________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• यथाप्रवृत्तकरणस्य फलनिदर्शनम् । मलीमस-मध्य-तीव्राणि शुभे जघन्ये वर्तित्वात् ततो विशुद्धतरं स्थानमन्यदारोहति, ततोऽपि विशुद्धतममपरमधिगच्छतः प्राप्नुवतो वर्द्धमानशुभपरिणतेरित्यर्थः, अनेन च गच्छत इति समस्तमिदं चतुर्विधसामायिकोत्पादकाण्डं सूचितं भवति ।। सत्तण्डं पयडीणं अन्भिन्तरओ उ कोडिकोडिए। काऊण सागराणं जइ लहइ चउण्णमेगयरं ।। (विशेषावश्यभाष्ये गा.११९३) अत्र बहु वक्तव्यमित्यतः प्रकृतोपयोगि केवलमुच्यते । ___स खलु जीवस्तानि शुभान्यध्यवसायान्तराण्यास्कन्दन्ननाभोगनिर्वर्तितेन यथावृत्तकरणेन तामुत्कृष्टां कर्मस्थितिमवहास्य कोटीकोट्याः सागरोपमानामन्तः क्षपयंस्तावत् प्रयाति यावत् तस्या अपि पल्योपमासङ्ख्येभागः क्षपितो भवति तस्मिन् स्थाने प्राप्तस्यातिप्रकृष्टघनराग-द्वेषपरिणामजनितः वज्राश्मवद् दुर्भेद-कठिन-रूढ-गूढग्रन्थिवत्कर्मग्रन्थिर्जायते, तत्र कश्चिद् भव्यसत्त्वस्तं भित्त्वाऽपूर्वकरणबलेन प्राप्तानिवृत्तिकरणस्तत्त्वार्थश्रद्धानलक्षणं सम्यग्दर्शनमासादयति, कश्चिद् ग्रन्थिस्थानादधो निवर्तते, कश्चित् तत्रैवावतिष्ठते, न परतो नाधः प्रसपतीति । अत्र चोपदेष्टारमन्तरेण यत्
- હેમગિરા - (૧) મલિન = મન્દ (૨) મધ્યમ = કાંઈક સારા (૩) તીવ્ર=ઉત્તમ સમકિત અભિમુખ જીવ શુભ અધ્ય-વસાયમાં જધન્ય, મધ્યમથી માંડી ઉત્તરોત્તર તીવ્ર અવ્યવસાયમાં ચઢે છે. અર્થાત્ વધતા શુભ પરિણામ-વાળો હોવાથી આ જીવ વિશુદ્ધ, વિશુદ્ધતર, વિશુદ્ધતમ અધ્યવસાય સ્થાનોને પામે છે. ભાષ્યમાં ‘આવા અધ્યવસાય વડે આગળ વધતો” એમ ઉલ્લેખ કરી ચારે (સમ્યકત્વ, શ્રત, દેશવિરતિ અને સર્વવિરતિ) સામાયિકના ઉત્પત્તિ કાંડ(પ્રસંગ)નો નિર્દેશ કરેલ છે. આગમોમાં સમ્યક્ત સામાયિક અંગે કહ્યું છે કે :- આયુષ્ય સિવાયની સાત પ્રકૃતિઓની સ્થિતિ અંતઃ કોડાકોડી સાગરોપમની કરીને જીવ ચારમાંથી કોઈપણ એક સામાયિકને મેળવે છે. (વિશેષાવશ્યક ગા.૧૧૯૩) અહીં બીજું પણ ઘણું કહેવા જેવું છે પરંતુ પ્રસ્તુતમાં જેટલું ઉપયોગી છે એટલું કહીએ છીએ.
૪ ગ્રંથી ભેદનું સ્વરૂપ ક્ષ હવે ઉપર કહ્યા મુજબનો આ જીવ ઉત્તરોત્તર તે શુભ અધ્યવસાયોને પામતો અનાભોગ (અકામનિર્જરા)થી થયેલ યથાપ્રવૃતકરણ વડે મોહનીયની ૭૦ કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ | સ્થિતિને ઓછી કરી અંતઃ કોડાકોડી સાગરોપમની સ્થિતિ સુધી લાવે છે. - આ સ્થિતિને પણ ત્યાં સુધી ક્ષય કરે કે જ્યાં સુધીમાં અસંખ્ય પલ્યોપમ જેટલો ભાગ ક્ષય થાય. ત્યારબાદ તે સ્થિતિને પ્રાપ્ત થયેલા જીવને અતિ રાગ અને દ્વેષના પરિણામથી ઉત્પન્ન થયેલ વજ જેવી દુર્ભેદ્ય, અતિકઠણ-ઘટ્ટ અને ગુંચવણવાળી ગાંઠનાં જેવી ગ્રંથિ પ્રાપ્ત થાય છે અર્થાત્ ગ્રંથિ સ્થાન પર જીવ આવે છે તેમાં કોઈક ભવ્ય જીવ અપૂર્વકરણના બળ વડે આ ગ્રંથિનો ભેદ કરીને અનિવૃત્તિકરણ પ્રાપ્ત કરી. તત્ત્વાર્થ શ્રદ્ધાના લક્ષણવાળુ સમ્યગ્દર્શન મેળવે છે. કોઈ ૨. પ્રવૃત્તિ’ મુ.T. (માં 7.) ૨. પ્રપતિ પ... રૂ. "ચિર્નાતે .. (.વં.) ૪. "નિવર્તિ માં.. !