________________
१४४ • નિશ્વન અમૂર્ત નોદ્યતે •
तत्त्वार्थाधिगमसूत्रम् १/८ प्रतिपद्यते, अभूतं नोत्पद्यत इति शशविषाणादिवत् । व्यवहारस्य मिथ्यादृष्टिः प्रतिपद्यते, प्रतिपत्तेरभूतभावविषयत्वात्, असत् कारणे कार्यमिति दर्शनात् । एवं ज्ञानी निश्चयस्याज्ञानी व्यवहारनयस्य । ___ चक्षुर्दर्शनिषु द्वयम् मक्षिकाद्यसंज्ञिषु पूर्वप्रतिपन्नाः स्युर्न तु प्रतिपद्यमानकाः, संज्ञिपञ्चेन्द्रियचक्षुर्दशनिषु द्वयम्, अचक्षुर्दर्शनिपु द्वयम् - अचक्षुर्दर्शनिषु पृथिव्यादिषु पञ्चसु द्वयं नास्ति, शेषेषु द्वि-त्रि-चतुरसंशिष्वचक्षुर्दर्शनिषु पूर्वप्रतिपन्नाः स्युर्न तु प्रतिपद्यमानकाः संज्ञिपञ्चेन्द्रियाचक्षुर्दर्शनिषु द्वयम् । चारित्री पूर्वप्रतिपन्न एव, अचारित्रः पूर्वप्रतिपन्नः प्रतिपद्यमानकश्च स्यात् । आहारकेषु द्वयम्, अनाहारकः पूर्वप्रतिपन्नः न तु प्रतिपद्यमानकोऽन्तरगतौ सम्भविता । उपयोग इति, साकारोपयुक्तः प्रतिपद्यते
હેમગિરા નયના મતે જે વસ્તુ “અસ” હોય તે ક્યારેય ઉત્પન્ન ન થાય. જેમ સસલાના શિંગડા એ રીતે મિથ્યાત્વી (સમકિતશૂન્ય હોવાથી) ક્યારે પણ સમ્યગૃષ્ટિ ન બને. વ્યવહાર નયને આશ્રયી મિથ્યાષ્ટિ સમ્યગ્દર્શનને પામે કારણ કે આના મતે પ્રતિપત્તિ=પ્રાપ્તિ એ ક્યારે પણ અભૂત- અપ્રાપ્ત વિષયની સંભવે છે. આ નય એમ કહે છે કે જો સમ્યગ્દર્શન હતુ જ તો નવું શું પ્રાપ્ત થયું? તેથી મિથ્યાષ્ટિને સમકિત પ્રાપ્ત થાય તેમ કહેવું વધુ ઉચિત છે. આ નય અસત્ કાર્યવાદી છે. દા.ત. કારણ માટીમાં કાર્ય-ઘટ અસતુ=અવિદ્યમાન હોય છે પણ ચક્ર, દંડ વગેરે સહકારી મળતા તે માટીમાંથી ઘટનો નવનિર્માણ થાય છે. નિશ્ચય નય “સ” કાર્યવાદી છે અર્થાત ઘટ એ માટીમાં સતુ જ હતો, નિમિત્તો મળતા પ્રાદુર્ભાવ થયો છે કોઈ નવનિર્માણ રૂપ નથી.
* જ્ઞાનાદિ દ્વારમાં સખ્યત્વની સમજણ * જ્ઞાન દ્વાર :- નિશ્ચયનયે જ્ઞાની સમ્યગ્દર્શન (જ્ઞાન)ને પ્રાપ્ત કરે અને વ્યવહારનયે અજ્ઞાની (મિથ્યાત્વી) સમ્યગ્દર્શન (જ્ઞાન)ને પ્રાપ્ત કરે છે.
દર્શન દ્વાર :- સામાન્યથી વિચારતાં ચક્ષુદર્શનીમાં પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનક બન્ને હોય પણ વિશેષથી વિચારતાં માખી વગેરે ચઉરિન્દ્રિય આદિ અને અસંજ્ઞી પંચેન્દ્રિયમાં પૂર્વપ્રતિપન્ન હોય પણ પ્રતિપદ્યમાનક ન હોય. સંજ્ઞીપંચેન્દ્રિય ચક્ષુદર્શનીમાં બન્ને હોય. સામાન્યથી વિચારતાં અચક્ષુ દર્શનમાં બન્ને હોય. પણ વિશેષથી વિચારતાં પૃથ્વીકાય આદિ પાંચ અચક્ષુદર્શનીમાં બન્ને ન હોય. શેષ બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચઉરીન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય અચક્ષુદર્શનીમાં પૂર્વ પ્રતિપન્ન હોય પણ પ્રતિપદ્યમાનક ન હોય અને સંજ્ઞીપંચેન્દ્રિય અચક્ષુદર્શનીમાં બંન્ને હોય.
ચારિત્ર દ્વાર :- ચારિત્રી પૂર્વ પ્રતિપન્ન જ હોય છે. (જ્યાં સમ્યગ્વારિત્ર છે ત્યાં સમ્યગ્દર્શનજ્ઞાન રહેલા જ છે. એથી ચારિત્રીનું સમ્યક્ત્વ તો પૂર્વ પ્રતિપન્ન જ કહેવાય) અચારિત્રીમાં પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનક બન્ને હોય છે.
આહારક દ્વાર :- આહારકમાં બન્ને હોય, અનાહારક પૂર્વ પ્રતિપન્ન હોય છે. પણ પ્રતિપદ્યમાનક ન હોય. કારણ કે આ અનાહારક દશા વિગ્રહગતિમાં હોવાથી ત્યાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ શક્ય ન બને. ૨. વાલા મુ(ભા) I ..... પતંગ્વિનિતHI TA.સં. તો ન હૃદ: ૨. પ્રતિપદ્યને મુ.સં. (ઉં,મ) I