________________
१०८ •प्रमाणनयान् विरहय्य नाधिगमः .
तत्त्वार्थाधिगमसूत्रम् १/६ भाष्य- तत्र प्रमाणं द्विविधं- प्रत्यक्षं परोक्षं च वक्ष्यते (१-११, १२)। नाभिहितानामुद्दिष्टानामिति । सामान्येन च जीवाजीवास्रव (१-४) इत्यस्मिन् सूत्रेऽभिधाय पुनर्नामस्थापनादिसूत्रे नामादिभिर्भेदैय॑स्तानां, किमर्थं पुनर्जीवाजीवात्रवादिसूत्रे उद्घट्य ततो नामादिसूत्रे न्यस्तानि? उच्यते- परिज्ञानार्थमनेको जीवशब्दवाच्योऽर्थ इत्यस्य । एतदेवाह- न्यस्तानामिति=अधिगमोपायार्थमुपक्षिप्तानामित्यर्थः, अतः पूर्वमुद्घट्टितानां न्यस्तानां च इह प्रमाणनयैर्विस्तराधिगमो भवति। विस्तराधिगम इति । एकैकस्य तत उद्घट्टनादपकृष्टस्य विस्तरेण लक्षणविधानाख्येन वक्ष्यमाणेन (१-१०, १-३५) प्रमाणनयरूपेणाधिगमः परिच्छेदो भवति । ___ एतत् कथितं- यदा यदाधिगमस्तदा तदा न प्रमाणनयान् विरहय्येति । न चायं पर्यनुयोगः कार्यः प्रमाणनयैः कथं भवत्यधिगम इति ? । यस्माज्ज्ञानविशेषाः प्रमाणनयाः, अतः प्रकाशस्वभावत्वात् प्रदीपवदधिगमशक्तिता। अथ कतिविधं प्रमाणमिति सङ्ख्यानियमाय प्रश्नयति । आह- तत्र प्रमाणं द्विविधम् । तत्रेति सिद्धान्तं नन्द्यादिकं व्यपदिशति । प्रमाणमिति च प्रमीयतेऽनेन तत्त्वमिति प्रमाणम्,
- હેમગિરા -- ભાષાર્થ - તેમાં પ્રમાણ એ “પ્રત્યક્ષ અને પરોક્ષ' આમ બે પ્રકારે છે. જેનો વિસ્તાર અ.-૧/સૂ.-૧૧ અને ૧૨માં કહેવાશે.
* નિક્ષેપ-ન્યાસ પૂર્વે ઉપન્યાસ * * શંકા :- જીવ અજવાદિનું વિધાન કરનાર સૂત્ર (ઉ.૪)માં તત્ત્વોને સામાન્યથી કહીને ત્યારબાદ સૂત્ર ૧/પમાં નામ સ્થાપનાદિ વડે તેઓનો ન્યાસ કર્યો. આ રીતે શા માટે ૪થા સૂત્રમાં વિધાન કરી ત્યાર બાદ પાંચમા સૂત્રમાં તે જીવાદિના નામાદિ નિક્ષેપ દર્શાવ્યા? (૪થા સૂત્રમાં જ નિક્ષેપોનું વિધાન આવી જાતને ?)
સમાધાન :- જીવ શબ્દથી વાચ્ય ( કહેવાતાં) અનેક અર્થો છે, તે જણાવવા માટે નિક્ષેપાઓનો અલગથી ઉલ્લેખ કર્યો છે. અને એ રીતે સામાન્યથી પૂર્વે નામ પૂર્વક ૪થા સૂત્રમાં કહેલા તથા નિપાઓથી પમા સૂત્રમાં જણાવેલા જીવાદિ તત્ત્વોનો વિસ્તારપૂર્વકનો અધિગમ આ સૂત્રમાં પ્રમાણ અને નય વડે થાય છે. અર્થાત્ જીવાદિ એક એક તત્ત્વોનું (નિક્ષેપ સિવાયનું) બાકી રહેલ શેષ સ્વરૂપનો પ્રમાણ અને નય વડે સ્પષ્ટ બોધ થાય છે. આ પ્રમાણ અને નયો કે જેનાથી તત્ત્વનો બોધ થાય છે તેનું સ્વરૂપ લક્ષણ વિધાનથી આગળના ૧/૧૦, ૧/૩૫ સૂત્રોમાં કહેવાશે. જયારે જ્યારે પણ તત્ત્વ-અધિગમ થાય ત્યારે પ્રમાણ અને નયા વિના ન થાય.
વળી કોઈએ આવો પ્રશ્ન ન કરવો કે આ પ્રમાણ અને નયો વડે કઈ રીતે અધિગમ થઈ શકે ? કારણ કે પ્રમાણ અને નય એ જ્ઞાન વિશેષ છે તેથી દીપકની જેમ પ્રકાશ કરવાના સ્વભાવવાળા હોવાથીઅધિગમ કરાવવાના સામર્થ્યવાળા છે. હવે પ્રમાણની ચોક્કસ સંખ્યા જાણવા માટે કોઈ પ્રશ્ન કરે છે. ૨. પરોક્ષ પ્રત્યક્ષ કો. ૫. ૨. ડાહ્ય પIA.I