________________
૮૦ પુષ્યTTયોર્વચેડમાવ•
तत्त्वार्थाधिगमसूत्रम् १/४ भा० तान् लक्षणतो विधानतश्च पुरस्ताद् विस्तरेणोपदेक्ष्यामः ।।४।।
उच्यते- सत्यमेतदेवम्, किंतु इह शास्त्रे शिष्यः प्रवृत्तिं कारितोऽस्मात् कारणात् ज्ञानादिकांदासेव्यमानाद् भवतो मोक्षावाप्तिर्भविष्यत्यन्यथा संसार इति, तस्य च यदि मुक्ति-संसारकारणे न भेदेनाख्यायेते ततोऽस्य सम्यक्प्रवृत्तिरेव न स्यात् । यदा त्वेवं कथ्यते, आस्रवो बन्धश्चैतद्वयमपि मुख्यं तत्त्वं संसारकारणम्, संवरनिर्जरे च मुख्यं तत्त्वं मोक्षकारणमिति, तदाऽनायासात् संसारकारणानां हेयतया यतिष्यते मुक्तिकारणानां चादेयतयेति, तस्माच्छिष्यस्य हेयादेयप्रदर्शनायाऽऽस्रवादिचतुष्टयमुपात्तम् । यत् तु मुख्यं साध्यं मोक्षः यदर्था प्रवृत्तिस्तत् कथमिव न प्रदर्यतेति, तस्माद् युक्तं यत् पञ्चाप्युपादीयन्त इति ।
किं पुनरेषां जीवादीनां लक्षणमग्नेरिवौष्ण्यम् ? के वा भेदा जीवादीनां यथा तस्यैवाग्नेस्तार्णपाण्र्णादय इत्युक्ते तान् लक्षणत इत्याद्याह । तान्–जीवादीन् लक्षणतः स्वचिह्नन, विधानतो भेदेन,
હેમગિરા ભાષ્યાર્થ - આ તત્ત્વોને લક્ષણથી અને વિધાનથી આગળ સવિસ્તાર કહીશું ૪ . - સમસ્ત કર્મથી સદા મુક્ત એવો આત્મા જ મોક્ષ છે આમ આશ્રવાદિ પાંચેનો જીવાજીવમાં અંતર્ભાવ છે. તેથી તે બે તત્ત્વ જ માનવા ઉચિત છે ?
સમાધાન - તમે કહેલી વાત સાચી છે પરંતુ પ્રસ્તુતમાં મોક્ષમાર્ગમાં શિષ્યની પ્રવૃત્તિ પ્રધાન છે, નહીં કે તત્ત્વ-સંગ્રહ માત્ર. “આ જ્ઞાનાદિ કારણના આસેવન થકી જ તમારી (શિષ્યની) મુક્તિ થશે, અન્યથા સંસાર જ.” તેમ કહી શિષ્યને આ ગ્રંથમાં પ્રવૃત્તિ કરાવાઈ છે. હવે જો આ તત્ત્વોનું જ્ઞાન આપતા તેમાં મુક્તિનું કારણ કર્યું ? અને સંસારનું કારણ કર્યું ? આ ભેદ સરખી રીતે ન બતાવવામાં આવે તો શિષ્ય તરફથી મુક્તિ માટે સમ્યગ્ રીતે પ્રવૃત્તિ જ નહીં થઈ શકે. પરંતુ જો તેઓને આ રીતે કહેવાય કે :
આશ્રવ અને બંધ આ બે તત્ત્વ સંસારના મુખ્ય કારણ છે, સંવર અને નિર્જરા એ બે તત્ત્વ મોક્ષના મુખ્ય કારણ છે, તો આવું જાણીને મોક્ષાર્થી આસાનીથી સંસાર કારણોને હેય તરીકે તજી દેવા યત્ન કરશે. અને મોક્ષ કારણોને ઉપાદેય તરીકે અનુસરશે. આમ શિષ્યને હેય-ઉપાદેયનો બોધ કરાવવા આ આશ્રવાદિ ચાર પણ તત્ત્વો તરીકે બતાવ્યા છે, વળી જેના માટે તેમના ત્યાગ અને ઉપાદેયના આચરણ રૂપ પ્રવૃતિ છે, એવું જે મુખ્ય સાધ્ય મોક્ષ છે, તે દર્શાવ્યા વગર પણ કેમ રહેવાય ? તેથી પાંચમું મોક્ષતત્ત્વ પણ બતાવ્યું. આ પ્રમાણે પાંચે જરૂરી છે.
પ્રશ્ન :- આ જીવાદિના લક્ષણ કેવા પ્રકારના છે? શું અગ્નિનું જેમ ઉષ્ણપણુ (સ્વભાવ) છે, તેવા લક્ષણ છે? વળી તે જીવાદિના ભેદો ક્યા છે? જેમ ઘાસનો અગ્નિ, પાંદડાનો અગ્નિ, લાકડાનો અગ્નિ આવા ભેદ અગ્નિના છે, તેમ જીવના પણ શું તેવા કોઈ ભેદ છે ? આ પ્રશ્ન ૨. “હિવત્ સેવ્ય મુ. ( મ.રા.) “વિવારે" ..