________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• निसर्गसम्यग्दर्शनस्य विवरणम् •
भाष्य - निसर्गः परिणामः स्वभावः अपरोपदेश इत्यनर्थान्तरम् ।
तदेतत्- सम्यग्दर्शनं द्विविधमिति ? एवं तु वाच्यमासीत् तस्य सम्यग्दर्शनस्य द्वौ हेतू इति, तावेव सूत्रप्रतिपाद्यौ हेतू प्रदर्शनीयौ, न पुनः सूत्रेणानभिसमीक्षितं द्विविधत्वमित्येवं पर्यनुयुक्तः स्माहद्विहेतुकं द्विविधमिति । द्वौनिसर्गाधिगमाख्यौ प्रत्येकं असमासकरणज्ञापितौ हेतू यस्य तद् द्विहेतुकम्, स तु द्विविधमिति मया व्यपदिष्टं एतत् कथयति कारणद्वैरूप्यात् कार्यद्वित्वं न पुनर्मुख्यभेदप्रतिपादनं प्रेप्सितं इह तु सूत्रे निर्देशस्वामित्वसाधनाधिकरणस्थितिविधानत इति (१-७) ।
विधानग्रहणात् क्षयसम्यग्दर्शनादिविधानं प्रतिपादयिष्यते । यदि तर्हि उत्पत्तौ निसर्गः कारणमभ्यु - पेयते तथा सति वाच्यो निसर्गः किमात्मकोऽसाविति ? उच्यते- निसर्गः परिणामः स्वभावः अपरोपदेश इत्यनर्थान्तरमित्यादि । निसृज्यते=त्यज्यतेऽसौ कार्यनिवृत्तौ सत्यामिति निसर्गः, नहि कार्ये उत्पन्ने कारणेनापेक्षितेन किञ्चित् प्रयोजनमस्ति उत्पन्ने हि सम्यग्दर्शने अनिवृत्तिकरणं त्यज्यते, प्रयोजनाभावात्, न चात्यन्तं तस्य त्यागमभ्युपगच्छामो, यतस्तदेव कारणं तेनाकारेण परिणतमिति, उत्फण-विफण-प्रसारिताकुण्डलितभुजङ्गवत्, उत्फणपरिणामेन योऽहिरजनिष्ट स एव विगतफणो હેમગિરા
2
५७
ભાષ્યાર્થ :- નિસર્ગ, પરિણામ, સ્વભાવ, અપરોપદેશ આ બધા એકાર્થિક શબ્દો છે. બે ભાષ્યમાં દર્શાવવા ઉચિત હતા, પણ સૂત્રમાં જે કહેવાયું નથી તેવા બે પ્રકારને ભાષ્યમાં દર્શાવવા યુક્ત નથી.
સમાધાન :- સૂત્રમાં સમાસ નહીં કરવા વડે જણાવેલા બે ભિન્ન હેતુઓ નિસર્ગ અને અધિગમ છે. આ બે હેતુ છે જેમાં તે દ્વિહેતુક સમ્યગ્દર્શન છે. તે દ્વિહેતુક સમ્યગ્દર્શન જ દ્વિવિધ બે પ્રકારે છે એમ મયા = ભાષ્યકાર વડે કહેવાયું છે. કહેવાનો આશય એ છે કે કારણના દ્વિત્વને લઈને કાર્યનું દ્વિત્વ છે. અર્થાત્ મુખ્યવૃત્તિની અપેક્ષાએ સમ્યગ્દર્શનના બે પ્રકાર નથી પણ હેતુ ભેદની અપેક્ષાએ ઉપચારથી બે પ્રકાર છે. વળી આ જ અધ્યયનના સૂત્ર ૭માં નિર્દેશ, સ્વામીત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને વિધાન દ્વારો થકી સમકિતને વર્ણવશે. અને ત્યાં વિધાન દ્વારમાં મુખ્ય વૃત્તિથી કાર્યરૂપ સમકિતના ‘ક્ષય, ક્ષયોપશમ આદિ વિધાન ભેદોનું પ્રતિપાદન કરશે.
* નિસર્ગના એકાર્થક નામોને ઓળખીએ
=
પ્રશ્ન :- જો સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં ‘નિસર્ગ’ કારણ છે તો તે નિસર્ગ કેવા પ્રકારનું હોય છે એ જણાવો ? જવાબ :- નિસર્ગ, પરિણામ, સ્વભાવ, અપરોપદેશ આ બધા એકાર્થિક શબ્દો છે. ભાવાર્થ આ પ્રમાણે છે કે નિસર્ગ :- જે ત્યાગ કરાય તે. અર્થાત્, કાર્ય નિષ્પન્ન થએ છતે જેનો ત્યાગ-વિસર્જન કરાય તે નિસર્ગ, કારણ કે કાર્ય બની ગયા પછી પૂર્વ અપેક્ષિત કારણનું કોઈ પ્રયોજન હોતું નથી. તેથી સમ્યગ્દર્શન ઉત્પન્ન હોવા છતાં અનિવૃત્તિ કરણનો ત્યાગ કરાય છે. કારણ કે તેના પ્રયોજનનો અભાવ છે.(અનિવૃત્તિકરણનું પ્રયોજન સમ્યગ્દર્શનને ઉત્પન્ન કરવાનું છે.)