________________
૧૦ • ભૂમિકા
તત્ત્વાર્થાધિગમસૂત્ર દ્વારા તત્ત્વાર્થસૂત્ર ઉપર ગંધહસ્તી મહાભાષ્ય રચાયું હતું એવો વૃદ્ધ પ્રઘોષ સંભળાય છે. અને એ માટે છુટક છુટક નિમ્ન લિખિત પુરાવા પણ દિગંબર-શ્વેતામ્બર ગ્રંથોમાં મળે છે. તે આ પ્રમાણે - ધર્મભૂષણ દિગંબરાચાર્ય વિરચિત વાયદીપિકામાં મહાભાષ્યના વાક્યોને ઉદ્ધત કરવામાં આવ્યા છે. ઇ.સ. ૯૭૮માં શ્રી ચામુંડારાય દ્વારા કર્ણાટકીભાષામાં રચિત ત્રિષષ્ટિલક્ષણ પુરાણમાં સામંતભદ્રાચાર્યના ભાષ્યનું સ્મરણ કરાયું છે. ઇ.સ.૧૨૩૦માં ગુણવર્મકવિકૃત કર્ણાટકભાષાબદ્ધ પુષ્પદંત પુરાણમાં ગંધહસ્તિ મહાભાષ્યના ૯૬ હજાર શ્લોકોની સંખ્યાનું પ્રમાણ દર્શાવ્યું છે. વિક્રાંતકૌરવ નાટકની પ્રશસ્તિમાં તેના કૃતિકાર હસ્તિમલે પણ ગંધહસ્તિ મહાભાષ્યનો ઉલ્લેખ કર્યો છે. અસહસીની ટિપ્પણીમાં લઘુમંતભદ્ર પણ મહાભાષ્યનો ઉલ્લેખ કર્યો છે, તથા તત્ત્વાર્થસૂત્ર ઉપર સુબોધિની ટીકાના કર્તા દીગંબરાચાર્ય ભાષ્કરનંદિએ પ/૪૨ સૂત્રમાં અને ૫ર સૂત્રમાં મહાભાષ્યનો ઉલ્લેખ કર્યો છે. શ્રી વીરસેન નામના આચાર્યે પખંડાગમની ધવલા નામની ટીકામાં પણ ગંધહસ્તિ મહાભાષ્યનો ઉલ્લેખ કર્યો છે.
વર્તમાનમાં ઉપલબ્ધ દિગંબરીય અને શ્વેતાંબરીય સર્વ ટીકાઓમાં જે બધાથી મોટી ૧૮૨૮૨ શ્લોક પ્રમાણ શ્વેતાંબરીય સિદ્ધસેનીય ટીકા ગણાય છે. તેના મંગલાચરણમાં શ્રી સિદ્ધસેનગણિજી મહારાજા કહે છે કે, તત્ત્વાર્થસૂત્ર ઉપર મોટી તેમજ નાની ઘણી ટીકાઓ છે. હું તો મધ્યમટીકા રચું છું, આનાથી પણ પૂર્વે બૃહટીકા હોવાનું અનુમાન કરી શકાય. વળી બીજી વાત એ છે કે આચાર્યશ્રી સામતભદ્રજી દિગંબર હતા એવું કહેવા પણ કોઈ ચોક્કસ પ્રમાણ મળતું નથી. કારણ કે, શ્વેતાંબરાચાર્ય સહસાવધાની શ્રી મુનિચંદ્રસૂરિજી કૃત “ગુર્નાવલિ વગેરેમાં પણ શ્રી સામંતભદ્રાચાર્યનો ઉલ્લેખ છે. વળી દિગંબરોમાં १. I. तद्भाष्यं - तत्रात्मभूतमग्नेरौष्ण्यमनात्मभूतं देवदत्तस्य दण्डः । भाष्यं च-संशयो हि निर्णयविरोधी नत्ववग्रहः इति । तदुक्तं
स्वामिभिर्महाभाष्यस्यादावाप्तमीमांसाप्रस्तावे -"सूक्ष्मान्तरिततदरार्थाः प्रत्यक्षाः कस्यचिद् यथा । अनुमेयत्वतोऽग्न्यादेरिति सर्वज्ञसंस्थिति ।। (धर्मभूषणाचार्यरचित न्यायदीपिकायाम) II. अभिमतमागिरे तत्त्वार्थभाष्यम तर्कशास्त्रमं वरेदु वचोविभवदिनिलेगेसेद समंतभद्र देवर
સમાનેવમોરે TTT (ત્રિષ્ટિપુરા) २. वित्तरभागे सूत्रतिथिं मिमे पाणिदगन्धहस्ति तों, मत्तरुसासिरक्खे शिवकोटि कोटिविपक्षविद्वदुः ।।
न्मतगजं मदं वस्तु केट्येडे गोटुदेवल्ले पेल्वुद मत्ते समन्तभद्रमुनिराजवुदात्तजयप्रशस्तियं ।। पुष्पदंतपुराणे ३. तत्त्वार्थसूत्रव्याख्यानगंधहस्तिप्रवर्तकः । स्वामिसमंतभद्रोऽभूदेवागमनिदेशकः ।।२ ।। (विक्रांतकौरव नाटके) ४. भगवद्भिरुमास्वातिपादैराचार्यवर्यसूत्रितस्य तत्त्वार्थाधिगमस्य मोक्षशास्त्रस्य गन्धहस्त्याख्यं महाभाष्यमुपनिबन्धनः स्याद्वादविद्यागुरवः
श्रीस्वामिसमन्तभद्राचार्यः (अष्टसहस्रीटिप्पणी) ५. “अपरः प्रपञ्चः सर्वस्य भाष्ये दृष्टव्यः” । ४/४२ “अन्यस्तु विशेषो भाष्ये द्रष्टव्यः” । ५/२ (तत्त्वार्थसूत्रस्यभाष्करनंदिकृत
सुबोधिनीवृत्तौ) ६. “उक्तं च पुनर्गन्धहस्तिभाष्ये उपपदो जन्म प्रयोजनं येषां त इमे औपपादिकाः विजयवैजयन्तजयन्तापराजितसर्वार्थसिद्धाख्यानि
पञ्चानुत्तराणि अनुत्तरे स्वौपपादिकाः ऋषिदास-धन्य-सुनक्षत्रकार्तिकेय-नन्द-शालिभद्रा-दय-वारिषेण-चिलातपुत्रा इति” (श्री वीरसेनकृत
धवलाटीकायाम्) ७. संक्षिप्त-विस्तीर्णरूचिप्रबोधैः पूर्वैर्मुनीशैर्विवृतेऽपि शास्त्रे । यातुं पथा वाञ्छति मध्यमेन बुद्धिमदीया परिपेलवापि (सिद्धसेनीयटीकागत
પ્રામમંત્રાવરગોવા સારૂ II) ८. अथो गुरुश्चन्द्रकुलेन्दुदेवकुलादिवासोदितनिर्ममत्वः ।
समन्तभद्रः १७ श्रुतदिष्ट शुद्धतपस्क्रियः पूर्वगत श्रुतोऽभूत् ।।२८ ।। (मुनिसुंदरसूरिकृत गुर्वावली) શ્રી વજસ્વામિજીનું સ્વર્ગગમન વીર સં. ૫૮૪ વર્ષે થયું. ત્યાર બાદ ત્રીજી પેઢીએ શ્રીસામન્તભદ્રસૂરિજી થયા, એટલે તેઓ વીર સં ૭00ની આસપાસ થયા, જેમનાથી વનવાસી ગચ્છ નીકળ્યો.