________________
૨૦ ૦ नामद्रव्यादिविचार.
तत्त्वार्थाधिगमसूत्रम् १/५ भाष्य- पर्यायान्तरेणापि नामद्रव्यं, स्थापनाद्रव्यं, द्रव्यद्रव्यं, भावतो द्रव्यमिति । द्रव्यज्ञानमनुपयुक्ततावस्था, भावज्ञानमुपयोगपरिणतिविशेषावस्था। द्रव्यचारित्रमभव्यस्य भव्यस्य वाऽनुपयुक्तस्य, उपयुक्तस्य क्रियानुष्ठानमागमपूर्वकं भावचारित्रमिति ।।
येऽपि येषां जीवादीनां सामान्यशब्दास्तेष्वप्यस्य नामादिचतुष्टयस्यावतार इति कथयन्नाहपर्यायान्तरेणापीत्यादि । प्रधानशब्दस्य तदर्थशब्दान्तराणि पर्यायः, पर्यायादन्यः पर्याय: पर्यायान्तरं, तेनाप्यस्य चतुष्टयस्य न्यासः कार्यः, तदाह नामद्रव्यं इत्यादि । एतद् भाष्यं नामादिजीवव्याख्यानेन भावितमेव यावत् केचिदप्याहुरिति । तथाप्यशून्यार्थमुच्यते- नामद्रव्यं = यस्य चेतनावतोऽचेतनस्य वा द्रव्यमिति नाम क्रियते, यत् पुनः स्थाप्यते काष्टादिषु तत् स्थापनाद्रव्यं = विशिष्टाकारमिति ।
• હેમગિરા - ભાષ્યાર્થ :- બીજી રીતે પર્યાયાંતર શબ્દ સાથે પણ નામાદિનું ન્યાસ થઈ શકે છે. તે આ મુજબ (૧) નામ દ્રવ્ય, (૨) સ્થાપના દ્રવ્ય, (૩) દ્રવ્ય દ્રવ્ય, (૪) ભાવ દ્રવ્ય.
પામવાના છે તે પુદ્ગલ દ્રવ્ય સમ્યગ્દર્શન કહેવાય. અને ભાવ સમ્યગુ દર્શન :- એ જ પુદ્ગલો જયારે વિશુદ્ધ થઈને આત્મપરિણામરૂપ થાય છે ત્યારે ભાવ સમ્યગ્દર્શન કહેવાય છે. દ્રવ્ય જ્ઞાન :જીવની અનુપયુક્ત અવસ્થા (અમુક ઘટ આદિ વિષયની અપેક્ષાએ આ અનુપયુક્તાવસ્થા જાણવી, બાકી ઉપયોગ દશા એ તો જીવનું લક્ષણ છે) ભાવ જ્ઞાન :- ઉપયોગથી પરિણત જીવની વિશેષ અવસ્થા. (તે તે ઘટાદિ જ્ઞાનોમાં, શાસ્ત્રોમાં વર્તતો ઉપયોગ “ભાવજ્ઞાન” રૂપ છે.) દ્રવ્ય ચારિત્ર :અભવ્યનું ચારિત્ર અથવા અનુપયુક્ત ભવ્યનું ચારિત્ર, ભાવ ચારિત્ર :- ઉપયુક્ત જીવની આગમ નિર્દિષ્ટ ક્રિયા, અનુષ્ઠાન.
આ જ પ્રમાણે જે જીવ આદિ અંગેના સામાન્ય (દ્રવ્ય, તત્ત્વાદિ) શબ્દો છે તેમાં પણ નામાદિ ચાર નિક્ષેપોનું અવતરણ કરવું. એને જ જણાવતાં ‘પયાન્તરેપિ' ઈત્યાદિ પદો કહે છે. અર્થ આ પ્રમાણે મેં પ્રધાન શબ્દ (જીવાદિના) અર્થને જે કહેનાર બીજા શબ્દો (આત્માદિ) તે પર્યાય કહેવાય. આ પર્યાય થકી અન્ય પર્યાયને પર્યાયાંતર કહેવાય. પર્યાયાંતર એવા દ્રવ્યાદિ શબ્દોમાં પણ નામ આદિ ચતુષ્ટયનો નિક્ષેપ કરવો. તેને જણાવતા ભાષ્યમાં નામદ્રવ્ય... ઇત્યાદિ પદો છે.
ફ નિક્ષેપાઓથી દ્રવ્યને ઓળખીએ # આમ તો નામ જીવ સ્થાપના જીવ વગેરે વ્યાખ્યા કરેલી હોવાથી ભાષ્યમાં રહેલ “નામકલ્ય” પદથી માંડી “વેરિણાદ" સુધીની પંક્તિનો અર્થ સ્પષ્ટ (=ભાવિત) જ છે છતાં નામાદિનું સ્થાન (વિવેચન) શૂન્ય ન રહી જાય તે માટે ટૂંકમાં કાંઈક કહે છે. નામ દ્રવ્ય :- ચેતન કે અચેતન પદાર્થનું ‘દ્રવ્ય” એવું નામ છે. સ્થાપના દ્રવ્ય :- આ જ ‘દ્રવ્યની કાષ્ટાદિમાં સ્થાપના તે. દ્રવ્ય દ્રવ્ય :- આ બન્ને દ્રવ્ય શબ્દોથી અહીં ગુણાદિનું નિષ્કાશન (ગુણાદિની બાદબાકી) કરી દ્રવ્યમાત્રને