________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• સમ્યક્ત્વક્ષ્ય નિર્દેશઃ ૦
११७
भाष्य- सम्यग्दर्शनपरीक्षायाम् । किं सम्यग्दर्शनम् ? द्रव्यम् । सम्यग्दृष्टिजीवोऽरूपी * नोस्कन्धों *
નોપ્રામઃ ।।
दर्शनपरीक्षायामित्यादि । यदा सम्यग्दर्शनं परीक्ष्यते तदापि सम्यग्दर्शनं किं गुणः क्रिया द्रव्यमिति पृष्टे निर्देशो भवति, उच्यते- द्रव्यम्, ये जीवेन शुभाध्यवसायविशेषेण विशोध्य पुद्गलाः प्रतिसमयमुपभुज्यन्ते अतस्ते सम्यग्दर्शनस्य निमित्तम्, तदुपष्टम्भजन्यत्वात् श्रद्धानपरिणामस्य, ततश्च कारणे कार्योपचाराद् द्रव्यं सम्यग्दर्शनम् । मुख्यया तु वृत्त्या रुचिरात्मपरिणामो ज्ञानलक्षणः श्रद्धासंवेगादिरूपः सम्यग्दर्शनं तदप्यात्मद्रव्यमेव द्रव्यनयस्य, पर्यायनयस्य तु गुणमात्रमवसेयमिति ।
यदि तर्हि पुद्गला द्रव्यस्वभावा रुचिमापादयन्तः सम्यग्दर्शनमिति भण्यन्ते, न तर्हि क्षीणदर्शनमोहनीयस्य छद्मस्थकेवलिसिद्धजीवस्य सम्यग्दर्शनं प्राप्नोतीत्युक्ते आह- सम्यग्दृष्टिजीव इति । सम्यक्शोभना दृष्टिर्या सत्पदार्थावलोकिनी सा सम्यग्दृष्टिर्यस्य क्षीणदर्शनमोहनीयस्य स सम्यग्दृष्टि → હેમગિરા
ભાષ્યાર્થ :- સમ્યગ્દર્શનની પરીક્ષામાં વિચારીએ તો ‘સમ્યગ્દર્શન’ એ શું છે ? જવાબમાં ‘દ્રવ્ય’ છે તથા સમ્યગ્દષ્ટિ જીવ એ અરૂપ છે. નહીં કે સ્કંધરૂપ, નહીં કે ગ્રામરૂપ.
છે, તે નિર્દેશ (=જવાબ)ને કહેછે. સમ્યગ્દર્શન એ ‘દ્રવ્ય’ છે.જીવ વડે શુભ અધ્યવસાય વિશેષથી શુદ્ધ કરીને જે પુદ્ગલ દ્રવ્યો પ્રતિ સમય (સમ્યગ્દર્શન તરીકે) ભોગવાય છે. તેથી આ પુદ્ગલ દ્રવ્યો સમ્યગ્દર્શનનું નિમિત્ત બને છે. કારણ કે શ્રદ્ધાનો પરિણામ શુદ્ધ એવા આ પુદ્ગલ દ્રવ્યોને આશ્રયીને થાય છે અને તેથી કારણ (શુદ્ધ પુદ્ગલો)માં કાર્ય (સમ્યગ્દર્શન)નો ઉપચાર કરી ‘દ્રવ્ય’ (શુદ્ધ દર્શન મોહનીયરૂપ કર્મ પુદ્ગલો)ને સમ્યગ્દર્શન કહેવાય છે. મુખ્ય રીતે જોતાં તો શ્રદ્ધાસંવેગાદિ-રૂપ જ્ઞાનલક્ષણવાળું રુચિરૂપ જે આત્મ પરિણામ છે તે સમ્યગ્દર્શન છે. આ સમ્યગ્દર્શન તે દ્રવ્યાસ્તિકનયની અપેક્ષાએ આત્મ (દ્રવ્ય) રૂપ છે અને પર્યાય નયની અપેક્ષાએ માત્ર ગુણ રૂપ છે. * સમ્યગ્દર્શની અને સમ્યગ્દષ્ટિ વચ્ચે ભેદ
પ્રશ્ન :જો રુચિને પ્રાપ્ત કરાવનારા દ્રવ્ય સ્વભાવવાળા પુદ્ગલોને જ સમ્યગ્દર્શન કહીએ તો ક્ષીણદર્શનમોહવાળા છદ્મસ્થ, કેવળી અને સિદ્ધના જીવોમાં સમ્યગ્દર્શન નહીં ઘટે કારણ કે ક્ષીર્ણદર્શનમોહવાળા, છદ્મસ્થ (શ્રેણિકાદિ), કેવલી અને સિદ્ધોને તેવા દલિકો રહ્યા જ નથી.
સમાધાન :- ભાષ્યમાં ‘સભ્યસૃષ્ટિ’ પદથી આનું સમાધાન આપ્યુ છે. તે આ પ્રમાણે- સત્ય પદાર્થને જોનારી શોભના દૃષ્ટિ તે સમ્યગ્દષ્ટિ. સત્ પદાર્થને જોનારી આ સમ્યક્ દૃષ્ટિ છે જેને તે ક્ષીણદર્શન મોહનીયવાળોજીવ સમ્યગ્દષ્ટ જીવ કહેવાય. ભાવાર્થ આ પ્રમાણે- ક્ષીણ થયા છે દર્શનમોહનીય જેના તે સમ્યગ્દર્શની ન કહેવાય. પ્રશ્ન :- ‘તો શું કહેવાય ?' જવાબ :‘સમ્યગ્દષ્ટ જ કહેવાય અને સમ્યગ્દષ્ટિ કહેતાં અમે જે સિદ્ધ કર્યું છે તેને જ ઉપ૨ પૂર્વપક્ષી *. જુઓ પરિશિષ્ટ-૪, ટિ.૧૭-૧૮-૧૯.