________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •સ્કૃષ્ટતા નિવારનાત્તતા
६७ प्रदेशबन्धस्तु, अनन्तानन्तप्रदेशान् स्कन्धानादायैकैकस्मिन् प्रदेशे एकैकस्य कर्मणो ज्ञानावरणादिकस्य व्यवस्थापयतीत्येष प्रदेशबन्ध इति । निकाचना तु स्पृष्टानन्तरभाविनी, स्पृष्टता तु नोक्ता भाष्यकारेण पृथग् निकाचनाभेद एवेतिकृत्वा । कथमिति चेत्, भावयामः, बद्धं नामात्मप्रदेशैः सह श्लिष्टं, यथा सूचयः कलापीकृताः परस्परेण बद्धाः कथ्यन्ते, ता एवाग्नौ प्रक्षिप्तास्ताडिताः समभिव्यज्यमानान्तराः स्पृष्टा इति व्यपदिश्यन्ते, ता एव यदा पुनः पुनः प्रताप्य घनं घनेन ताडिताः प्रनष्टस्वविभागा एकपिण्डतामितास्तदा निकाचिता इति व्यपदेशमश्नुवते, एवं कर्माप्यात्मप्रदेशेषु योजनीयम् ।
– હેમગિરા ૦ બંધ સમયે જેવો રસબંધ વર્તમાનમાં થાય તેવો વિપાક ભવિષ્યમાં કર્મના ઉદય કાળે મળે... અહીં ટીકામાં કાર્યમાં કારણનો ઉપચાર કર્યો છે અર્થાત્ રસબંધ રુપ કારણનો અનુભવાતી શુભ કે અશુભ અવસ્થા રુપ કાર્યમાં આરોપ કરી એ અનુભવાતી શુભ-અશુભ અવસ્થાને રસબંધ તરીકે કહ્યો છે. આમાં રસ કેવા પ્રકારનો હોય તે અંગે શસ્ત્રોમાં ઘી, (ખીર) દૂધ, કોશાતકી (એક મધુર ફળની જાત) આદિ દૃષ્ટાંતો દર્શાવવામાં આવેલ છે. શુભ કર્મના રસનો વિપાક હોય તો મધુર આદિ સ્વાદ સાથે સામ્યતા કરવી અને અશુભ કર્મના રસનો વિપાક હોય તો કટુ આદિ સ્વાદ સાથે સામ્યતા કરવી.
પ્રદેશબંધ :- (મિથ્યાત્વ આદિના યોગે જીવો) અનંતાનંત પ્રદેશવાળા કર્મ સ્કન્ધોને ગ્રહણ કરીને આત્માના એક એક પ્રદેશમાં જ્ઞાનાવરણીયાદિ પ્રત્યેક કર્મ સ્વરૂપે સ્થાપિત કરવું તે પ્રદેશબંધ. નિકાચના :- આત્મા સાથે કર્મનો સંબંધ (સ્કૃષ્ટ) થયા પછી થતી અવસ્થા તે નિકાચના.
# બદ્ધ - સ્પષ્ટ અને નિકાચનાની ભેદરેખા પીછાણીએ સ્કૃષ્ટ અવસ્થાને ભાષ્યકારશ્રીએ અલગથી નથી દર્શાવી કેમ કે એનો અંતર્ભાવ નિકાચનામાં જ તેમણે કર્યો છે. તે કઈ રીતે અંતર્ભાવ થાય છે એમ જો પૂછતા હો તો એનું સમાધાન આ પ્રમાણે છે [કે કર્મ બંધ વેળાએ સૃષ્ટાવસ્થાને પામ્યા બાદ જ નિકાચનાવસ્થાને પામે. તેથી નિકાચનાના ઉલ્લેખમાં સ્પષ્ટનો ઉલ્લેખ આવી જ જાય છે.] બદ્ધ એટલે આત્મપ્રદેશ સાથે કર્મનું ચોંટી જવું. એકબીજાથી ચોંટીને સમુદિત કરાયેલ સોય તે બદ્ધ કહેવાય, એ જ સોયને અગ્નિમાં નાખીને કૂટવામાં આવે ત્યારે એકબીજાથી અત્યંત એકમેક થનારી આ અવસ્થાને “સ્કૃષ્ટ' આ પ્રમાણે કહેવામાં આવે છે. અને આ જ સૃષ્ટાવસ્થામાં રહેલ સોયોને અગ્નિ વડે પુનઃ પુનઃ પ્રકૃષ્ટ રીતે તપાવીને સઘનતાપૂર્વક તે રીતે કૂટવામાં આવે કે જેનાથી તેઓમાં કોઈ વિભાગ જ ન રહે તેવી પિંડીત અવસ્થાને નિકાચના કહેવાય.
આ રીતે સોયની જગ્યાએ કર્મ પરમાણુઓને સમજી આત્મ પ્રદેશો સાથે અર્થઘટન કરવું. (સ્પષ્ટ અને નિકાચના બન્નેમાં કર્મ પરમાણુનું આત્મા સાથે એકમેકનું જ વિધાન છે. એ અપેક્ષાએ પણ નિકાચનામાં સ્પષ્ટનો અંતર્ભાવ કર્યો છે તેમ સમજી શકાય) ઉપરોક્ત રીતે, પ્રકૃતિબંધ, ૨. "રેશસ્થ રા. ૨. પ્રતિષિ મુ.પ. (ઉ.મા.) રૂ. “મિપરામાં ર. ૪. પુનઃ પ્રતાપ .T. T. પરિક ટિ.૨૦I