________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• सम्यक्त्वस्य जघन्योत्कृष्टविरहकालः •
१५३
भाष्य- अन्तरम्। सम्यग्दर्शनस्य को विरहकाल: ? एकजीवं प्रति जघन्येनान्तर्मुहूर्तम्, उत्कृष्टेन उपार्धपुद्गलपरिवर्तः। नानाजीवान् प्रति नास्त्यन्तरम् ।।
चिन्तिता, औपशमिकस्य तु यथासम्भवं अन्तर्मुहूर्तप्रमाणेति, क्षायिकस्य तु सर्वदावस्थानम् ।।
अतोऽनन्तरमन्तरद्वारं स्पृशति - अन्तरमित्यनेन सम्यग्दर्शनं प्राप्य पुनश्चोज्झित्वा मिथ्यात्वदलिकोदयात् पुनः कियता कालेन लप्स्यत इति पृच्छति - सम्यग्दर्शनस्य को विरहकाल इति ? सम्यग्दर्शनं प्राप्य पुनश्चोज्झित्वा॑ यावन्न पुनः सम्यग्दर्शनमासादयति स विरहकालः=सम्यग्दर्शनेन शून्यः कालः कियानिति, औपशमिक- क्षायोपशमिके निश्चित्य निर्णयवाक्यं प्रवृत्तम् ।
एकजीवं प्रतीत्यादि । एको जन्तुरौपशमिकं क्षायोपशमिकं वा प्राप्य उज्झित्वा पुनः कश्चिन् मुहूर्तस्योन्तर्लभते, कश्चित् तु अनन्तेन कालेनं लभते स चान्तरकाल एवमाख्यायते, उत्कृष्टेनोपार्धपुद्गलपरावर्तः, पुद्गलपरावर्तो नाम यदा जगति यावन्तः परमाणवस्ते औदारिकादितया सर्वे परिभुक्ता भवन्ति, स पुद्गलपरावर्तः औदारिकवैक्रियतैजसभाषाप्राणापानमनःकर्मभेदात् सप्तधा
→ હેમગિરા -
ભાષ્યાર્થ :- અંતરદ્વાર પ્રશ્ન ઃ- સમ્યગ્દર્શનનો વિરહ કાળ કેટલો ? જવાબઃ- ‘એક જીવને આશ્રયી જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ઉપાર્ધપુદ્ગલપરાવર્તન કાળ, અનેક જીવોને આશ્રયી કોઈ અંતર નથી.’ નથી. એવી આમ્નાય શાસ્ત્રાજ્ઞા છે. પાઠાંતર અવ્યવછેત્ મુજબ ‘અવ્યવચ્છિન્ન પરંપરા હોવાથી’ એવો અર્થ પણ કરી શકાય. આ સ્થિતિ ક્ષાયોપશમિક સમકિતની વિચારાઈ છે. ઔપમિકની યથાસંભવ અંતર્મુહૂર્ત પ્રમાણ જાણવી. ક્ષાયિકની સર્વકાળે હોય. હવે અંતરદ્વાર દર્શાવે છે :
* અંતરદ્વારથી સમ્યગ્દર્શનને વિચારીએ *
અંતર એટલે- વિરહ. પ્રશ્ન :- સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને મિથ્યાત્વ દલિકના ઉદયથી સમ્યગ્દર્શનને ત્યજીને ફરી કેટલા કાળ વડે આ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે ? અર્થાત્ સમ્યગ્દર્શનનો વિરહકાળ કેટલો ? સમ્યગ્દર્શનને મેળવીને તજી દીધા બાદ ફરી જ્યાં સુધી સમ્યગ્દર્શન પ્રાપ્ત થતું નથી, તે કાળ ‘વિરહકાળ’ કહેવાય. આને સમ્યગ્દર્શનનો શૂન્ય કાળ પણ કહેવાય.
આ સવાલનો જે જવાબ ભાષ્યકાર આપવાના છે, તે ઔપમિક અને ક્ષયોપશમિકની અપેક્ષાએ જાણવો. જવાબ :- કોઈ એક જીવ ઔપમિક કે ક્ષાયોપમિક સમકિતને મેળવી અને તજીને જધન્યથી અંતર્મુહૂર્તના આંતરે સકિત મેળવે અને કોઈ જીવ તો અંનતકાળ બાદ મેળવે તે બન્ને કાળને ‘અંતરકાળ’ આ પ્રમાણે કહેવાય. આ અંતર, ઉત્કૃષ્ટથી ઉપાર્ધ પુદ્ગલ પરાવર્તન કાળનું જાણવું. પુદ્ગલ પરાવર્તન :- જ્યારે જગતમાં રહેલા તમામ પરમાણુઓ જેટલા કાળ વડે ઔદારિક આદિ તરીકે પરિણમાવી ભોગવવામાં આવે તેટલા કાળને પુદ્ગલપરાવર્તન કહેવાય. આ પુદ્ગલપરાવર્ત સાત પ્રકારે છે.. ઔદારિક, વૈક્રિય, તૈજસ, ભાષા, પ્રાણાપાન (શ્વાસોશ્વાસ), મન ૨. હત્યા પુનઃ યાવન્ન સભ્ય" મુ.(ä,માં)! ૨. "સ્યાન્તર(રેવ) તમતે મુ (ä,માં)/ રૂ. તેન વા ત° TA./ ૪. 'વાનન્તર' પં.માં.
=