________________
•निसर्गसम्यग्दर्शनस्य प्राप्तिरीतिः.
तत्त्वार्थाधिगमसूत्रम् १/३ ___ भाष्य- *तस्यानादौ संसारे परिभ्रमतः कर्मत एव कर्मणः स्वकृतस्य बन्ध-निकाचनोदयनिर्जरापेक्षं नारक-तिर्यग्योनि-मनुष्यामरभवग्रहणेषु विविधं पुण्य-पापफलमनुभवतो ज्ञान-दर्शनोपयोगस्वाभाव्यात् तानि तानि परिणामाध्यवसायस्थानान्तराणि गच्छतोऽनादिमिथ्यादृष्टेरपि सतः परिणामविशेषादपूर्वकरणं तादृग् भवति येनास्यानुपदेशात् सम्यग्दर्शनमुत्पद्यत इत्येतत् निसर्गसम्यग्दर्शनम् ।। स्पर्शनेन्द्रियं हि तेषामस्ति, तच्च साकारानाकारोपयोगस्वरूपमतो व्यापिलक्षणम् । ज्ञानदर्शनोपयोगी लक्षणमस्त्येतत् सूक्तमिति । इतिशब्दः एवकारार्थे, जीव एवोपयोगलक्षणो न परमाण्वादय इति । वक्ष्यते= अभिधास्यते, उपयोगलक्षणो जीव इत्यस्मिन् द्वितीयाध्यायवर्तिनि सूत्रे, अतो नितिस्वरूपस्य जीवस्य स निसर्गरूपः परिणाम इति ।
- હેમગિરા - ભાષ્યાર્થ :- આ જીવ અનાદિ સંસારમાં પરિભ્રમણ કરતો, કર્મથી જ પોતે કરેલા અનેક કર્મોનો બંધ, નિકાચના, ઉદય અને નિર્જરાની અપેક્ષાએ નરક, તિર્યંચ યોનિ તેમજ મનુષ્ય, અને દેવ ભવોનું ગ્રહણ કરી તેમાં અનેક પ્રકારના પુણ્ય - પાપના ફળોને અનુભવતો, જ્ઞાન અને દર્શનના ઉપયોગ રુપ પોતાના સ્વભાવ થકી તે તે પરિણામ રુપ અધ્યવસાયના જુદા જુદા સ્થાનને પામતો અનાદિ મિથ્યાદેષ્ટિ હોવા છતાં પરિણામ વિશેષથી તેવા પ્રકારના અપૂર્વકરણ (અપૂર્વ અધ્યવસાય)ને પામે છે કે જેના પ્રભાવે કોઈના ઉપદેશ વિના જ સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થાય છે, આને નિસર્ગ સમ્યગ્દર્શન કહેવાય. ઉપયોગ છે. આ સૈન્યમાં આટલા રથ, આટલા ઘોડા ઈત્યાદિ વિશેષ બોધ તે જ્ઞાન ઉપયોગ. એવો કોઈ જીવ નથી કે જે આ બે જ્ઞાન-દર્શન ઉપયોગ રહિત હોય. કારણ કે જેઓ પ્રકૃષ્ટ આવરણ રૂપ કર્મના પડળથી ઢંકાયેલા નિગોદ વનસ્પતિ આદિ પાંચ એકેન્દ્રિય સ્થાવર જીવનિકાય છે તેઓ પણ સાકાર-અનાકાર ઉપયોગથી યુક્ત જ હોય છે. કારણ કે આ પાંચને સ્પર્શેન્દ્રિય છે તેથી તે અંગેનો સાકાર-અનાકાર ઉપયોગ પણ હોય જ. આ રીતે આ ઉપયોગ લક્ષણ એ સર્વ જીવ વ્યાપી લક્ષણ છે તેથી જ્ઞાનદર્શનનો ઉપયોગ એ જીવનું લક્ષણ જે કહ્યું છે તે ઉચિત જ કહ્યું છે.
ભાષ્યમાં લખેલ “ત્તિ' પદ એ એવકાર(‘જ કાર)ના અર્થમાં છે અર્થાત્ જીવ જ ઉપયોગ લક્ષણવાળો છે. પરમાણુ આદિ નહીં. ‘ઉપયોગ લક્ષણવાળો જીવ’ એવું આગળ અધ્યાય ૨,સૂત્ર ૮માં કહીશું. એથી આ રીતે ઉપયોગ લક્ષણ વડે જણાયું છે સ્વરૂપ જેનું એવા આ જીવને તે નિસર્ગ રૂપ પરિણામ હોય છે. *. અર્થનો અન્વય સુગમતાથી થાય એથી સંપૂર્ણ ભાષ્ય-ભાષ્યાર્થ અહિં આપ્યો છે. ટીકા વાંચનારને ભાષ્યની ” કઈ પંક્તિની ટીકા ચાલી રહી છે તે ધ્યાનમાં રહે એથી આગળ આ જ ભાષ્યની પંક્તિઓને પૃથગુ પૃથ ગુજરાતી અનુવાદ સ્થળે મૂકવામાં આવેલી છે.