________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• વન્યાતિનાં દ્રવ્ય-ભાવનિક્ષેપવિષાઃ૦
९९
वा क्रियते स नामाजीवः। स्थापनाजीवः काष्ठादिन्यस्तः । द्रव्याजीवो गुणादिवियुतो बुद्धिस्थापितः । _भावाजीवो धर्मादिर्गत्याद्युपग्रहकारीति । नामात्रवो यस्यास्रव इति नाम कृतं स नामास्रवः, स्थापनास्रवः काष्ठादिरचितः, द्रव्यास्रवस्तु आत्मसमवेताः पुद्गला अनुदिता रागादिपरिणामेन, भावश्र एवोदिताः द्रव्यबन्धो निगडादि: भावबन्धः प्रकृत्यादिः ।
द्रव्यसंवरोऽपिधानं, भावसंवरो गुप्त्यादिपरिणामापन्नो जीवः । द्रव्यनिर्जरा मोक्षाधिकारशून्या व्रीह्यादीनां, भावनिर्जरा कर्मपरिशाटः सम्यग्ज्ञानाद्युपदेशानुष्ठानपूर्वकः । द्रव्यमोक्षो निगडादिविप्रयोगः, भावमोक्षः समस्तकर्मक्षयलाञ्छनः । तथा द्रव्यसम्यग्दर्शनं ये मिथ्यादर्शनपुद्गला भव्यस्य सम्यग्दर्शनतया शुद्धिं प्रतिपत्स्यन्ते तद् द्रव्यसम्यग्दर्शनं, ऐत एव विशुद्धा आत्मपरिणामापन्ना भावसम्यग्दर्शनं तथा હેમગિરા
* બધા તત્ત્વોમાં નિક્ષેપા ઘટાડીએ
ટીકાકાર શ્રી સ્વયં અજીવમાં નામાદિ ચાર દ્વારનો ન્યાસ કરે છે. તે આ પ્રમાણે :- નામ અજીવ :- ચેતન કે અચેતન વસ્તુનું નામ ‘અજીવ' રાખવું તે. સ્થાપના અજીવ → કાષ્ઠાદિમાં અજીવને સ્થાપવું તે. દ્રવ્ય અજીવ :- ગુણાદિથી રહિત બુદ્ધિથી કલ્પાયેલ અચેતન દ્રવ્ય તે. ભાવ અજીવ ઃ- ધર્માસ્તિકાયાદિ જે ગતિ આદિમાં સહાયક છે તે. નામ આશ્રવ :- કોઈનું નામ ‘આશ્રવ’ રાખવું તે. સ્થાપના આશ્રવ :- કાષ્ટ આદિમાં ‘આશ્રવ’ પદની સ્થાપના તે (સ્વાગતમ્, ભલે પધાર્યા ઇત્યાદિ શબ્દોના બોર્ડ આદિ). દ્રવ્ય આશ્રવ :- રાગાદિના પરિણામ તરીકે ઉદય નથી પામેલા એવા આત્મા સાથે જોડાયેલ કર્મપુદ્ગલો. ભાવાશ્રવ :- ઉપરોક્ત અનુદિત પુદ્ગલો જ
જ્યારે ઉદયને પામે ત્યારે ‘ભાવાશ્રવ’ બને છે. આ રીતે બંધ વગેરે તત્ત્વમાં પણ જાણવું. પણ નામ અને સ્થાપના અતિ સુગમ હોવાથી તેને છોડીને સીધા દ્રવ્ય અને ભાવ નિક્ષેપા દેખાડે છે.
દ્રવ્ય બંધ :- બેડી, સાંકળ આદિ, ભાવ બંધ :- કર્મની પ્રકૃતિ, સ્થિતિ આદિનો બંધ. દ્રવ્ય સંવર :- ઢાંકણ આદિ, ભાવ સંવર :- મનોગુપ્તિ આદિ પરિણામોથી યુક્ત જીવ. દ્રવ્ય નિર્જરા :- ડાંગર આદિનું પરિશાટન (છોતરા કાઢવા આદિ) આ પ્રવૃત્તિમાં મોક્ષનો અધિકાર નથી તેથી આવું પિ૨ેશાટન તે દ્રવ્ય નિર્જરા. ભાવ નિર્જરા :- સમ્યગ્ જ્ઞાનાદિનાં ઉપદેશ (બોધ) અને અનુષ્ઠાન (ચારિત્ર) પૂર્વક થતું કર્મનું પરિશાટન (વિનાશ) તે. દ્રવ્ય મોક્ષ :- બેડી, સાંકળાદિનો વિયોગ. ભાવ મોક્ષ :- સમગ્ર કર્મના ક્ષય સ્વરૂપ.
* રત્નત્રયીને નિક્ષેપા વડે જાણીએ
દ્રવ્ય સમ્યગ્દર્શન :- મિથ્યાદર્શનના જે પુદ્ગલો ભવ્ય જીવમાં સમ્યગ્દર્શન તરીકે શુદ્ધિને
૨. વિધાન વા./ ૨. તે વ તું.માં..