________________
•षष्ठीसप्तम्योः कथञ्चिदभेदः
तत्त्वार्थाधिगमसूत्रम् १/२ गति-स्थित्यवगाहस्वभावेन परिच्छिद्यन्ते, यतो न कदाचित् तामवस्थामत्याक्षुस्त्यजन्ति त्यक्ष्यन्ति वा । परतस्तु सादिपारिणामिकेनापि परिच्छिद्यन्ते एव, यथोक्तमाकाशादीनां त्रयाणां परप्रत्ययो नियमत इत्यतः परिच्छिद्यमानत्वादर्था इत्युच्यन्ते ।।
श्रद्धानमित्यस्यार्थं निरूपयति- श्रद्धानं तेष्विति । अनेन श्रद्धानमित्येतल्लक्षणं 'तेषु प्रत्ययावधारणमिति कथयति । तेषु इति जीवादिषु ।।।
ननु च षष्ठ्यर्थं प्राक् प्रदर्श्य सप्तम्यर्थकथनमिदानीमसाम्प्रतमिति । उच्यते- एतत् कथयति, प्रायः षष्ठीसप्तम्योरभेद एव दृश्यते, यथा गिरेस्तरवः गिरौ तरव इति, ये हि तस्यावयवास्ते तस्मिन् भवन्ति, एवमत्रापि यज्जीवादीनां श्रद्धानं तज्जीवादिषु विषयेषु भवतीति न दोषः। प्रत्ययावधारणमिति, प्रत्ययेन प्रत्ययात् प्रत्यये प्रत्ययस्यावधारणमिति । यदा तावत् प्रत्ययेनावधारणं,
- હેમગિરા - - સ્થિતિ અને અવગાહનાના સ્વભાવ વડે ક્રમશઃ જણાય છે. કારણ કે આ ધર્માદિ દ્રવ્યો એ ક્યારે પણ પોતાના ગતિ આદિ સ્વભાવનો ત્યાગ કર્યો નથી, કે ત્યાગ કરશે નહીં. આ રીતે ધર્માદિ પણ અનાદિ પારિણામિક છે તે સિદ્ધ થયું. વળી આ ધર્માદિને પરપ્રત્યયથી સાદિ પારિણામિક તરીકે પણ કહી શકાય જેમ કે –* જે આકાશમાં ઘટ મૂકેલો છે તે ઘટાકાશ કહેવાય અને જ્યારે ઘટ ખસેડી પટ મૂકાય તો ઘટાકાશ નાશ પામે, અને પટાકાશની આદિ થાય. આ રીતે ત્રણે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયમાં પર નિમિત્ત થકી (પર્યાયાપેક્ષાથી) નિયમાં સાદિપણું ઘટે છે આ પ્રમાણે જીવાદિ પંચાસ્તિકાય અનાદિ સાદિ પારિણામિક ભાવ વડે જણાતા હોવાથી અર્થો” કહેવાય છે. આ તત્ત્વાર્થ'પદને કહી હવે શ્રદ્ધાનું એટલે શું ? તે જણાવતાં કહે છે.
* પ્રત્યય-અવધારણાનું સ્વરૂપ * શ્રદ્ધા એટલે તે જીવાદિ તત્ત્વોમાં જે પ્રતીતિની અવધારણા છે.
પ્રશ્ન :- પહેલા તો ‘તત્ત્વોની (વૈષi) શ્રદ્ધા” એમ છઠ્ઠી વિભક્તિ બતાવી હવે ‘તત્ત્વો વિશે (તેપુ) શ્રદ્ધા' એમ સપ્તમી વિભક્તિ કહેવી તે અનુચિત છે ?
જવાબ - અનુચિત નથી, પ્રાયઃ છઠ્ઠી અને સપ્તમી વિભક્તિમાં સામ્ય છે, અભેદ છે. જેમ કે “પર્વતના વૃક્ષો” કે “પર્વતમાં વૃક્ષો.’ બન્નેનો એક જ અર્થ છે. જે ‘તેના' અવયવો હોય તે “તેમાં હોય. એમ અહીં પણ જે જીવાદિની શ્રદ્ધા તે “જીવાદિ વિષયોમાં હોય છે એમ કહેવામાં કોઈ દોષ નથી પ્રત્યયનો અર્થ પ્રતીતિ = જ્ઞાન. અવધારણાનો અર્થ નિશ્ચય = નિર્ણય કરવો. તે જીવાદિ તત્ત્વોની પ્રત્યય વડે, પ્રત્યય થકી, પ્રત્યયમાં, અથવા પ્રત્યયની જે અવધારણા તે પ્રત્યયવધારાનું કહેવાય. જયારે આ પ્રત્યય વડે અવધારણા થાય ત્યારે ઈહા આદિ (આલોચન જ્ઞાન) વડે મૃત આદિને વિચારીને “આ તત્ત્વ આમ જ છે.” એવું ચોક્કસ જ્ઞાન જીવને થાય છે. આશય એ છે કે ઈહા, અપાયાદિપૂર્વક થતા ચોક્કસ, તાત્ત્વિક જ્ઞાનનો નિશ્ચય. તેને અવધારણરૂપ કહેવાય છે. આ અવધારણએ કર્તરિ અને ભાવે બે પ્રયોગમાં લખાય છે. (૧) કર્તરિ પ્રયોગ: