________________
१६७
स्वोपनभाष्य-टीकालङ्कृतम् • सूत्रकारभाष्यकारयोरेक्यसमर्थनम् • __ भाष्य- कुत: ?। निमित्तापेक्षत्वात् अपाय-सद्दव्यतया मतिज्ञानम्। पर्यावभेदात् पर्यायिणो भेद इत्यन्यः सूत्रकारपर्यायोऽन्यश्च भाष्यकारपर्याय इत्यतः सूत्रकारपर्यायः शास्तीति । तदेवमाद्यव्यपदेशे सिद्धे सुखेन वक्तुं शक्यते, किमिति चेत्, उच्यते- मतिज्ञान-श्रुतज्ञाने द्वे अपि परोक्षं प्रमाणं भवतः, शेषमनूद्य परोक्षप्रमाणता विधीयते । कुत इति च प्रश्नयितुरयमभिप्रायः यमयं हेतुमुपन्यसिष्यति वक्ष्यमाणं तत्रास्य व्यभिचारं दर्शयिष्यामीति, इतरोऽपि सविशेषणं हेतुं बुद्धौ न्यस्याह- निमित्तापेक्षत्वादिति । यद्वद् धूमादग्निज्ञानं परोक्षमुपजायते निमित्तापेक्षं, तद्वन्मतिश्रुते, इन्द्रियानिन्द्रियनिमित्तभावः स्पष्टो भवति मतेः, श्रुतस्य च ।
- હેમગિરા ભાષ્યાર્થ - પ્રશ્ન :- કઈ રીતે? ઉત્તર :- મતિજ્ઞાન નિમિત્તની અપેક્ષા રાખતું હોવાથી, તથા અપાય અને સદ્દવ્યતાપૂર્વક હોવાથી પરોક્ષ છે.
# ટીકાગત સ્યાદ્વાદશૈલી # ગ્રંથ(ભાષ્ય)કાર પોતાને જ સૂત્રકાર અને ભાષ્યકાર એમ બે પર્યાયમાં વિભક્ત કરી આ શક્તિ' = “તે સૂત્રકાર કહે છે) એમ પ્રયોગ કર્યો છે. અથવા બીજી રીતે સમજીએ તો પર્યાયના ભેદે પર્યાયીનો ભેદ હોય છે. અહીં પણ સૂત્રકાર એ એક અન્ય પર્યાય છે અને ભાષ્યકાર એ બીજો પર્યાય છે. આથી “શાસ્ત્રિમાં સૂત્રકારનો પર્યાય જાણવો. અહિં સાદ્વાદ સિદ્ધાંતનો ખ્યાલ આવે છે કે સૂત્રકાર અને ભાગ્યકાર એકના એક હોવા છતાં સૂત્રકારના પર્યાયરૂપે જુદા છે, અને ભાષ્યકારના પર્યાયરૂપે જુદા છે. સૂત્રકાર તરીકે સંક્ષિપ્ત રુચિવાળા ઉમાસ્વાતિજી જુદાં અને ભાષ્યકાર તરીકે વિસ્તાર રુચિવાળા ઉમાસ્વાતિજી જુદાં આમ સ્યાદ્વાદ સિદ્ધાંતનો ખ્યાલ આપવામાં આવ્યો છે.
. (જેને આ સ્યાદ્વાદ સમજાય એ કદી સૂત્રકારથી ભાષ્યકારને જુદા ન કહી શકે.) આ રીતે “આઘ પદનો ખુલાસો થતાં સુખેથી કહી શકાય ! શું કહી શકાય ? તે આ કે માથેથી મતિજ્ઞાન - શ્રુતજ્ઞાન જ લેવા, આ બન્નેય પરોક્ષ પ્રમાણ છે.આ મતિ-શ્રુત બન્ને જ્ઞાનો વિશે અહીં બીજું કાંઈ (લક્ષણ-પ્રભેદાદિ) ન કહેતાં માત્ર પરોક્ષ પ્રમાણતા જ ભાષ્યકારે જણાવી છે. (કારણ કે પ્રસ્તુતમાં “પ્રમાણ'નું પ્રકરણ ચાલે છે.)
પ્રશ્ન :- મતિ શ્રત એ પરોક્ષ પ્રમાણ છે એવું કઈ રીતે કહી શકાય ?
પ્રશ્નકર્તાનો આશય એ છે કે આ મતિ શ્રતની પરોક્ષતા બતાવવા માટે યદિ જો કોઈ હેતુનો ઉપન્યાસ કરાશે તો ત્યાં આ હેતુને વ્યભિચાર બતાવીશું. આ આશયને મનમાં રાખીને ઈતર (ભાષ્યકારશ્રી) પણ હેતુના વિશેષણને મગજમાં રાખી પ્રથમ સામાન્ય રીતે હેતુનો ઉપન્યાસ કરતાં (ઉત્તર આપતા) કહે છે :- “નિમિત્તાપેક્ષત્ર' અર્થાત્ આ બન્ને જ્ઞાનો નિમિત્તની અપેક્ષા રાખતા હોવાથી પરોક્ષ પ્રમાણ છે. જેમ ધૂમ નિમિત્ત થકી અગ્નિનું જ્ઞાન થાય છે તેથી પરોક્ષજ્ઞાન ૨. ‘ય’ પાઠો મુ.પ્રતો દુર: (મ..) ૨. પણ મતે: મુ.(ઉં,)