________________
१३६
•सम्यक्त्वावरणीयकर्मप्रज्ञापना. तत्त्वार्थाधिगमसूत्रम् १/७ भाष्य- *तदावरणीयस्य कर्मणो दर्शनमोहनीयस्य च क्षयादिभ्यः। तद्यथा- क्षयसम्यग्दर्शनं, उपशमसम्यग्दर्शनं, क्षयोपशमसम्यग्दर्शनमिति।
सम्प्रति भेदकथने प्रवर्तमान एकस्याश्च भेदरूपता रुचेरयुक्तरूपेति मन्यमानः कारणोपाधिकं भेदं दर्शयन्नाह- हेतुत्रैविध्यात् क्षयादि त्रिविधमित्यादि । तिस्रो विधा यस्य स त्रिविधो हेतुः अन्यपदार्थः, त्रिविधस्य भावस्त्रैविध्यम्, हेतोस्त्रैविध्यं हेतुत्रैविध्यम्, तस्माद्धेतुत्रैविध्याद् "वर्तमानसामीप्यादिवत् समासः। हेतुत्रैविध्यप्रदर्शनायाह- क्षयादि त्रिविधं सम्यग्दर्शनमिति ।
कार्यनिर्देश एषः, न च त्रिभिः सम्भूयैकं जन्यते मृदुदक-गोमयैरिवोपवेशनकं, किन्तु क्षयेणान्यैव रुचिरात्यन्तिकी सकलदोषरहिताऽऽविर्भाव्यते, क्षयोपशमेनापि चान्यादृश्येव, तथोपशमेनेति, अतस्त्रिविधं सम्यग्दर्शनम् । यत्कार्यं क्षयादिहेतुभिः। के पुनस्ते हेतव इति ?। उच्यते- क्षयादयः,
- હેમગિરા - ભાષ્યાર્થ :- સમ્યગ્દર્શનના આવરણીય દર્શનમોહનીયકર્મના ક્ષયાદિ થકી આ ત્રણે સમકિત પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે - ક્ષય સમ્યગ્દર્શન, ઉપશમ સમ્યગ્દર્શન અને ક્ષયોપશમાં સમ્યગ્દર્શન. એક જ સ્વરૂપવાળી છે તેથી એના સીધા ભેદો કરવા અયુક્ત છે એવું માની ગ્રંથકાર એક સ્વરૂપવાળી રુચીના કારણોપાધિક=કારણને લઈને થતાં ભેદો દર્શાવે છે :
*ત્રણ પ્રકાર છે જેના એવો હેતુ તે ત્રિવિધ હેતુ કહેવાય. હેતુ - કાર્ય માટેનો અન્ય કોઈ કારણ પદાર્થ. હેતુનું નૈવિધ્ય જણાવતાં કહે છે > સમ્યગ્દર્શન ક્ષયાદિ ત્રણ પ્રકારે છે.
અહીં સમ્યગ્દર્શન એક કાર્યરૂપ છે. કર્મોના ક્ષયાદિ એ કારણ છે. જેમ ભેગા થયેલા માટી, પાણી અને છાણથી એક ઉપવેશનક સભા, મકાનનું નિર્માણ થાય તેમ અહીં ક્ષયાદિ ત્રણે ભેગા થઈને એક પ્રકારની આ રુચિરૂપ કાર્યને નથી ઉત્પન્ન કરતા પણ (દર્શન મોહનીયકર્મના) ક્ષય વડે અન્ય જ કોટીની સદા અવસ્થિત રહેનારી તથા સકળ દોષ રહિત એવી રુચિ પ્રગટે. તથા ક્ષયોપશમથી પ્રકટ થતી રુચિ જુદી જ હોય એ જ રીતે ઉપશમથી પ્રકટ થતી રુચિ જુદા પ્રકારની છે. આથી ત્રણ પ્રકારે સમ્યગ્દર્શન કહ્યાં છે. જે ક્ષયાદિ હેતુ (કારણ)ના કાર્યરૂપ છે.
* સમ્યગદર્શનના હેતુઓને ઓળખીએ ક્રા પ્રશ્ન :- તે હેતુઓ કયા છે ? જેના થકી સમકિત (કાર્ય થાય છે ? જવાબ :- તે હેતુઓ ક્ષયાદિ છે કે જેનાથી સમ્યગ્દર્શન રૂપકાર્ય ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન :- આ ક્ષય આદિ કોના થાય છે ? * જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૨૧ ક. ત્રિવિધી માય તિ નૈવિધ્ય. આ સૈવિધ્ય સમકિતના હેતુનું છે. (મૂળ સમકિતનું . નહીં) તેથી વૈવિધ્યાન પ્રયોગ થયો છે. આ સમાસ ‘વર્તમાનમામીણ' ઇત્યાદિ જેવો જાણવો તે આ મુજબ છે :- 'સમીપરા માવ ત = સામીણ, વર્તમાનર્ચ સામીણ તિ વર્તમાનસામીણ' એ જ રીતે વિગ્રહ દૈત્રવિધ્યમ પદમાં પણ સમજવું. જે ઉપર ટીકામાં દર્શાવેલ છે.