________________
•सम्यक्त्वस्य स्थितिद्वारेण निरूपणम. तत्त्वार्थाधिगमसूत्रम् १/७ भाष्य- स्थितिः। सम्यग्दर्शनं कियन्तं कालम् ?। सम्यग्दृष्टिर्द्विविधा। सादि: सपर्यवसाना सादिरपर्यवसाना च। एव विकल्पाः भङ्गेषु वा विकल्पा इति ।। स्थितिद्वारं 'स्पृशति', स्थितिरित्येतद् विवृणोति
सम्यग्दर्शनं कियन्तं कालं सम्पन्नं सदवतिष्ठते? “कालाध्वनो” (पाणिनिः अ.२, पा.३, सू.५) इति द्वितीया । प्रश्नयितुरयमभिप्रायः- प्रागभूत्वा मिथ्यादृष्टेर्दर्शनमाविश्चकास्ति, यच्चोत्पत्तिमत् तत् सादिसंपर्यवसानं दृष्टं मनुष्यत्वादिवत्, किञ्चित् सादि अपर्यवसानं सिद्धत्वादिवत्, आचार्योऽपि प्रश्नाभिप्रायानुरूपमेवोत्तरमाह- सम्यग्दृष्टिद्धिविधेत्यादि ।
द्विविधेति सादिः सपर्यवसाना सादिरपर्यवसाना चेत्येवं द्विविधा शोभना दृष्टिः । का च शोभना ? या शुद्धदलिककृता, या च दर्शनमोहनीयक्षयात् त्रयाणां भवति छद्मस्थस्य श्रेणिकादेरिव,
- હેમગિરા - ભાષ્યાર્થ:- સ્થિતિ દ્વાર :- સમ્યગ્દર્શન કેટલા કાળની સ્થિતિવાળું છે? સમ્યગ્દષ્ટિ બે પ્રકારે છે. ૧. સાદિ સપર્યવસાન ૨. સાદિ અપર્યવસાન. વિકલ્પો સમાયેલા છે તેમ જાણવું. હવે સમ્યક્ત્વ અંગે સ્થિતિદ્વારનું વિવેચન કરે છે. ભાષ્યમાં વિયન્ત શાક્ત પદમાં જે દ્વિતીયા વિભક્તિ કરી છે. તે પાણીની વ્યાકરણમાં ૨/૩/પથી અને સિદ્ધહેમ વ્યાકરણમાં ર/ર/૪ર સૂત્રથી કરવામાં આવી છે. (અર્થ - કાલવાચી અને માર્ગ વાચી શબ્દોને કર્મસંજ્ઞા થતાં દ્વિતીયા વિભક્તિ કરવી.) પ્રાપ્ત થયેલ સમ્યગ્દર્શન કેટલા કાળ સુધી રહે છે ? આ પ્રશ્ન કરનારનો આશય એ છે કે – પૂર્વે ક્યારે પણ સમકિત મેળવ્યું નથી જેને એવા મિથ્યાષ્ટિને જે પ્રથમવાર સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે તેને સાદિ સપર્યવસાન જાણવું કે ? સાદિ અપર્યવસાન જાણવું? કારણ કે ઉત્પન્ન થયેલ સમકિત કેટલાકને મનુષ્યાદિ પર્યાયની જેમ સાદિ સપર્યવસાન અને કેટલાકને સિદ્ધ વગેરે પર્યાયની જેમ સાદિ અપર્યવસાન હોય છે. તેથી સમ્યગ્દર્શનનો ચોક્કસ કાળ કયો છે તે જણાવો?
| # શોભના દૃષ્ટિના ભેદwભેદ * પ્રશ્નકારના અભિપ્રાય મુજબ ઉત્તર આપતા વાચકશ્રી કહે છે કે – સમ્યગ્દષ્ટિ એટલે શોભનાદષ્ટિ, તે બે પ્રકારે છે. સાદિ સપર્યવસાન અને સાદિ અપર્યવસાન.
શોભના એટલે (૧) શુદ્ધ દલિકોથી કરાયેલ (૨) દર્શનમોહના ક્ષયથી કરાયેલ આ બીજા નંબરની શોભના દષ્ટિ ત્રણ પ્રકારે સંભવે છે. ૧. શ્રેણિકાદિ જેવા છપ્રસ્થને દર્શનમોહનીયના ક્ષયથી થતી શોભનાદષ્ટિ. ૨. અપાય સદ્ દ્રવ્ય (એનું સ્વરૂપ આગળ કહેશે)ના ક્ષયથી ભવસ્થકેવળીની શોભનાદષ્ટિ. તેમજ ૩. અપાયસન્ દ્રવ્યના ક્ષયથી થતી સિદ્ધ ભગવંતોની શોભનાદષ્ટિ. આમાં શ્રેણિકાદિ છદ્મસ્થને અપાયસન્ દ્રવ્યમાંથી સદ્રવ્ય (સમકિત મોહનીયના શુદ્ધ '.. અર્વિતિત પાટો મુકતો ન હૃદ: ( માં) ૨. ઉત્પન્ન સવ" TA./