________________
१३४
•विधानद्वारेण सम्यग्दर्शनपरामर्शः.
तत्त्वार्थाधिगमसूत्रम् १/७ ___ भाष्य- विधानम्। हेतुत्रैविध्यात् क्षयादि त्रिविधं सम्यग्दर्शनम् । वाक्-कायलक्षणैः सयोगकेवली, उत्पन्ने केवलज्ञाने यावच्छैलेशी न प्रतिपद्यते तावत् सयोगकेवली, शैलेशीप्रतिपत्तौ तु निरुद्धयोगत्वादयोगः। एतदेवाह- शैलेशीप्राप्त इति । ___ शिलानां समूहाः शैलाः तेषामीशो मेरुस्तस्य भावः शैलेशी अचलतेतियावत् तां प्राप्तः। स चेयान् कालो ज्ञेयः-मध्यमया वृत्त्या पञ्च ह्रस्वाक्षराण्युच्चार्यन्ते यावत्, ततः परं सिद्ध्यत्येव । एष द्विविधोऽपि केवली सयोगायोगाख्यो भवस्था साद्यपर्यवसायनः सम्यग्दृष्टिरुच्यते । सिद्धश्च सर्वकर्मवियुत इति यतः सादिरप्यसौ रुचिर्न कदाचिदपैष्यतीति । सम्यग्दृष्टिः सादिरपर्यवसानैवेत्ययं स्त्रीलि
ङ्गनिर्देशः भवस्थकेवलिनः सयोगायोगस्य च सिद्धस्य च तस्यारुचेरनन्यत्वख्यापनार्थो, नासौ ततोऽन्य इति । अथवा सम्यग्दृष्टिः सादिरपर्यवसाना याऽभिहिता तामनुभवति सयोगादिरिति नेयम् ।। __सम्प्रति विधानद्वारं परामृशन्नाह- विधानमिति। विधीयते तदिति विधानं भेदः प्रकार इति ।।
– હેમગિરા ભાષ્યાર્થ - વિધાન :- સમ્યગ્દર્શન પ્રાપ્તિના હેતુ ત્રણ પ્રકારના છે તેથી સમ્યગ્દર્શન ક્ષય આદિ ત્રણ પ્રકારે કહેવાય છે. કહેવાય. શૈલેશી અવસ્થા મેળવતાં જ યોગનિરોધ થઈ જતા “અયોગ કેવળી કહેવાય. શિલાઓનો સમૂહ તે “શૈલ' કહેવાય. તે શૈલનો ઈશ તે શૈલેશ. અર્થાત્ સર્વ પર્વતોના રાજા મેરૂપર્વતના જેવી અચલ અવસ્થા તે શૈલેશી અવસ્થા કહેવાય. આ શૈલેશી અવસ્થાનો કાળ મધ્યમવૃત્તિથી બોલાતા પાંચ હૃસ્વાક્ષર (અ, ઈ, ઉં, ઝ, લુ) સુધીનો સમજવો. ત્યાર પછી આત્મા ચોક્કસ સિદ્ધ થાય. આ બન્ને પ્રકારના સયોગ અને અયોગ નામના ભવસ્થ કેવળીઓ “સાદિ અપર્યવસાન સમ્યગ્દષ્ટિ કહેવાય છે. સિદ્ધ એ તો સર્વ કર્મથી વિમુક્ત છે. આદિ (ઉત્પન્ન) થયેલ રુચિ ક્યારે પણ સિદ્ધાત્મામાંથી જતી નથી તેથી સિદ્ધો પણ સાદિ અપર્યવસાન સમ્યગ્દષ્ટિ છે. “સાષ્ટિ સવિરપર્યવસાના” એ પદમાં સમ્યગ્દષ્ટિનું સાદિઅપર્યવસાના એમ સ્ત્રીલિંગ વિશેષણ લખવાનું કારણ એ છે કે સંયોગ કે અયોગ ભવસ્થ કેવળી તેમજ સિદ્ધ ભગવન્તોને આ રુચિ સાથે અનન્યપણુ છે. અર્થાત્ સચિનો આ ત્રણે આત્માઓ સાથે કોઈ ભેદ નથી. તે જણાવવા સમ્યગ્દષ્ટિ “સાદિ-અપર્યવસાના આ પ્રમાણે સ્ત્રીલિંગ પ્રયોગ કર્યો છે. અથવા તો સાદિ અપર્યવસાન એવી આ સમ્યમ્ દૃષ્ટિને આ સયોગ કેવળી આદિ ત્રણે આત્માઓ અનુભવે છે. એ અર્થમાં સ્ત્રીલિંગ પ્રયોગ જાણવો.હવે વિધાન દ્વારને સમજાવે છે.
* સમકિતના ભેદને નિહાળીએ ૪ જેના થકી વસ્તુનું વિધાન કરાય તેને વિધાન કહેવાય. વિધાન, ભેદ, પ્રકાર આ બધા એકાર્થક છે. પ્રશ્ન :- પૂર્વે “સાધન દ્વારમાં સમ્યગ્દર્શનના બે ભેદ ૧. નિસર્ગ અને ૨. અધિગમ. એ
૬. યમ્ TA.