________________
१२८
• જ્ઞાનાવનામધાર નવા
तत्त्वार्थाधिगमसूत्रम् १/७ ___ भाष्य- आत्मसन्निधाने परसन्निधाने उभयसन्निधाने इति। आत्मसन्निधाने तावत् जीवे सम्यग्दर्शनं जीवे ज्ञानं जीवे चारित्रमित्येतदादि।। पुनराश्रयः किमभ्यन्तरमात्मा उत बाह्यं प्रतिमादिवस्तु यदुपष्टम्भेनोपजातमुतोभयमिति प्रश्नित आहआत्मसन्निधाने तावदित्यादि । आत्माधारविवक्षायां जीवे सम्यग्दर्शनं, तस्यान्यत्रादर्शनात्, यथा रुचिः, एवं ज्ञानचारित्रे अपीति, एतदाह- जीवे ज्ञानं जीवे चारित्रमिति।।
न च ज्ञान-दर्शन-चारित्राणि विरहय्यान्यो जीवोऽस्तीति काल्पनिकमपदिशति । कथम् ? यदा तावज्जीवे सम्यग्दर्शनं तदा ज्ञान-चारित्रे आधारभावं प्रतिपद्येते, ज्ञान-चारित्रात्मनि जीवे सम्यग्दर्शनम् । यदा जीवे ज्ञानं तदा दर्शन-चरणयोराधारता, यदा जीवे चारित्रं तदा ज्ञान-दर्शनयोराधारता,
- હેમગિરા - ભાષ્યાર્થ :- જવાબ :- આત્મ સંનિધાનમાં, પર સંનિધાનમાં અને ઉભય સંનિધાનમાં હોય છે. આત્મસંનિધાનમાં એટલે જીવમાં સમ્યગ્દર્શન જીવમાં જ્ઞાન અને જીવમાં ચારિત્ર ઈત્યાદિ.
# વ = આત્મામાં જ સમક્તિ છે પ્રશ્ન :- “સમ્યગ્દર્શન” એ ગુણ છે. અને ગુણ તો અમુક (દ્રવ્ય)ને આશ્રયીને જ રહે તો તેનો આશ્રય કોણ છે ? શું અભ્યન્તરાત્મા છે? અથવા જેના સહારે આ સમકિત પ્રાપ્ત થયું છે તે બાહ્ય પ્રતિમાદિ વસ્તુ છે ? અથવા તો શું ઉભય છે ?
જવાબ :- સમ્યગદર્શનના આધાર તરીકે આત્માની વિવક્ષા કરીએ તો જીવમાં સમક્તિ છે તેમ જાણવું. કારણ કે જીવ (ચેતન) સિવાય અન્યમાં આ (સમકિત) જોવા નથી મળતું. એ જ પ્રમાણે જ્ઞાન-ચારિત્ર વિશે સમજવું કે જેમ આ રુચિ રૂપ સમ્યગ્દર્શન જીવમાં જ જોવા મળે છે, તેમ જ્ઞાન અને ચારિત્ર પણ જીવમાં હોય. તેથી ભાષ્યમાં નીવે જ્ઞાનં નીવે ચારિત્ર એવું કહ્યું. ભાષ્યમાં આ પદો કહેવા પાછળનું કારણ એ પણ છે કે કેટલાક “જ્ઞાન, દર્શન, ચારિત્રને છોડીને રહેનાર અન્ય સ્વરુપવાળો (શૂન્યસ્વરૂપ) કોઈ જીવ છે આવી કલ્પના કરે છે જે યુક્ત નથી. આવી કાલ્પનિક વિચારણાનું નિરસન કરવા માટે ભાષ્યના ઉપરોક્ત પદો છે. ભાવાર્થ આ પ્રમાણે સમજી શકાય છે :
જ્યારે જીવમાં સમ્યગદર્શને આવે ત્યારે જ્ઞાન-ચારિત્ર યુક્ત આત્મા એ આધારરૂપ બને છે અર્થાત્ જ્ઞાન-ચારિત્રાત્મક આત્મામાં સમ્યગ્દર્શન રહ્યું. સમ્યગ્દર્શન આધેય બનશે. તે જ રીતે જયારે જીવમાં સભ્ય જ્ઞાન આવે ત્યારે દર્શન અને ચારિત્રરૂપ આત્મા આધાર બનશે અને જ્ઞાન એ આધેય બનશે. જયારે “જીવમાં સમ્યગું ચારિત્ર' આવે ત્યારે જ્ઞાન-દર્શન રૂપ આત્મા આધાર બનશે અને ચારિત્ર એ આધેય બનશે. એ જ પ્રમાણે જ્ઞાન આદિમાં છે જેને એવા આ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ
૨. “ન્નિધાન હં માં.