________________
१०४
• आगमतश्च प्राभृतज्ञो द्रव्यम् । तत्त्वार्थाधिगमसूत्रम् १/५ भाष्य- आगमतश्च प्राभृतज्ञो द्रव्यमिति भव्यमाह। द्रव्यं च भव्ये। भव्यमिति प्राप्यमाह। वक्ष्यन्ते अथवा भावद्रव्यमिति द्रव्यार्थ उपयुक्तो जीवो भावद्रव्यमुच्यते एतद् वा कथयत्यनेन भाष्येण आगमतश्चेत्यादिना, अथवा प्राप्तिलक्षणानीति यदुक्तं सा न स्वमनीषिका, यत आगमे आप्त एवमुपदिदेश प्राप्तिलक्षणान्येतानि कथमिति चेत् ? तदाह आगमतश्चेत्यादि ।
तसिः सप्तम्यर्थे, आगमत आगमे, पूर्वाख्ये कथ्यमाने, प्राभृतज्ञ इति, शब्दप्राभृतं, तच्च पूर्वेऽस्ति, यत इदं व्याकरणमायातं, तत् शब्दप्राभृतं यो जानाति स प्राभृतज्ञो गुरुरेवं ब्रवीति
- હેમગિરા ભાષ્યાર્થ :- વળી આગમથી શબ્દ પ્રાભૃતના જ્ઞાતા દ્રવ્યને ભાવદ્રવ્ય કહે છે. દ્રવ્ય એટલે ભવ્ય, ‘દ્રવ્ય' એ ભવ્ય અર્થમાં નિપાત છે. ભવ્ય (પ્રાપ્ત કરવાને યોગ્ય) પ્રાપ્યના અર્થમાં છે. વળી ધર્માસ્તિક્યાદિ ત્રણ પણ તે તે વસ્તુને આશ્રયીને જુદા જુદા પર્યાયોને પામે છે. કારણ કે અન્ય જીવ કે પુગલનુ (ધર્માસ્તિકાયાદિની સહાયથી) તે ગમન, સ્થિતિ કે અવગાહન થયે છતે તે ગતિ આદિ પર્યાયનો ઉપચાર ધર્માસ્તિકાયાદિમાં કરાય છે. અને આ રીતે ધર્માદિ દ્રવ્યોમાં પણ પરની અપેક્ષાએ જુદા જુદા પર્યાયો ઘટે છે. તેથી જ (અનેક પર્યાયોને પ્રાપ્ત કરનારા હોવાથી આ ભાવદ્રવ્યો “પ્રાપ્તિલક્ષણવાળા કહેવાય છે જેનો વિસ્તાર આગળ કરવાના છે. અથવા આગમને આશ્રયી ભાવદ્રવ્યની બીજી વ્યાખ્યા “નામતશ્વ” ઈત્યાદિથી જણાવે છે - તે તે દ્રવ્યના અર્થમાં ઉપયુક્ત જીવને “ભાવદ્રવ્ય કહેવાય. અથવા “પ્રાપ્તિલક્ષણ” રૂપ ઉપર કહેલ ભાવદ્રવ્યની વ્યાખ્યા એ કોઈ સ્વબુદ્ધિથી કરવામાં નથી આવી કારણ કે આગમમાં આત પુરુષોએ ભાવદ્રવ્યની પ્રાપ્તિનસનિ’ એવી વ્યાખ્યા જણાવી છે. કઈ રીતે ? એમ કોઈ પૂછે તો તેનો જવાબ ભાષ્યકાર સામતિષ્ય' ઈત્યાદિ પદોથી કહે છે.
* પ્રાભૃતજ્ઞને પીછાણીએ 8 આગમ શબ્દને લાગેલો ‘ત' પ્રત્યય એ સામી વિભક્તિના અર્થમાં છે. અહીં આગમ શબ્દથી “પૂર્વ અભિપ્રેત છે તેથી આગમમાં એટલે “પૂર્વમાં'. ભાવાર્થ એ કે પૂર્વમાં રહેલ પ્રાભૂતને જાણનાર ગુરુ દ્રવ્યને ભાવદ્રવ્ય કહે છે. અહીં પ્રાભૃત” થી “શબ્દ પ્રાભૃત'નું ગ્રહણ કરવું. જે પ્રાભૃતમાંથી વ્યાકરણ આવેલું છે. તે શબ્દ પ્રાભૃત કહેવાય. આને જાણનાર પ્રાભૃતજ્ઞ છે. આ શબ્દ પ્રાભૃતને જાણનાર ગુરુ દ્રવ્યને ભાવદ્રવ્ય છે તેમ કહે છે.
*. જુઓ પરિશિષ્ટ-૪ ટિ,૧૬, ૨. તત: શદ્ર' મુ.(TB) . ૨. “મૃતજ્ઞો ચારોત્તમૈનશ [મૃતનિ તો ગુરુ, द्रव्यमिति भव्यमाह- द्रव्यमिति भव्यमिति पर्यायशब्देन च व्याचष्टे इत्यर्थः (श्रीयशोविजय उपाध्यायजीकृततत्त्वार्थविवरणे પૃષ્ઠ-૨૨૩)”1 રૂ. આગમ એટલે દ્વાદશાંગીરૂપ જિનપ્રવચન, દ્વાદશાંગીનું બારણું અંગ પાંચ વિભાગમાં વિભાજિત છે :૧. પરિકર્મ, ૨. સૂત્ર, ૩. પૂર્વ, ૪. અનુયોગ, ૫. ચૂલિકા. આ પૂર્વના મુખ્ય પ્રકરણને “વસ્તુ કહેવાય અને વસ્તુઓના પ્રધાન પ્રકરણ તે “પ્રાભૃત’ કહેવાય.