________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• सम्यग्दृष्टिस्थितिनिरूपणम् •
१३३
भाष्य - सम्यग्दृष्टिः सादिरपर्यवसाना । सयोगः शैलेशीप्राप्तश्च केवली सिद्धश्चेति । । भवति केवली वा परतः, एवं च जघन्यां स्थितिमाख्यायोत्कृष्टां निरूपयन्नाह - उत्कृष्टेनेत्यादि । उत्कर्षेण कियन्तं कालमास्ते ? षट्षष्टिः सागरोपमाणि साधिकानि, तद्भावना- इहाष्टवर्पः सम्यग्दर्शनमधिगम्य समासादितदीक्षः पूर्वकोटीं विहृत्याष्टवर्षोनाम् अपरिच्युतसम्यग्दर्शनो विजयादीनां चतुर्णामन्यतमस्मिन् विमाने उदपादि स्थितावुत्कृष्टायां त्रयस्त्रिंशत्सागरोपमस्थितिः, तत्क्षयाच्च प्रच्युत्य मनुजेषु संहदर्शनः समजनि, पुनस्तेनैव प्रकारेण संयममनुष्ठाय तदेव विमानं तावत्स्थितिमनुप्रापत्, पुनः स्थितौ क्षीणायामक्षीणतत्त्वार्थ श्रद्धानः संयमं प्राप्यावश्यन्तया सिद्ध्यति । एवं द्वे त्रयस्त्रिंशतौ षट्षष्टिः पूर्वकोटीत्रयातिरिक्ता, अच्युतकल्पे वा द्वाविंशतिसागरोपमस्थितिस्तिस्त्रो वाराः समुत्पद्यते, 'તતઃ परमवश्यम्भाविनी तस्य सिद्धिरिति ।
यदुक्तं पुरस्तात्-सम्यग्दृष्टिर्द्विविधा सादिः सपर्यवसानेति सोऽशो भावितः । स्थितिरेव सादिरपर्यवसानेति योंऽशस्तं भावयत्यनेन - सम्यग्दृष्टिः सादिरपर्यवसाना सयोग इत्यादिना । सह योगैर्मनो→ હેમગિરા •
ભાષ્યાર્થ :- સમ્યગ્દષ્ટિ એ સાદિ અપર્યવસાન હોય છે. સમ્યગ્દષ્ટિ એવા સયોગી કેવળી, અયોગી (શૈલેશીપ્રાપ્ત) કેવળી અને સિદ્ધ ભગવન્તો સાદિ અપર્યવસાન સમ્યગ્દષ્ટિ કહેવાય.
* સમ્યગ્દર્શનની ઉત્કૃષ્ટ સ્થિતિ
આઠ વર્ષનો કોઈ જીવ સમ્યગ્દર્શન મેળવી સંયમને આઠ વર્ષન્યૂન પૂર્વ ક્રોડ વર્ષ સુધી પાળી સમકિતથી પતિત થયા વિના સમકિત સહિત કાળ કરીને વિજય આદિ ચાર અનુત્તર વિમાનમાંથી કોઈ એકમાં ૩૩ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળો દેવ બને. ત્યાંથી ચ્યવીને મનુષ્યભવમાં સમકિત સહિત આવે. અને ફરી પૂર્વની જેમ સંયમ પાળી પૂર્વવત્ તે જ દેવ વિમાનમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળો દેવ થાય. આ દેવ સ્થિતિ પૂરી થયા બાદ અખંડ સમકિતવાળો આ જીવ (માનવપણું મેળવી) સંયમ પાળીને અવશ્ય સિદ્ધ બને. આ પ્રમાણે બે વાર ૩૩ સાગરોપમ અને ત્રણ નર ભવની સ્થિતિ ગણતા કુલ ત્રણ પૂર્વ ક્રોડ વર્ષ અધિક ૬૬ સાગરોપમ સ્થિતિ પૂર્ણ થઈ અથવા ૨૨ સાગરોપમ સ્થિતિવાળા અચ્યુતકલ્પમાં કુલ ત્રણ વાર આ જીવ ઉત્પન્ન થાય (કુલ સાત ભવ કરવા પડે) અને પૂર્વોક્ત ઉત્કૃષ્ટ (સાધિક ૬૬ સાગરોપમની) સ્થિતિ પૂર્ણ થાય ત્યાર પછી અવશ્ય સિદ્ધ થાય.
પહેલા જે કહ્યું કે સમ્યગદૃષ્ટિ (સાદિ સપર્યવસાન અને સાદિ અપર્યવસાન) બે પ્રકારે છે તેમાં ‘સાદિ સપર્યવસાન’ અંશનો વિચાર થઈ ગયો છે. હવે સાદિ અપર્યવસાન રૂપ બીજા સ્થિતિ-અંશ ને જણાવતાં કહે છે આ સાદિ અપર્યવસાનરૂપ સ્થિતિ સયોગી આદિ સમ્યગ્દષ્ટિને હોય છે.
સયોગ એટલે મન-વચન અને કાયરૂપ યોગ. આ યોગ સાથે વર્તનારા કેવળી તે સયોગ કેવળી, કેવળજ્ઞાન મેળવ્યા બાદ જ્યાં સુધી શૈલેશી અવસ્થા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી સયોગ કેવળી ૧. અત: મુ. (માં.વં.)|