________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • कायादिषु सम्यक्त्वविचार:
१४३ सामान्येन द्वयमप्यस्ति, विशेषेण धरणि-जलानलानिल-तरुषु द्वयं न सम्भवत्येव, द्वि-त्रि-चतुरसंज्ञिपञ्चेन्द्रियेषु पूर्वप्रतिपन्नाः स्युः नाधुना प्रतिपद्यन्ते, संज्ञिपञ्चेन्द्रियत्रसकाये द्वयमपि स्यात् । योगे मनोवाक्कायेषु सामान्येन द्वयमपि, काययोगभाजां पृथिव्यादीनां तपर्यन्तानां न द्वयं, काय-वाग्योगयुजां द्वि-त्रि-चतुरसंज्ञिपञ्चेन्द्रियाणां पूर्वप्रतिपन्नाः स्युः न प्रतिपद्यन्त इति ।
.. मनो-वाक्-काययोगानां द्वयम् । अनन्तानुबन्धिनामुदये न द्वयं, शेषकषायोदये द्वयम् । वेदत्रयसमन्वितानां द्वयमस्ति सामान्येन; विशेषेणापि स्त्रीवेदे द्वयं पुरुषवेदे द्वयं, नपुंसकवेद एकेन्द्रियाणां न द्वयं, विकलेन्द्रियाणामसंज्ञिपञ्चेन्द्रियपर्यवसानानां पूर्वप्रतिपन्नाः केचित् सन्ति, न प्रतिपद्यमानकाः, संज्ञिपञ्चेन्द्रियनपुंसकेषु द्वयं, नारक-तिर्यङ्-मनुष्यामरेषु लेश्यासु उपरितनीषु द्वयम्, आद्यासु प्रतिपन्नाः स्युः न तु प्रतिपद्यन्ते । किं सम्यग्दृष्टिः प्रतिपद्यते मिथ्यादृष्टिा? । अत्र निश्चयनयस्य सम्यग्दृष्टिः
– હેમગિરા – ચહેરીન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયમાં પૂર્વપ્રતિપન્નની ભજના સમજવી. (હોય તો પણ સાસ્વાદન સમ્યક્ત્વની અપેક્ષાએ જ હોય) સાસ્વાદન સમકિતનો પ્રતિપદ્યમાનક જીવ તો હોય જ નહીં. (કારણ કે સમકિતની પતિત-અવસ્થા હોવાથી પૂર્વપ્રતિપન્ન જ હોય) સંજ્ઞિપંચેન્દ્રિયોમાં પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનક બંન્ને હોય છે.
કાય દ્વાર :- પૃથ્વીકાયાદિ કાય દ્વારને આશ્રયીને સામાન્યથી વિચારતાં કાયદ્વારમાં બન્ને (પૂર્વ પ્રતિપન્ન પ્રતિપદ્યમાનક) સમકિત હોય. વિશેષથી વિચારતાં પૃથ્વી, અપૂ, તેજસ, વાયુ અને વનસ્પતિમાં બન્ને સમકિત ન હોય. બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચહેરીન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિયમાં પૂર્વ પ્રતિપન્ન હોય પણ પ્રતિપદ્યમાન ન હોય. સંજ્ઞી પંચેન્દ્રિય ત્રસકાયમાં બન્ને હોય.
યોગ દ્વાર :- મન, વચન, કાયરૂપ યોગ દ્વારમાં સામાન્યથી વિચારતાં બન્ને હોય. વિશેષથી વિચારતાં. કાયયોગવાળા પૃથ્વીથી માંડી વનસ્પતિ સુધીમાં બન્ને ન હોય. એ જ રીતે કાય અને વાગ્યોગવાળા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચહેરીન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિયમાં પૂર્વ પ્રતિપન્ન હોય પણ પ્રતિપદ્યમાનક ન હોય. મન, વચન અને કાય આ ત્રણે યોગવાળામાં બન્ને હોય.
કષાય દ્વાર :- અનંતાનુબંધી કષાયના ઉદયે બન્ને ન હોય. શેષ કષાયોદયમાં બન્ને હોય.
વેદ દ્વાર :- ત્રણ વેદમાં સામાન્યથી બન્ને હોય. વિશેષથી પુરુષવેદમાં બે, સ્ત્રીવેદમાં બે અને નપુંસકવેદમાં એકેન્દ્રિયોને બન્ને નથી. વિકસેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય નપુંસક સુધીમાં કેટલાક પૂર્વપ્રતિપન્ન હોય, પણ પ્રતિપદ્યમાનક ન જ હોય. સંજ્ઞી પંચેન્દ્રિય નપુંસકમાં બન્ને હોય.
લેશ્યા દ્વાર - નારક, તિર્યંચ, માનવ અને દેવમાં ઉપરની ત્રણ (તેજો, પધ, શુકલ) લેગ્યામાં બન્ને હોય જ્યારે શરૂઆતની ત્રણ (કૃષ્ણ, નીલ, કાપોત)માં પૂર્વ પ્રતિપન્ન હોય પણ પ્રતિપદ્યમાનક નહીં.
& નિશ્ચય-વ્યવહાર નથી સમ્યગ્દર્શનની વિચારણા ક્ષ સમ્યકત્વ દ્વાર :- આ સમ્યગ્દર્શનને શું સમ્યગ્દષ્ટિ જ પ્રાપ્ત કરે કે મિથ્યાષ્ટિ પ્રાપ્ત કરે છે? જવાબ :- નિશ્ચય નયને આશ્રયી “સમ્યમ્ દષ્ટિ' જ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે કારણ કે નિશ્ચય