________________
११४
• उद्देशान्तरेण निर्देशख्यापनमशक्यम् । तत्त्वार्थाधिगमसूत्रम् १/७ ભાષ્ય- તથા નિર્દેશ તો નીવઃ ?. इत्येतन्नानुवर्तेत, अतोऽनुवर्तत इति कथयति- अधिगम इति। सत्तां च पदार्थो न व्यभिचरति यद्यपि तथाप्यन्यस्याः क्रियाया नाध्याहारः कर्तव्यः, ततश्च भवतीत्याह । एवं सम्बन्धं लगयित्वा सूत्रं व्याख्यानयन्नाह- तद्यथेत्यादि । यथैते भाव्यन्ते निर्देशादयः तथा कथ्यन्ते, निर्देश इति चोपन्यस्य उद्देशवाक्यमुच्चारयति- को जीव इति । न चाप्रस्तुतोपन्यासः कथमिति चेत् ? ___उच्यते- उद्देशवाक्यमन्तरेण निर्देशस्य ख्यापनमशक्यं कर्तुम्, यदि हि पूर्वं सामान्यरूपोद्देशचोदना न स्यान्निर्देशवाक्यमप्यसम्बद्धत्वादुन्मत्तवचोवदसङ्गतार्थं स्यात्, सामान्यार्थाभिधानमुद्देशः, तद्विशेषप्रतिपिपादयिषया वचनं निर्देशः। पूर्व प्रश्नवाक्यमुच्चारयति निर्दिश्यमानार्थोपकारि, कीदृशः खलु मया जीवः प्रतिपत्तव्यः ? किं द्रव्यरूपो गुणरूपः क्रियास्वभाव इति?। नामादीनां वा अन्यतम
- હેમગિરા – ભાષ્યાર્થ :- (અધિગમ) આ રીતે થાય:- સર્વપ્રથમ નિર્દેશથી અધિગમ બતાવતા કહે છે કે જીવ કોણ છે? ભિન્ન નથી, અર્થાત્ યદ્યપિ પદાર્થ “સત્તા’ સાથે વ્યભિચાર નથી પામતો (પદાર્થના ઉલ્લેખમાં મતિ = સત્તાનો ઉલ્લેખ આવી જ જાય છે) પ્રસ્તુતમાં પણ ‘ધામ' લખ્યાથી ક્રિયાપદનો અધ્યાહાર જણાઈ આવે છે, છતાં અન્ય ક્રિયાપદનો અધ્યાહાર કોઈ ન કરે તે માટે “મતિ' : પદ છે. આ રીતે પૂર્વસૂત્ર અને પ્રસ્તુત સૂત્રનો સંબંધ જણાવી હવે સૂત્રની વ્યાખ્યા કરતા આ નિર્દેશાદિ જે રીતે જણાય તે રીતે કહે છે. ભાષ્યમાં ‘નિર્દેશ:' આ પ્રમાણે ઉપન્યાસ કરીને જેના (જીવ) વિશે (ભાવાદિ) નિર્દેશ કરવો છે તે જીવને આશ્રયી પ્રથમ ઉદેશ વાક્યને કહે છે. તે આ પ્રમાણે :- જીવ કોણ છે ?
આ ઉદેશાત્મક વાક્ય અપ્રસ્તુત નથી. કઈ રીતે ? એમ કોઈ પૂછે તો એનું કારણ એ છે કે જો ઉદેશ વાક્ય ન લખે તો નિર્દેશનું ખ્યાપન = વિધાન અશક્ય બને અર્થાત નિર્દેશ ક્યારે પણ ઉદેશ વિના ન થાય. યદિ સામાન્યના ઉલ્લેખરૂપ ઉદેશ ન કરાય અને સીધું જ વિશેષ = નિર્દશ વાક્ય લખે તો સંબંધ વિનાનું આવું વાક્ય ઉન્માદી (પાગલ) માનવના વચનની જેમ અસંગત અર્થવાળું જણાય. આવું ન બને માટે પ્રથમ ઉદેશવાક્ય જરૂરી છે.; સામાન્ય અર્થનું અભિધાન કરવું તે ઉદેશ અને આ જ ઉદિષ્ટઅર્થનું વિશેષ પ્રતિપાદન કરવાની ઇચ્છાથી કહેવાતું વચન “નિર્દેશ કહેવાય.
# જીવનું સ્વરૂપ & | સર્વ પ્રથમ જેનો નિર્દેશ કરવો છે તેવા નિર્દિશ્યમાન જીવાદિ અર્થને ઉપકારી એવા પ્રશ્ન વાક્યનો ઉચ્ચાર કરે છે તે આ પ્રમાણે મે જીવઅર્થને મારા (શ્રોતા) વડે કેવો સ્વીકારવો ? શું દ્રવ્ય રૂપ ? ગુણરૂપ? કે ક્રિયા સ્વભાવ રૂપ માનવો?, અથવા જીવાદિ અર્થના નામાદિમાંથી