________________
७४ • अधिगमसम्यग्दर्शनप्ररूपणम्.
तत्त्वार्थाधिगमसूत्रम् १/३ भाष्य- अधिगमः अभिगम आगमो निमित्तं श्रवणं शिक्षा उपदेश इत्यनान्तरम्।
-अधिगमसम्यग्दर्शनं -जीवस्य उपयोगस्वाभाव्यात् तदधिगमात् प्राप्यते । कोऽधिगम इति चेत् तदुच्यते- अधिगमोऽभिगम इत्यादि । गमेर्गत्यर्थत्वाज्ज्ञानार्थता, गमो=ज्ञानं रुचिरिति, अधिको गमोऽधिकं ज्ञानम्, कथं वाऽऽधिक्यम् ? यस्मात् परतो निमित्ताद् भवति तदाधिक्यादधिकमुच्यते, अभिगमस्तु गुरुमाभिमुख्येनालम्ब्य यज्ज्ञानं सोऽभिगमः । ___ आगमस्त्वागच्छत्यय॑वच्छित्त्या वर्णपदवाक्यराशिराप्तप्रणीतः पूर्वापरविरोधशङ्कारहितस्तदालोचनात्तत्त्वरुचिरागम उच्यते, कारणे कार्योपचारात्, नड्वलोदकं पादरोग इति । निमित्तं तु यद्
- હેમગિરા - ભાષ્યાર્થ :- અધિગમ, અભિગમ, આગમ, નિમિત્ત, શ્રવણ, શિક્ષા અને ઉપદેશ આ બધા એકાર્થિક છે.
જીવ ઉપયોગના સ્વભાવવાળો હોવાથી તેને અધિગમ વડે જે સમકિત પ્રાપ્ત થાય તે અધિગમ સમ્યગ્દર્શન કહેવાય છે. પ્રશ્ન- અધિગમ એ શું છે? જવાબ :- ‘મથામોડમિમ' ઈત્યાદિ પદોથી ભાષ્યમાં આ પ્રશ્નનો જવાબ કહેવાય છે.
જ અધિગમના એકાર્થકનામોને જાણીએ * તે આ પ્રમાણે કે “જ” ધાતુ ગતિ- અર્થમાં વપરાય અને જેટલા ગત્યર્થક ધાતુઓ છે તે “જ્ઞાન” અર્થમાં વપરાય છે. ગમન, જ્ઞાન, રુચિ, આ એકાર્થિક છે. ધ = અધિક, મ = જ્ઞાન અર્થાત્ અધિગમ = અધિક જ્ઞાન. પ્રશ્ન :- આને અધિક કેમ કહેવાય ? જવાબ :- કારણ કે આ (અધિગમ) પરના નિમિત્તથી ઉત્પન્ન થાય છે અર્થાત્ આની ઉત્પત્તિમાં પરનિમિત્ત અધિક હોય છે. તેથી અધિક કહેવાય.
અભિગમ :- ગુરુ સમક્ષ બેસી અથવા તેમનું આલંબન નિશ્રા) લઈને જે જ્ઞાન મેળવવું તે અભિગમ.
આગમ :- જે (આગળથી સુવિહિત પરંપરાથી) અવ્યવચ્છિન્ન (અખંડ) પણ આવેલ છે તે આગમ. આ આગમ આપ્ત એવા તીર્થકર ગણધરાદિ પુરુષોથી કથિત-રચિત, પૂર્વાપર વિરોધો કે શંકાથી રહિત એવી વર્ણ (વ્યંજન-અક્ષર) પદ અને વાક્યની રાશિ સ્વરૂપ છે. અને એ રાશિની આલોચના (વિચારણા)થી ઉત્પન્ન થતી તત્ત્વરુચિ (પ્રીતિ) તે આગમ રૂ૫ સમ્યગ્દર્શન કહેવાય.
શંકા - આગમ એ આખ પુરુષ કથિત (રચિત) છે, જ્યારે તત્ત્વચિએ જીવાત્માનો પરિણામ વિશેષ છે તો આગમ એ તત્ત્વરુચિ છે એવું કઈ રીતે કહો છો ?
સમાધાન :- કારણમાં કાર્યનો ઉપચાર કરીને આમ કહીએ છીએ. તત્ત્વરુચિ રૂપી કાર્યમાં આગમ એ કારણ છે. કારણ રૂપ આગમમાં કાર્ય રૂપ રુચિનો આરોપ કરી આગમને પણ તત્ત્વરુચિ .. તત્ત્વહ્નિતપીઠો માં, પ્રતો ન હૃદ:ો ૨. વ્યવસ્થિત્યા. ૨.T.I