ।१८ ।। च विज्ञानशक्तिराविरस्ति सैवंविधा विज्ञानशक्तिरवग्रहाख्या, तस्य स्पर्शनाद्युपकरणेन्द्रियसंश्लिष्टस्पर्शाद्याकारपरिणतपुद्गलराशेर्व्यञ्जनाख्यस्य ग्राहिकाऽवग्रह इति भयंते। तेनैतदुक्तं भवति- स्पर्शनाधुपकरणेन्द्रियसंश्लिष्टाः स्पर्शनाद्याकारपरिणताः पुद्गलाः व्यञ्जनं भण्यन्ते, विशिष्टार्थावग्रहकारित्वात्, तस्य व्यञ्जनस्य परिच्छेदकोऽव्यक्तोऽवग्रहो भण्यते, अपरोऽपि तस्मान्मनाक निश्चिततरः किमप्येतदित्येवंविधः सामान्य परिच्छेदोऽवग्रहो भण्यते ततः परमीहादयप्रवर्तन्ते, अतः सूक्तं व्यञ्जनस्यावग्रह एव अत्यन्तमलीमसपरिच्छेदक इति, नेहादयः, ईहापायधारणास्तस्य व्यञ्जनस्य ग्राहिका न भवन्ति, स्वांशे भेदमार्गण-निश्चय-धारणाख्ये तासां नियतत्वात् । ___एवमुक्तेन प्रकारेण, सूत्रद्वयाभिहितेनेत्यर्थः। द्विविध इति च। विषयस्य द्विरूपत्वात् द्विविध - હેમગિરા - ભાષ્યાર્થ :- આમ કુલ બે પ્રકારના અવગ્રહ થયા ૧. વ્યંજનનો અને ૨. અર્થનો. ઈહાદિ તો અર્થના જ હોય. ૧૮ અવ્યક્ત જ્ઞાનવાળો થાય છે. આ અવસ્થામાં સ્પર્શન આદિ ઉપકરણ ઈન્દ્રિયોથી સંશ્લિષ્ટ જે પુદ્ગલો છે તેના વડે જે વિજ્ઞાન શક્તિ અને જેટલી વિજ્ઞાન શક્તિ પ્રગટ થાય તેવા પ્રકારની વિજ્ઞાન શક્તિ અવગ્રહ નામે ઓળખાય છે. સ્પર્શનાદિ ઉપકરણેન્દ્રિય સાથે જોડાયેલ સ્પર્ધાદિ આકારરૂપે પરિણત થયેલ વ્યંજન નામની પુદ્ગલ રાશિની પ્રાહિકા શક્તિને “અવગ્રહ' કહેવાય છે. આમ કહેવાથી આ સાર નીકળ્યો કે – સ્પર્શનાદિ ઉપકરણ ઈન્દ્રિયોથી સંબદ્ધ સ્પર્શ આદિ આકાર રૂપે પરિણત થયેલા પુદ્ગલો તે ભાવમાં વિશિષ્ટ અર્થાવગ્રહને કરાવતાં હોવાથી વ્યંજન કહેવાય છે. (અહીં ટીકાકારશ્રીએ સ્પર્શનાદિ ઈન્દ્રિય અને સ્પર્શાદિ ગુણવાળા પુગલોનાં સંબંધથી ઉત્પન્ન થતી અવ્યક્ત બોધ રુપ જ્ઞાન શક્તિ રૂપકાર્યને તેમજ કારણનો કાર્યમાં આરોપણ ઉપચાર કરી સ્પર્શાદિ આકારરૂપે પરિણત પુદ્ગલ રૂપકારણને પણ “વ્યંજન' કહીને વ્યંજન'ની બે વ્યાખ્યાઓ જણાવી છે.) # અવગ્રહ આદિના વિષય વિભાગ ૪ આ વ્યંજનનો જે અવ્યક્ત પરિચ્છેદક તે અવગ્રહ કહેવાય. આના પછી થતો બીજો પણ પરિચ્છેદ જે આના કરતા કાંઈક વધારે નિશ્ચિત = સ્પષ્ટ બોધરૂપ છે. કે જેમાં “આ કાંઈક છે’ એવા પ્રકારનો સામાન્ય બોધ થાય છે. આ પણ અવગ્રહ જ કહેવાય છે. આના પછી ઈહાદિ પ્રવર્તે છે. એથી ભાગ્યમાં બરાબર જ કહ્યું છે કે- વ્યંજનનો ગ્રાહક અવગ્રહ જ હોય છે. જે અત્યંતમંદ બોધરૂપ છે. પણ ઈહા, અપાય અને ધારણા આ વ્યંજનના ગ્રાહક ન હોય. કારણ કે આ ઈહાદિ પોત-પોતાના (અર્થબોધ) અંશમાં નિયત છે તે આ પ્રમાણે – ઈહા એ સંભવિતભેદ વિચારણામાં તત્પર હોય (દા.ત. દોરડાને જોઈ આ દોરડું હોવું જોઈએ સર્પ નહિં.) તથા અપાય એ “દોરડું જ છે” એવા નિશ્ચય જ્ઞાનમાં તત્પર હોય છે અને ધારણા તે નિશ્ચય જ્ઞાનને ધારી ૨. મખ્યત્તે મુ. (ઉં, બા) I
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy