________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् अवग्रहस्वरुपप्रकाशनम्
१८९ भाष्य- तत्राव्यक्तं यथास्वमिन्द्रियैर्विषयाणामालोचनावधारणमवग्रहः । कास्ताश्चतस्रो विधा इत्याह- अवग्रह ईहा अपायो धारणेति । स्पर्शनावग्रहः स्पर्शनेहा स्पर्शनापायः स्पर्शनधारणेति, एवं सर्वत्र दृश्यं यावन्मनोधारणेति । पर आह- निर्जातं चातुर्विध्यमेकैकस्य, इदं तु न विज्ञातं किंस्वरूपा अवग्रहादय इत्यतः स्वरूपमवग्रहादीनां ब्रूहि, एवमुक्तेसूरिः स्वरूपप्रचिकाशयिषयाऽऽह अवग्रहादीनाम
तत्राव्यक्तमित्यादिना। तत्रेति चतुर्भुवग्रहादिषु प्रक्रान्ते, अवग्रहोऽभिधीयते । अवग्रहणमवग्रहः सामान्यार्थपरिच्छेद इत्यर्थः । यदि विज्ञानं स्पर्शनादीन्द्रियजं व्यञ्जनावग्रहादनन्तरक्षणे सामान्यस्यानिर्देश्यस्य स्वरूपकल्पनारहितस्य नामादिकल्पनारहितस्य चे वस्तुनः परिच्छेदकं सोऽवग्रहः अव्यक्तं ज्ञानमितियावत् । तदाह- अव्यक्तम् अस्फुटम् अवधारणमित्यनेन सम्बन्धः, अव्यक्तं यदवधारणम् अव्यक्तो यः परिच्छेद इत्यर्थः। कस्याव्यक्तं कैर्वा तदव्यक्तमिति ?। उच्यते- यथास्वमित्यादि । यथाशब्दो वीप्सायां, यो य इति, स्वशब्द आत्मीयवचनो, यो य आत्मीय इत्यर्थः । यथास्वं विषयोऽभिसम्बन्ध्यते, योऽयमात्मीयो
• હેમગિરા ભાષ્યાર્થ :- અવગ્રહાદિ ચારમાં અવગ્રહ એટલે પોત-પોતાના જે યથાયોગ્ય વિષયો છે તેની તે તે ગ્રાહક ઈન્દ્રિયોં વડે અવ્યકતપણે, જે મર્યાદિત બોધ તેને અવગ્રહ કહેવાય. ચાર પ્રકારે. (“ચતુર્વિધ” પદમાં બહુવ્રીહિ સમાસ થએલ છે, તેનો વિગ્રહ ટીકામાં જ દર્શાવેલ છે.)
પ્રશ્ન :- આ ચાર પ્રકાર કયા છે? જવાબ :- અવગ્રહ, ઈહા, અપાય, ધારણા એ ચાર પ્રકાર જાણવા. આ પ્રકારો દરેક ઈન્દ્રિયને આશ્રયી જાણવા. જેમકેઃ-સ્પર્શનાવગ્રહ, સ્પર્શન ઈહા, સ્પર્શનાપાય, સ્પર્શન ધારણા આ રીતે સર્વ ઇન્દ્રિયોમાં અને મનમાં સમજવું. છેલ્લો ભેદ મનોધારણાનો આવશે.
પ્રશ્ન :- ઈન્દ્રિયાદિ એક એક નિમિત્તના ચાર પ્રકાર જણાયા. પણ આ જે અવગ્રહ આદિ છે તેનું સ્વરૂપ સમજાયું નથી તેથી તે સ્વરૂપ સમજાવો. જવાબ :- આ પ્રશ્નના જવાબમાં સૂરીશ્વર અવંગ્રહાદિના સ્વરૂપને પ્રકાશિત કરવાની ઈચ્છાથી કહે છે, અને તે અવગ્રહાદિ ચારમાંથી સર્વપ્રથમ અવગ્રહનું વર્ણન કરે છે. સામાન્ય અર્થનો બોધ તે અવગ્રહણ અર્થાત વ્યંજનાવગ્રહ થયા બાદ અનંતર સમયમાં સ્પર્શનાદિ ઇન્દ્રિયથી ઉત્પન્ન થતું અનિર્દેશ્ય (=નિર્દેશ ન કરી શકાય) એવું સામાન્ય, સ્વરૂપ કલ્પનાથી રહિત અને નામાદિ કલ્પના રહિત વસ્તુનું જે અવ્યક્ત (=અસ્પષ્ટ) વિજ્ઞાન તે અવગ્રહ જ્ઞાન છે. “વ્યજં' પદનો અન્વય “વધાર' સાથે કરવો. તે આ રીતે કે અવ્યકત એવું જે અવધારણ=બોધ તે અવગ્રહ છે.
શંકા :- આ અવ્યકત બોધ કોનો છે ? અથવા કોના વડે થાય છે ?
સમાધાન :- યથાā “યથા” શબ્દ વીસા = “જે જે” એવા અર્થમાં છે તથા “ પદ આત્મીય અર્થમાં છે. તાત્પર્યથી યથાસ્વ = આત્મીય વિષય અર્થ કરવો. ભાવાર્થ આ મુજબ –+ ઇન્દ્રિયનો જે વિષય છે તે સ્વ વિષય, કે જે તે તે કરણભૂત ઈન્દ્રિયો વડે જણાય છે, એવા તે સ્પર્શાદિ સ્વ-વિષયોનો અવ્યકત બોધ = આલોચના-અવધારણ કહેવાય છે. ૨. “તેંચ છે માં.TTA.. ૨. ૨ વિમુ વસ્તુન" TA.I રૂ. યાદ મુ.પ.A. (મ.ઈ.) I