________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • जिनप्रणीतार्थमेव तत्त्वम् शेषोऽपरमार्थः • तदा आलोचनाज्ञानेन श्रुताद्यालोच्य एवमेतत् तत्त्वमवस्थितमित्यवधारयति । अवधारणमिति च कर्तरि भावे वा, जीवोऽवधारयति, तस्य चावधारणं रुचिरिति । ____ अथवा प्रत्ययेनेति कारणेन निमित्तेनावधारणम् । किं निमित्तमिति चेत्, तदावरणीयकर्मणां क्षयः क्षयोपशमो वा, तेन निमित्तेनावधारयति ‘एतदेव तत्त्वम्' अथवा उत्पत्तिकारणं प्रत्ययः स्वभावोऽधिगमो वा तेन प्रत्ययेन कारणेनेति, ‘एवं तत्त्वमवस्थित'मित्यवधारयति । तस्माद् वा क्षयादिकादवधारणम्, सति वा तस्मिन्नवधारयति । षष्ठीपक्षेऽपि प्रत्ययस्य विज्ञानस्यावधारणं अन्यमतपरिकल्पिततत्त्वादपास्य तद्विज्ञानं जैन एव तत्त्वेऽवधारयति, एतदेव तत्त्वं शेषोऽपरमार्थ इति । एवं तत्त्वार्थश्रद्धानमिति विवृतं पदं, सम्यग्दर्शनमिति तु पूर्वयोग एव विवृतं न तद् विवृणोति । एतत् पुनः सम्यग्दर्शनं कथमुत्पन्नं सत् परेण ज्ञायते किं चिह्नमस्योत्पन्नस्येति ? चिह्न दर्शयति- तदेवमित्यादि । तद् इति तत्त्वार्थश्रद्धानं निर्दिशति । 'एवमित्यवयवप्रविभागेन निर्धारितं प्रशमादिचिह्नमवबुध्यस्व ।
- હેમગિરા - જીવ અવધારણ કરે છે, અને તે જીવનું અવધારણ તે રુચિ કહેવાય. (આ પક્ષમાં કર્તાને આશ્રયી રુચિ કહી છે) અથવા (૨) ભાવે પ્રયોગ :- પ્રત્યય વડે એટલે કારણ કે નિમિત્ત વડે અવધારવું - તે અવધારણ = રુચિ કહેવાય. (આ પ્રયોગમાં રુચિમાં જે નિમિત્ત છે તેની પ્રધાનતા છે)
# રુચિના નિમિત્ત કારણ + ઉત્પત્તિ કારણ 8 પ્રશ્ન :- અવધારણમાં નિમિત્ત શું છે? જવાબ :- તે રુચિના આવરણીય કર્મોના જે ક્ષય કે ક્ષયોપશમ તે નિમિત્ત છે.
આ ક્ષય – ક્ષયોપશમ રૂપ નિમિત્ત વડે અવધારવું (શ્રદ્ધા કરવી) કે ““આ જ તત્ત્વ છે તે પ્રત્યય અવધારણ કહેવાય છે. અથવા સમકિતની ઉત્પત્તિના કારણને પ્રત્યય કહેવાય અને સ્વભાવ અથવા અધિગમ આ બે પ્રત્યયરૂપ કારણો વડે “તત્ત્વ આ પ્રમાણે જ છે' તેવી અવધારણા થાય છે તે પ્રત્યયા અવધારણ કહેવાય છે. પ્રત્યયથકી અવધારણ :- ક્ષયાદિ પ્રત્યયથી (કારણ થકી) જે અવધારણ તે. પ્રત્યયમાં અવધારણ :- તે ક્ષયાદિ હોવા સાથે જે અવધારણ થાય છે. પ્રત્યયનું = વિજ્ઞાનનું અવધારણ = અન્ય મતમાં કલ્પાયેલ તત્ત્વોમાંથી વિજ્ઞાન (શ્રદ્ધા)ને દૂર કરીને તે શ્રદ્ધારૂપ વિશિષ્ટ જ્ઞાનને જૈનમતાવલંબી તત્ત્વ વિશે જ અવધારણ કરવું કે “આ જ તત્ત્વ છે, પરમાર્થ છે, અન્યશેષ પરમાર્થ નથી.” એવો જે જ્ઞાનનો નિશ્ચય તે પ્રત્યયનું અવધારણ કહેવાય. આ રીતે 'તત્વાર્થશ્રદ્ધાન' પદનું વિવરણ થયું. સગર્શન પદ તો પૂર્વે પ્રથમ સૂત્રમાં કહેવાઈ ગયું છે. તેથી અહીં નથી કહેતાં.
# સમ્યગ્દર્શનના લક્ષણને ઓળખીએ # વળી આ સમ્યગ્દર્શન ઉત્પન્ન થયા પછી બીજા વડે કઈ રીતે જણાય? ઉત્પન્ન થયેલ આ સમ્યગ્દર્શનની નિશાની શું છે ? તે દર્શાવતાં તહેવમ્ ઇત્યાદિ પદોને કહે છે. કે આમાં તત્ શબ્દ ૨. “નવચ' ચર્ચા ૨. પ્રથમ મુ. “પ્રતિવિ મુ.(G) 1. પરિક ટિ દ્રા