________________
११०
• નયવાવાન્તરેળ ચતુર્વિધપ્રમાણમ્ •
तत्त्वार्थाधिगमसूत्रम् १/६
भाष्य- चतुर्विधमित्येके नयवादान्तरेण ।
ज्ञानवत्, प्रत्यक्षं पुनरश्नाति अश्नुते वाऽर्थानित्यक्षः - आत्मा तस्याक्षस्येन्द्रियमनांस्यनपेक्ष्य यत् स्वत एवोपजायते तत् प्रत्यक्षम् । यदि तर्हि नन्द्यां द्विविधमुपदिष्टं कथमनुयोगद्वारग्रन्थे चतुर्विधमुपन्यस्तम् ? | यतः केचिन् नैगमादयो नया' श्चुतर्विधमभ्युपयन्ति इत्येतदेवाह । चतुर्विधमित्येके नयवादान्तरेण । एके सूरयश्चतुर्विधं प्रमाणमुपदिशन्ति नयभेदेन प्रत्यक्षानुमानोपमानागामाख्यम्, एतच्च यथा अंवःस्थितं चार्तुर्विध्यं तथा भाष्यकार एवोत्तरत्र दर्शयिष्यति (१-१२) एवं प्रमाणावयवं निर्भिद्य व्युत्पत्त्यादिद्वारेण नयावयवं विभजन्नाह - नयाश्चेत्यादि । नयन्तीति नयाः कारकाः व्यञ्जका इति यतः कर्त्रर्थं दर्शयिष्यति भाष्यकारः, ये ह्यनेकधर्मात्मकं वस्त्वेकेन धर्मेण निरूपयन्ति एतावदेवेदं नित्यमनित्यं वेत्यादिविकल्पयुक्तं ते नया नैगमादयो वक्ष्यन्ते ( १ - ३४ ) ।।
ननु च प्रमाणमपि सामान्यविशेषात्मकवस्तुपरिच्छेद्येवं, नया अपि चैवंविधविषयोपनिपातिन – હેમગિરા ભાષ્યાર્થ :- નયવાદની અપેક્ષાએ કેટલાક ચાર પ્રકારે પ્રમાણ જણાવે છે.
જ્ઞાન થાય છે તેમ આ પરોક્ષ જ્ઞાન ઇન્દ્રિય અને મન રૂપ સાધનોથી થાય છે. નિવૃત્તિ અને ઉપકરણ ઇન્દ્રિયોનું સ્વરૂપ અ.૨/સૂ.૧૭માં કહેવાશે.
પ્રત્યક્ષ :- જે અર્થોને પ્રાપ્ત કરે, જાણે, તે અક્ષ કહેવાય. અક્ષ એટલે ‘આત્મા’ આ આત્માને ઇન્દ્રિય અને મનની અપેક્ષા રાખ્યા વિના સ્વતઃ જે જ્ઞાન ઉત્પન્ન થાય તે ‘પ્રત્યક્ષ જ્ઞાન' છે. * પ્રમાણની સંખ્યામાં આગમ-વિરોધનો પરિહાર
--
શંકા જો નંદી સૂત્રમાં બે પ્રકારે પ્રમાણ કહ્યાં છે, તો અનુયોગદ્વારમાં ચાર પ્રકારે કેમ કહ્યાં ? સમાધાન :- કેટલાક આચાર્ય ભગવંતો નૈગમાદિ નયવાદની અપેક્ષાએ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ આમ ચાર પ્રકારે પ્રમાણ માને છે. આ ચાર પ્રકારના પ્રમાણો જે સ્વરૂપે રહ્યા છે તેનું વિવેચન ભાષ્યકાર સ્વયં આગળ બારમા સૂત્રમાં કહેશે.
આ પ્રમાણે ‘પ્રમાણ’ શબ્દની વ્યાખ્યા કરીને વ્યુત્પત્તિ આદિ વડે ‘નય’ શબ્દને દર્શાવે છે. લઈ જાય (વસ્તુ અંશનો બોધ કરાવે) તે નય, કારક અથવા વ્યંજક, ઇત્યાદિ ‘નય’ શબ્દના જે કર્તારૂપે અર્થો છે તેને ભાષ્યકાર આગળ જણાવશે. અનેક ધર્મોથી યુક્ત વસ્તુને કોઈ એક ધર્મ વડે અમુક જ અંશે જે નિરૂપણ કરે તે નય. જેમકે આ ‘નિત્ય’ છે. અથવા આ ‘અનિત્ય’ છે. ઇત્યાદિ વિકલ્પો નયના જાણવા આ નયના નૈગમાદિ સાત ભેદ છે તે સૂત્ર ૧/૩૪માં કહેવાશે.
પ્રશ્ન :- પ્રમાણ એ સામાન્ય અને વિશેષાત્મક વસ્તુનો બોધ કરાવે છે. તેમજ નય પણ આવા પ્રકારનું જ જ્ઞાન કરાવે છે, તેથી બન્નેમાં કોઈ ભેદ નથી જણાતો ? આશય એ કે બન્ને ૨. દુઃસ્થિત મુ.(રા.માંB)| ૨. સૂત્રાર્થ રા। રૂ. રિદ્ધેતે હૈં TA.I - તવિહ્નિતપાટો મુ. પુસ્તરે નાસ્તિ (વં.માં.) T. ર. ટિ.૨૭/
▸