________________
१७०
• श्रुतस्य मतिपूर्वकत्वम् ।
तत्त्वार्थाधिगमसूत्रम् १/११ भाष्य- तदिन्द्रियानिन्द्रियनिमित्तमिति वक्ष्यते । श्रुतज्ञानस्याप्यपायांशः प्रमाणयितव्यः । सम्प्रति निमित्तापेक्षत्वादित्यस्य यो व्यभिचारः पुनः पुरस्तादवाचि तत्परिजिहीर्षयेदमाह- तदिन्द्रियानिन्द्रियनिमित्तमिति वक्ष्यते इत्यनेन । तदिति मतिज्ञानम्, इन्द्रियाणि= श्रोत्रादीनि अनिन्द्रियं=मनः ओघज्ञानं च तानि निमित्तं कारणं यस्य ज्ञानस्य तदिन्द्रियानिन्द्रियनिमित्तम्, न हीन्द्रियाण्यनिन्द्रियं च विरहय्य तस्य ज्ञानस्य सम्भवोऽस्तीति, ततश्च हेतुरेवंविधो ज्ञातः इन्द्रियानिन्द्रियनिमित्तत्वादिति । विशिष्टमेव निमित्तमिन्द्रियानिन्द्रियाख्यमुररीकृत्य निमित्तापेक्षत्वादिति मया प्रागभ्यधायि, नास्त्यतो व्यभिचारः ।
श्रुतज्ञानस्यापीन्द्रियानिन्द्रियनिमित्ततैव, किंतु अन्यथापि निमित्तं कथ्यते, तदाह- तत्पूर्वकत्वात् । तदिति मतिज्ञानं पूर्व पूरकं पालकं यस्य तत् तत्पूर्वकं तद्भावस्तत्पूर्वकत्वं तस्मात् तत्पूर्वकत्वात्, यावन्मतिस्तावत् तद् भवति, न त्वीदृश्यवस्थाऽस्ति यत्र तन्मतिज्ञानेन विना प्रादुःष्यात्, अतस्तन्मतिज्ञानं
- હેમગિરા ભાષ્યાર્થ - તે આ મતિજ્ઞાન ઈન્દ્રિય અને મનના નિમિત્તવાળું છે આ વાત આગળ કહેશે. ધૂમથી થતું અગ્નિનું અનુમાનજ્ઞાન એ નિમિત્તની અપેક્ષાવાળું હોવાથી જેમ સવિકલ્પ છે. તેમ મતિજ્ઞાન પણ ઈન્દ્રિયાદિ નિમિત્તથી થતું હોવાથી “સવિકલ્પ' કહેવાય છે. તેમજ મતિથી થતા શ્રતમાં પણ તે શ્રુતનો અપાય અંશ પ્રમાણરૂપ જાણવો.
નિમિત્તાપેક્ષત્રા'નો (અવધિ આદિ ત્રણ જ્ઞાનોમાં યથા યોગ્ય ક્ષયોપશમ અને ક્ષય નિમિત્ત હોવાથી આ ત્રણ પણ “નિમિત્તની અપેક્ષાવાળા કહેવાશે” એમ) જે વ્યભિચાર પૂર્વે શંકાકારે દર્શાવેલો તેનો પરિહાર કરતા કહે છે કે શ્રોત્રાદિ ઈન્દ્રિય કે અનિન્દ્રિયરૂપ મન અને ઓઘ જ્ઞાન, આ બધા નિમિત્ત છે જેમાં તે મતિ જ્ઞાન ઈન્દ્રિયાનિન્દ્રિયનિમિત્ત' કહેવાય. ક્યારે પણ ઈન્દ્રિય કે અનિન્દ્રીય વિના આ મતિ જ્ઞાન સંભવતું નથી. તેથી મતિ માટે “ઈન્દ્રિયનિન્દ્રિય' હેતુ કહેલ છે. આ બે (ઈન્દ્રિય, અનિન્દ્રિય) વિશિષ્ટ નિમિત્તની અપેક્ષાને ધ્યાનમાં રાખીને જ નિમિત્તાપેક્ષત્વ હેતુ મારા (વાચક પ્રવર) વડે પૂર્વે કહેવાયો હતો. જેનો વિસ્તાર અને પૂર્વે કરી આવ્યા છીએ. તેથી કોઈ વ્યભિચાર નથી.
* શ્રુતજ્ઞાનની પરોક્ષતાના હેતુ # શ્રુતજ્ઞાનમાં ય આ બે ઇન્દ્રિય-અનિન્દ્રિય નિમિત્તો હેતુ તરીકે સમજી લેવા. અને બીજી રીતે પણ શ્રુતના નિમિત્તને કહે છે કે શ્રુતજ્ઞાન એ મતિજ્ઞાન-પૂર્વક છે. પૂર્વ એટલે પૂરક, પાલક, આશય એ છે કે શ્રત એ મતિના નિમિત્તને લઈને થાય છે. જયાં મતિ છે ત્યાં જ શ્રત છે. એવી કોઈ અવસ્થા નથી કે મતિજ્ઞાન વિના શ્રુત પ્રગટે. આથી મતિજ્ઞાન શ્રુતજ્ઞાનનું પાલક છે, પૂરક છે. તેમ હોવાથી મતિજ્ઞાન જ તે શ્રુતના લાભમાં નિમિત્ત બને છે. કારણ કે મતિ ૧. તિિન્દ્રય નિ* TB.તિ..